જિલ્લા-તાલુકામાં શિક્ષકોને લઈને રાજ્ય સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય, વિપક્ષની બોલતી બંધ થઈ જશે

author img

By

Published : May 23, 2022, 5:29 PM IST

જિલ્લા-તાલુકામાં શિક્ષકોને લીઈને રાજ્ય સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય, વિપક્ષની બોલતી બંધ થઈ જશે

રાજ્યમાં શિક્ષણનો (Gujarat Education) પ્રશ્ન સતત અને સખત ચર્ચામાં રહે છે. હવે શિક્ષણને લઈને સરકારે મોટું આયોજન (Education policies Re-designed by Govt) કર્યું છે. ચૂંટણી પહેલા સરકાર જે તે જિલ્લાઓમાં શિક્ષકોની એક ટીમ ઊતારવાની તૈયારીમાં છે. આ માટે સરકારે પ્લાનિંગ (Pre Planning to Solve teacher Staff Issue) કરી રાખ્યું છે. જે નવા સત્રમાં (Education Session 2022-2023) લાગુ થઈ શકે છે.

ગાંધીનગર: આમ આદમી પાર્ટી (Aam Admi Party Gujarat) અને કોંગ્રેસ પક્ષ (Gujarat Congress) તરફથી શિક્ષણના મુદ્દે અનેક વખત સરકારને ઘેરવામાં આવી છે. શિક્ષણને (Gujarat Education) લઈ સરકાર ઘણી વખત ટાર્ગેટ પર રહી છે. પણ હવે શિક્ષણ વિભાગને લઈને સરકારે કેટલુંક પ્લાનિંગ (Pre Planning to Solve teacher Staff Issue) કરી રાખ્યું છે. કોઈ પણ સંજોગોમાં વિપક્ષ શિક્ષણના મુદ્દે હાવી ન થઈ જાય એ માટે એક ખાસ પોલીસી (Education policies Re-designed by Govt) તૈયાર કરાઈ છે.

જિલ્લા-તાલુકામાં શિક્ષકોને લીઈને રાજ્ય સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય, વિપક્ષની બોલતી બંધ થઈ જશે
જિલ્લા-તાલુકામાં શિક્ષકોને લીઈને રાજ્ય સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય, વિપક્ષની બોલતી બંધ થઈ જશે

આ પણ વાંચો: મહિલાએ પાલતુ કૂતરા સાથે કર્યુ આ કૃત્ય, જાણીને તમને પણ થશે કે...

સરકારી આયોજન: શિક્ષણ વિભાગના એક સુત્ર એ જણાવ્યું હતું કે, અત્યારે 300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરાઈ છે. જે અંગે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. નવા સત્રમાં આ ટીમને જે તે જિલ્લા તથા ગામમાં મોકલાશે. જ્યાં શાળામાં એક જ શિક્ષક ત્યાં આ શિક્ષકોને રવાના કરાશે. પહેલા તબક્કામાં નવા શિક્ષકોની ફાળવણી કરાશે. જેથી હવે વિપક્ષને શાળામાં શિક્ષકની ઘટનો મુદ્દે નહીં મળે. જિલ્લામાં બદલીનો કેમ્પ પૂરો થયા બાદ જ્યાં ઘટ હશે ત્યાં નવા શિક્ષકો મૂકાશે. જેણે પાંચ વર્ષ સુધી જે તે શાળામાં ફરજ બજાવવી પડશે.

ટીમ તૈયાર થશે: તારીખ 14 માર્ચ 2020 બજેટ સત્રના બીજા દિવસે રાજ્ય સરકારે જ ખુલાસો કર્યો હતો કે રાજયની 700 જેટલી પ્રાથમિક શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં 84 જેટલી શાળાઓને શિક્ષણ વિભાગે તાળું મારી દીધું છે. આગામી ચૂંટણીમાં આ મુદ્દો ફરીથી સરકારના કાને ન પડઘાય એ માટે શિક્ષકોને લઈને સરકારે આ એક ચોક્કસ પ્રકારની પોલીસી તૈયાર કરી છે. જે નવા સત્રમાં લાગુ થવાની પૂરી શક્યતાઓછે. તબક્કા વાર યાદી તૈયાર કરીને જે તે જિલ્લાઓમાં શિક્ષકોને આપવામાં આવતી નિમણૂંકની યાદી પણ તૈયાર છે. એટલે શક્ય છે કે, ચૂંટણી પહેલા જે શાળામાં એક જ શિક્ષક છે ત્યાં એક આખી ટીમ તૈયાર થઈ જશે.

આ પણ વાંચો: ડ્રાઇવિંગ સ્કૂલને રોડ સેફટીના કાર્યમાં સામેલ કરો તો દેશમાં એક્સિડન્ટ રેટ 00 ટકા થશે : ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશન

કચ્છ બાજુ પસંદગી વધુ: જો શિક્ષકોની ઘટ બાબતની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ શિક્ષણને લઈ સરકારને ટોણા માર્યા હતા. ધારાસભ્ય રાજ્યના અલગ અલગ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક હોવા અંગેના પ્રશ્નો વિધાનસભાગૃહમાં કર્યા હતા ત્યારે જવાબમાં સામે આવ્યું હતું કે સૌથી વધારે કચ્છ જિલ્લામાં 100 જેટલી શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે. નવા તે 3300 શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે નવા શિક્ષકોને કચ્છ જિલ્લાની શાળાઓની જ ફાળવણી થઇ શકે છે. ટૂંકમાં કચ્છ જિલ્લો સરકારની પ્રાયોરિટીમાં રહેશે.

નવા ક્લાસરૂમ તૈયાર: શિક્ષણ મામલે સોશિયલ મીડિયા સાઈટ પર દિલ્હી અને ગુજરાત ભાજપના નેતાઓ સામસામે આવી ગયા બાદ પણ જળમૂળથી ચિત્ર બદલવા માટે પગલાં લેવાશે. શાળાના ઓરડાને પણ મુદ્દો બનાવી આક્ષેપબાજીનો ઓવરડોઝ શરૂ થયો હતો. એ ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા બજેટમાં થયેલ જોગવાઈઓ મુજબ નવા ઓરડાની કામગીરી શરૂ કરાઈ છે. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ, વર્લ્ડ બેન્કની ગ્રાન્ટ, મિશન એક્સીલન્સ ગ્રાન્ટ અને સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટ અંતર્ગત 17,000 જેટલા ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. આ માટે 20,000 કરોડ રૂપિયાનું બજેટ વાપરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.