ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની મુલાકાત લીધી, રવિવારના દિવસે પણ ગૃહવિભાગની કામગીરી નિહાળવા પહોંચ્યા

author img

By

Published : Sep 19, 2021, 6:42 PM IST

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની મુલાકાત લીધી

ગૃહરાજ્ય પ્રધાનનો ચાર્જ સંભાળતાની સાથે જ યુવા ગૃહપ્રધાને રવિવારે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમને રવિવારે રજાના દિવસે બેઠક કરી સૌ કોઈને ચોંકાવી દીધા હતા. તેમના વિભાગની કામગીરી વિશે માહિતી મેળવી હતી. ગૃહવિભાગની મુલાકાતે આવેલા ગૃહપ્રધાન સંઘવીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિનો ચિતાર મેળવ્યો હતો.

  • ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા રહ્યા હાજર
  • રવિવારના ગૃહવિભાગની કામગીરી નિહાળવા પહોંચ્યા હોવાથી સૌ કોઈને ચોંકી ઉઠ્યા
  • ગૃહવિભાગનો ચાર્જ સભાળ્યા બાદ તરત જ એક્શનમાં આવ્યા઼

ગાંધીનગર : તાજેતરમાં મંત્રીમડળમાં નો રિપીટ થિયરી જોવા મળી હતી. જેમાં હર્ષ સંઘવીને ગૃહરાજ્ય પ્રધાનનો ચાર્જ મળ્યો છે. જો કે, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ગૃહવિભાગનો ચાર્જ સભાળ્યા બાદ એક્શનમાં આવી ગયા હતા. એક્શનમાં આવેલા યુવાપ્રધાન રવિવારના દિવસે પણ ગૃહવિભાગની કામગીરી નિહાળવા માટે ઓચિંતી મુલાકાત કરીને ગૃહ વિભાગને ચોંકાવી દીધા હતાં.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની મુલાકાત લીધી

પરિચય બેઠકમાં મહત્વની બાબતો પર ભાર આપવામાં આવ્યો

આ મિટિંગમાં રાજ્યના સરહદી વિસ્તારની સુરક્ષા સહિતના પ્રશ્નો અંગે માહિતગાર બન્યા હતા. પરિચય બેઠક અંગે વાત કરતા ગૃહપ્રધાન હર્ષસંઘવીએ જણાવ્યું હતું કે, મુલાકાતી ઓછી સંખ્યા હોવાને કારણે રવિવારે ગૃહવિભાગના ઉચ્ચ અધિકારી સાથે પરિચય બેઠક આયોજન કરવામાં આવી છે. આ સાથે તેમને આગામી સમયમાં કેવા પ્રકારના કાર્યોને પહેલા મહત્વ આપવું જોઈએ. પ્રજાલક્ષી કયા પ્રકારના પ્રશ્નો છે જેને પહેલા વાચા આપવાની જરૂરી છે, વગેરે બાબતોની તેમને આ મિટિંગમાં છણાવટ કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

તાજતેરમાં ATS એ કરેલા મોટા ઓપરેશનના વખાણ કર્યા

તાજતેરમાં ATS એ કરેલા મોટા ઓપરેશન અને ગુજસિટોક કાયદા અંતર્ગત અશરફ નાગોરીની ધરપકડની કામગીરી કરતા જવાનોને શુભેચ્છા પાઠવી હતી. આગામી સમયમાં ગૃહ વિભાગ આ રીતે જ સક્રિય થઇને કાર્યો કરશે તેની બાહેંધરી પણ તેમને આપી હતી. જો કે, રવિવારના દિવસે પણ ગૃહવિભાગની કામગીરી નિહાળવા પહોંચ્યા હોવાથી સૌ કોઈને આશ્ચર્ય થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.