આજની કેબિનેટમાં લમ્પી વાઈરસ, લઠ્ઠાકાંડ, PM મોદીના પ્રવાસ સહિતના મુદ્દે થશે ચર્ચા

author img

By

Published : Aug 3, 2022, 8:23 AM IST

લમ્પી વાઈરસ, લઠ્ઠાકાંડ, PM મોદીના પ્રવાસ સહિતના મુદ્દે કેબિનેટમાં થશે ચર્ચા

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting) યોજાશે. આ બેઠકમાં લઠ્ઠાકાંડ, લમ્પી વાઈરસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ સહિતના અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને (CM Bhupendra Patel) આજે (3 ઓગસ્ટે) કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet Meeting) આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યે યોજાનારી આ બેઠકમાં મહત્વના મુદ્દાઓની વાત કરીએ તો, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડ તથા ભારે વરસાદના લીધે દક્ષિણ ગુજરાતમાં ખેતીનો સરવે, સૌરાષ્ટ્રના લમ્પી વાયરસ (Lumpy virus cases in the state) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત હર ઘર તિરંગા માટેની (Har Ghar Tiranga Abhiyan) પણ ખાસ તૈયારી કેબિનેટ બેઠકમાં કરાશે.

લમ્પી વાયરસ બાબતે ચર્ચા - સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના 20 જેટલા જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી વાયરસની અસર (Lumpy virus cases in the state) જોવા મળી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે વિસ્તારમાંથી લમ્પી વાયરસના કેસ સામે આવે તેમાં 5 કિલોમીટરની ત્રિજ્યાની અંદર રસીકરણ કરવાની (Vaccination for Animals) ખાસ સૂચના આપવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં આ લમ્પી વાયરસ ક્યારેય કન્ટ્રોલમાં (Lumpy virus cases in the state) આવશે. તે બાબતનો રિપોર્ટ પણ કેબિનેટ બેઠકમાં આપવામાં આવશે. જ્યારે પશુપાલન વિભાગ દ્વારા આ રોગને કન્ટ્રોલમાં કેવી રીતે કરી શકાય તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો- Lumpy virus in kutch : સીએમે ગાયોમાં લમ્પી વાયરસની સ્થિતિને લઇ બેઠક યોજી, કર્યાં આ નિર્ણયો

લઠ્ઠાકાંડ બાબતે તપાસ - 25 જુલાઈએ રાજ્યમાં લઠ્ઠાકાંડ (Botad Latha Kand Case) થયો હતો. તેમાં 60થી વધુ લોકોના દેશી દારૂ એટલે કે કેમિકલયુક્ત દારૂના સેવનથી મૃત્યુ (Gujarat Hooch Tragedy) થયા હતા. ત્યારે આ બાબતે કઈ રીતની તપાસ પહોંચી છે અને કેવી રીતે તપાસ કરવામાં આવી રહી છે. તે બાબતની પણ ખાસ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા નિવવામાં આવેલી કમીટી ના રિપોર્ટ બાબતની ચર્ચા પણ કેબીનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) આપવામાં આવશે.

PM મોદીના અમદાવાદના કાર્યક્રમ બાબતે ચર્ચા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) આવશે. ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક જ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. ઓગસ્ટના મહિનામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 7,000 ચરખા સાથેની વિશ્વનું સૌથી મોટું ચરખા પ્રદર્શન યોજશે. આ કાર્યક્રમ દરમિયાન દેશના ઉપરાષ્ટ્રપતિ પણ અમદાવાદમાં ઉપસ્થિત રહેશે. ત્યારે તમામ પ્રકારની તૈયારીઓની સમક્ષા પણ સમીક્ષા બેઠકમાં કરવામાં આવશે.

આ પણ વાંચો- આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના આગેવાનોએ CM સાથે અનેક મુદ્દા પર કરી ચર્ચા

દક્ષિણ ગુજરાતમાં ખેતી સરવે - દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના (Heavy Rain in South Gujarat) કારણે અનેક પ્રકારની નુકસાન થયું છે. જ્યારે ઊભા પાકને તથા આખે આખા ખેતરો પણ વરસાદના કારણે ધોવાઈ ગયા છે. તેવામાં દક્ષિણ ગુજરાતમાં તાત્કાલિક ધોરણે સરવે કરવાની રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ સરવેને કામગીરી ક્યાં સુધી પહોંચી અને ત્યાં સુધીમાં સરવે પૂર્ણ કરવામાં આવશે તે બાબતનો રિપોર્ટ પણ કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) રજૂ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.