Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 કેસો, હજુ પણ 284 એક્ટિવ કેસો

author img

By

Published : Nov 28, 2021, 10:53 PM IST

Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 કેસો, હજુ પણ 284 એક્ટિવ કેસો

આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી (Gujarat Corona Update)માં રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કોરોનાના 26 કેસો નોંધાયા છે. રાજ્યના કોર્પોરેશન જેવા કે અમદાવાદ કોર્પોરેશનમાં દિવાળી બાદ ધીમે ધીમે કેસો ઓછા થઈ રહ્યા છે. આજે સિંગલ ડીજીટમાં કોરોના કેસો અમદાવાદમલ સહિતના તમામ કોર્પોરેશન અને જિલ્લામાં નોંધાયા હતા.

  • અમદાવાદમાં 04, સુરતમાં 05 અને વડોદરામાં 06 કેસો
  • રવિવારે 1.43 લાખને વેક્સિન અપાઈ
  • અત્યાર સુધી 8 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર (Corona second wave in gujarat) બાદ કોરોનાના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો હતો, પરંતુ દિવાળી બાદ ચિંતાજનક કેસોના આંકડાઓ (Gujarat Corona Update) સામે આવ્યા હતા. ત્યારે 28 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 30થી ઓછા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 33 લોકોને હોસ્પિટલમાંથી નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો 25થી વધુ જિલ્લાઓમાં જીરો કેસો કોરોનાના નોંધાયા છે. બીજી બાજુ હજુ પણ 284 એક્ટિવ કેસો છે.

કોર્પોરેશન વિસ્તારમાં 15થી વધુ કેસો

કોરોનાના કેસો કોર્પોરેશન વિસ્તારમાં દિવાળી બાદ વધતા જોવા મળ્યા હતા. અમદાવાદમાં કોરોના કેસો ચિંતા જનક રીતે વધ્યા હતા, પરંતુ આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 6, કચ્છમાં 5 એમ સિંગલ ડીજીટમાં કેસો નોંધાયા છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી અન્ય જિલ્લાઓમાં કેસો નહિવત પ્રમાણમાં જોવા મળ્યા હતા. કેટલાક જિલ્લામાં સિંગલ ડીજિટમાં કેસો નોંધાયા હતા. જો કે સારવાર દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

8 લાખથી વધુ નાગરિકોનું વેક્સિનેશન

રવિવારે વેક્સિન પ્રક્રિયા ધીમી જોવા મળે છે. આજે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 1,43,050ને કોરોના રસીના ડોઝ અપાયા છે. ગુજરાતમાં 18થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 13,556 લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 92 હજારથી વધુને બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 8,00,23,305 નાગરિકોનું વેક્સિનેશન (Vaccination in gujarat) કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જામનગર જિલ્લાનાં ગામડાઓમાં એક જ દિવસમાં 17,102 લોકોને અપાઇ વેક્સિન

વર્તમાન સ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 284 જેટલા એક્ટિવ કેસ (Active case in gujarat) છે. જેમાં 04 વેન્ટિલેટર પર અને 280 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,092 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,17,032 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Omicron Variant in India: દેશમાં વધુ એક ઘાતક વેરિયન્ટનું જોખમ, બાળકોને ત્વરિત રસી આપવાની તબીબોની તાકીદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.