દૂધસાગર ડેરીનો વિવાદ પહોંચ્યો ગાંધીનગર, ચૌધરી સમાજની ચીમકી કહ્યું- કાર્યવાહી નહીં થાય તો...

author img

By

Published : Jun 20, 2022, 2:29 PM IST

દૂધસાગર ડેરીનો વિવાદ પહોંચ્યો ગાંધીનગર, ચૌધરી સમાજની ચીમકી કહ્યું- કાર્યવાહી નહીં થાય તો...

મહેસાણા દૂધસાગર ડેરીમાં સામાન્ય સભામાં મારામારી (Mehsana Dudhsagar Dairy Controversy) થઈ હતી. ત્યારે મેઘજી પટેલના સમર્થનમાં (supporter of Meghji Patel) વિપુલ ચૌધરીએ ગાંધીનગર રેન્જ IGને લેખિત અને મૌખિક રજૂઆત (Vipul Chaudhri Written representation to the police) કરી હતી. સાથે જ અહીં સમાજના આગેવાનોએ એકઠા થઈને રેલી પણ કાઢી હતી.

ગાંધીનગરઃ મહેસાણા દૂધ સાગર ડેરીમાં યોજાયેલી સામાન્ય સભામાં મારામારીના દ્રશ્યો (Mehsana Dudhsagar Dairy Controversy) સર્જાયા હતા. આ ઘટનાને લઈને મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય ન આવતા આજે (સોમવારે) મેઘજી પટેલના સમર્થનમાં (supporter of Meghji Patel) મોટી સંખ્યામાં લોકો ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં વિપુલ ચૌધરીએ ગાંધીનગર રેન્જ IGને લેખિત અને મૌખિક રજૂઆત (Vipul Chaudhri Written representation to the police) કરી હતી. વિપુલ ચૌધરીએ સમાજના અનેક આગેવાનો એકઠા કરીને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવાની યોજના કરી હતી, પરંતુ પોલીસે ફક્ત 10 આગેવાનોને જ રેન્જ IGની ઓફિસે જવા દીધા હતા. જ્યારે સમગ્ર ફાર્મ હાઉસને પોલીસે કોર્ડન કરી લીધું હતું.

મહેસાણા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ

મહેસાણા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ - વિપુલ ચૌધરીએ મહેસાણા પોલીસ સમક્ષ (Mehsana Dudhsagar Dairy Controversy) આક્ષેપ કર્યા હતા કે, 14 જૂને દૂધસાગર ડેરીમાં સામાન્ય સભા મળી હતી. તેમાં બેઠકમાં કટકી જેવા આક્ષેપો મેઘજી પટેલે કર્યા હતા. આથી તેમની વિરુદ્ધ જૂથના લોકોએ મેઘજી પટેલ પર હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલો કરનારાને અત્યાર સુધી પોલીસે કોઈ પણ કાર્યવાહી કરી નથી. જ્યારે અમુક તત્વો દ્વારા મેઘજી પટેલ પર જીવલેણ હુમલો (Fatal attack on Meghji Patel) કરવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. આથી આજે રેન્જ આઈજીને લેખિતમાં આવેદનપત્ર (Vipul Chaudhri Written representation to the police) આપ્યું હતું.

આ પણ વાંચો- ભારત બંધના એલાનને લઈને સુરત પોલીસ સજ્જ, સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ

વિપુલ ચૌધરીના ફાર્મ હાઉસ પર પોલીસ બંદોબસ્ત - વિપુલ ચૌધરીએ સમાજના તમામ આગેવાનોને સાથે રાખીને ગાંધીનગર જઈને આવેદનપત્ર આપવા માટેનું (Vipul Chaudhri Written representation to the police) આયોજન કર્યું હતું, પરંતુ ફાર્મ હાઉસની બહાર પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમ જ કોઈ પણ રેલી સ્વરૂપે રેન્જ IGની કચેરી ના પહોંચે તે માટેની વ્યવસ્થા કરી હતી. જ્યારે વિપુલ ચૌધરી સહિત 10 જેટલા આગેવાનોને પોલીસની ગાડીમાં જ આવેદનપત્ર આપવા માટે લઈ જવામાં આવ્યા હતા..

આ પણ વાંચો- AMCની પ્રિમોન્સુન કામગીરી સામે કૉંગ્રેસનું 'નાટક'

CCTV હોવા છતાં પોલીસની કોઈ કાર્યવાહી નહીં - વિપુલ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ મહેસાણા પોલીસને સુપરત કરવામાં આવ્યા છે. તેમ છતાં પર CCTVના આધારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી નથી. જ્યારે ઉપયોગી 307ની કલમ દાખલ કરવામાં આવી છે, જે રદ કરીને મદદની કલમ લાવવામાં આવે. જ્યારે લાઈવ ફૂટેજમાં પણ ઢોરમાર મારનારા વ્યક્તિ સ્ટેજ પર દેખાઈ રહ્યા છે. પોલીસ તેવા લોકોની ધરપકડ કરે અને જો હવે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય તો અમે અહિંસક રીતે રેલી કાઢીને સભા કરીને જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપીશું જ્યારે વિસનગર અને પાટણ બંને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.