Gujarat Gram Panchayat Election 2021: 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી

author img

By

Published : Nov 22, 2021, 5:59 PM IST

Gujarat Gram Panchayat Election 2021: 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી, જૂઓ વીડિયો

રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિનાના 3 જા સપ્તાહમાં 10,117 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Election of Gram Panchayats) યોજાશે. આજે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી અંગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહત્વની જાહેરાત (Election announcement) કરવામાં આવી છે. જેમાં 19 ડિસેમ્બરે મતદાન અને 21 ડિસેમ્બરે મતગણતરી જાહેર કરવામાં આવી છે. જોકે, આ વખતે બેલેટ પેપરથી મતદાન થશે. આ માટે ચૂંટણી પંચે સમગ્ર આયોજન કર્યું છે.

  • નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર
  • 10,117 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે
  • બેલેટ પેપરથી મતદાન કરાય તે માટે ચૂંટણી પંચેનું આયોજન

ગાંધીનગરઃ ગ્રામ પંચાયતની ચૂંટણીઓની (Election of Gram Panchayats) ઘણા સમયથી રાહ જોવાતી હતી. ચૂંટણી પંચે ડિસેમ્બરના 3 જા અઠવાડિયામાં ચૂંટણી માટે આયોજન કર્યુ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીને (Election of Gram Panchayats) લઈને સરકારે લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને ધ્યાનમાં લેતા આજે ચૂંટણીપંચ દ્વારા આ અંગે કરવામાં આવી છે. જેમાં આજથી આચારસાહિતા લાગુ પડશે. 19 ડિસેમ્બરે મતદાન, 20 ડિસેમ્બરે પુનઃ મતદાન અને 21 ડિસેમ્બરે મતગણતરી જાહેર કરવામાં આવી છે. તો 24 ડિસેમ્બરે આચાર સાહિતા પૂર્ણ થશે.

Gujarat Gram Panchayat Election 2021: 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી, જૂઓ વીડિયો

આ પણ વાંચો: BJP જનતા સાથે સંપર્કમાં રહેવા સતત કરી રહી છે યાત્રાઓ, સૌપ્રથમ 1988-89 કરાઈ હતી યાત્રા

1 લાખ જેટલા EVMની આ ચૂંટણીમાં જરૂર પડતી હોવાથી બેલેટ પેપરથી થશે મતદાન

આ ચૂંટણીમાં 27,085 મતદાન કેન્દ્ર પરથી મતદાન થશે. જેમાં 2,06,53,000 કરોડ મતદારો પૈકી 1.64 કરોડ પુરુષ અને 1.06 કરોડ સ્ત્રીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, એક લાખ જેટલા EVMની આ ચૂંટણીમાં જરૂર પડશે. આટલી મોટી સંખ્યામાં ચૂંટણી પંચ (Election Commission) પાસે EVMની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. અત્યાર પૂરતા આટલા EVM પણ હયાત નથી. તેના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે, બેલેટ પેપરથી ચૂંટણી થાય. એ પ્રકારનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને (Election of Gram Panchayats) લઈને જ તૈયારીઓ શરૂ કરી છે.

આ પણ વાંચો: Gujarat Gram Panchayat Election 2021: 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.