ગુજરાત સરકાર દ્વારા વીજળીની બચત થઇ શકે એવી પહેલ, યાત્રાધામો કરશે હવે વીજ બચત અને આપશે આ સુવિધાઓ

author img

By

Published : Jun 18, 2022, 1:56 PM IST

Updated : Jun 18, 2022, 3:33 PM IST

ગુજરાત સરકાર દ્વારા વીજળીની બચત થઇ શકે એવી પહેલ, યાત્રાધામો કરશે હવે વીજ બચત

ગુજરાતના પવિત્ર યાત્રાધામમાં દર્શનાર્થીની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જયારે આ તમામ યાત્રાધામ પર વીજળીનો વપરાશ(Consumption of electricity on pilgrimage) પણ વધ્યો છે. આ સાથે સાથે વીજળીના દરમાં(Increase in electricity rates) પણ વધારો થતા યાત્રાધામો સોલાર રૂફટોપ તરફ વળ્યાં છે. જેથી યાત્રાધામોને સોલાર યોજનાને વધુ આગળ વધારવા માટે ગુજરાત સરકાર સોલાર પેનલ લગાવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગર: ગુજરાતના પવિત્ર યાત્રાધામમાં દેશ અને વિદેશથી અનેક લોકો આવતા હોય છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામનો મહિમા પર અનેરો છે, ત્યારે જે રીતે વર્તમાન સમયમાં વીજળીના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હવે રાજ્યના તમામ યાત્રાધામ પર સોલાર રૂફટોપ સિસ્ટમ છેલ્લા બે વર્ષથી અમલીકરણ કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ આગળ વધારવા માટે વધારાની સોલાર પેનલ લગાવવાનો નિર્ણય(Gujarat government Decision) પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આમ છેલ્લા ત્રણ વર્ષની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કુલ 349 જેટલા ધાર્મિક સ્થળોએ સોલાર પેનલ સિસ્ટમ મૂકવામાં આવી છે. જેથી 300 કરોડ રૂપિયાની વીજળીની બચત પણ થઈ છે.

સોમનાથ મંદિર
સોમનાથ મંદિર

આ પણ જાણો: શું યાત્રાધામ પર દર્શન કરવા થશે પહેલા કરતા પણ ખૂબ સરળ અને સુવિધાજનક ?

કેટલા મંદિરોએ લીધો લાભ - ગુજરાતના આઠ પવિત્ર યાત્રાધામના રાજ્ય સરકાર દ્વારા સોલાર પેનલ ઇન્સ્ટોલ(Solar panel installed) કરવામાં આવી છે. જેથી યાત્રાધામનું જે વીજ બાબતની માંગ છે. તે સીધી રીતે સંતોષી શકાય ત્યારે આઠ યાત્રાધામ ઉપરાંત રાજ્યના કુલ 349 જેટલા મંદિરો અને ધાર્મિક જગ્યા ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેમાં કુલ 3889 કિલો વોટ વીજળી ક્ષમતા સાથે વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જ્યારે વર્ષ 2018થી વર્ષ 2021 સુધીમાં યાત્રાધામ વિકાસ બોર્ડ(Pilgrimage Development Board) દ્વારા 283.86 લાખના ખર્ચ કરીને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. હજુ પણ રાજ્ય સરકાર દ્વારા આવનારા દિવસોમાં તમામ યાત્રાધામ વાર્ષિક અંદાજે વધારાનો 115.60 લાખની વીજ બચત કરવાનો ટાર્ગેટ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

દ્વારરા મંદિર
દ્વારરા મંદિર

70:30ની સ્કીમ - યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું કે, આ સંપુર્ણ સ્કીમ 70:30 પ્રમાણના ખર્ચે તૈયાર કરવામાં આવે છે. જેમાં 70 ટકા ખર્ચ રાજ્ય સરકાર તરફથી પૂરો પાડવામાં આવે છે અને 30 ટકા જેટલો ખર્ચ જે તે યાત્રા ધામ મંદિર તરફથી ખર્ચ ઉઠાવવામાં આવે છે. આમ ભાગીદારી કરીને વીજળીની બચત કરીને વીજ ઉત્પાદન કરવામાં આવે છે.

રાજ્યના તમામ યાત્રાધામ પર સોલાર રૂફટોપ સિસ્ટમ છેલ્લા બે વર્ષથી અમલીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યના તમામ યાત્રાધામ પર સોલાર રૂફટોપ સિસ્ટમ છેલ્લા બે વર્ષથી અમલીકરણ કરવામાં આવ્યું છે.

યાત્રાળુઓને ફ્રી વાઇફાઇ ઝોન સુવિધાઓ - ટેકનોલોજીના સમયમાં અત્યારે તમામ વ્યક્તિઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જ્યારે તેઓ કોઈ પ્રવાસન સ્થળ ઉપર અથવા તો બહાર ફરવા જાય છે. ઇન્ટરનેટ ખૂબ જ જરૂરી બની જાય છે. રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામોને વાઇફાઇથી સજ્જ કરવામાં આવશે. આ બાબતે પણ એક એજન્સી દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે કે, શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ દર્શન કર્યા બાદ કયાં સ્થળ ઉપર વધારે ભેગા થાય છે. તેવા સ્થળોને આઈડેન્ટિફાય કરીને તે સ્થળ પર વાઇફાઇ નેટવર્ક(Free Wifi network Service ) રાખવામાં આવશે.

આ પણ જાણો: Development work to change the history of Pavagadh : 137 કરોડના ખર્ચે શી સુવિધાઓ વિકસાવાઇ જૂઓ

550 જેટલા CCTV લાગશે - જે રીતે ગુજરાતના યાત્રાધામોમાં લોકો દેશ-વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી દર્શનાર્થે આવે છે. તેને ધ્યાનમાં લઈને લોકોની સુરક્ષા અને સલામતીના ધ્યાન રૂપે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના આઠ મહત્વના યાત્રાધામ જેવા કે દ્વારકા સોમનાથ અંબાજી માતાનો મઢ કચ્છ મહાકાળી મંદિર પાવાગઢ જેવા સ્થળો પર CCTV પ્રોજેક્ટ પણ અમલીકરણ કરવામાં આવશે. આ બાબતે અત્યારે એક ખાનગી એજન્સી દ્વારા સર્વે ચાલી રહ્યો છે. જ્યારે કેમેરાની વાત કરવામાં આવે તો આ સંપૂર્ણ નાઇટ વિઝન HD કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે. જે 360 degreeમાં ફરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને કેમેરામાં કેદ કરશે.

Last Updated :Jun 18, 2022, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.