Gujarat Cabinet Meeting : પીવાનું પાણી પહોંચાડવા સહિતના પ્રધાનમંડળ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

author img

By

Published : Apr 27, 2022, 5:26 PM IST

Gujarat Cabinet Meeting : પીવાનું પાણી પહોંચાડવા સહિતના પ્રધાનમંડળ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની પરિસ્થિતિને લઇને રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) ગંભીર ચર્ચાઓ (Water crisis in Gujarat )કરવામાં આવી હતી. બેઠકની ફળશ્રુતિરુપે શા નિર્ણય સામે આવ્યાં તે જાણો આ અહેવાલમાં.

ગાંધીનગર- રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ (Government Spokesperson Minister Jitu Vaghani)જણાવ્યું હતું કે, પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં (Drinking water distribution system )મળી રહે તેમજ પશુઓને પણ ઘાસચારો તેમજ પાણી(Water crisis in Gujarat ) ઉપલબ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે (Gujarat Cabinet Meeting) આયોજન કર્યું છે.

કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપતાં જીતુ વાઘાણી

મોરબીના બ્રહ્માણી - 2 ડેમમાં નર્મદાનું પાણી -આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં લીધેલા મહત્વના નિર્ણયોની (Gujarat Cabinet Meeting) વિગતો આપતા જીતુ વાઘાણીએ (Government Spokesperson Minister Jitu Vaghani)કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે 2075 MLD નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બ્રહ્માણી-2 જળાશયમાં પાણીનું લેવલ ઘટતા, તેમાંથી પાણીનો ઉપાડ 180 MLDથી ઘટીને 10 થી 15 MLD થયેલ છે. જેના માટે રાજ્ય સરકારે બ્રહ્માણી-2 જળાશયને નર્મદાના પાણીથી ભરવાનો (Drinking water distribution system )નિર્ણય કર્યો છે. આ માટે તા. 25 એપ્રિલ-2022 થી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના થકી બ્રાહ્મણી-2 જળાશય ભરવામાં આવશે.

કચ્છ માટે આયોજન - કચ્છ જિલ્લામાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત એવા ટપ્પર જળાશયમાં પણ જરૂરિયાત જણાયે આગામી સમયમાં કચ્છ શાખા નહેર દ્વારા નર્મદાના પાણીથી ભરવાનું આયોજન છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા જળાશયને પણ નર્મદા મુખ્ય નહેર ઉપરના ચાંગા પામ્પિંગ સ્ટેશનથી ભરવા માટેનું આયોજન છે. સીપુ જળાશય આધારિત ગામોને દાંતીવાડા જળાશય આધારિત યોજના સાથે (Summer 2022 in Gujarat )જોડી દેવામાં આવેલ છે. આમ, દાંતીવાડા જળાશય ભરાતા સીપુ જળાશય આધારિત ગામોમાં પૂરતું પાણી (Water crisis in Gujarat )મળી રહેશે.

પીવાના પાણીની તકલીફ સાંભળવા હેલ્પલાઇન - જીતુ વાઘાણીએ (Government Spokesperson Minister Jitu Vaghani)જણાવ્યું હતું કે, રાજ્યમાં પીવાના પાણીની ફરિયાદોના નિકાલ માટે 24×7 ટેલ ફ્રી હેલ્પલાઇન નંબર 1916 કાર્યરત છે. પીવાના પાણી સંદર્ભે જે પણ ફરિયાદો આવે તેનુ નિરાકરણ કરવા મુખ્યપ્રધાને સૂચનાઓ આપી છે. ગ્રામ્યકક્ષાએ પાણી સમિતિ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરીને કામગીરી કરાશે.

આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અને પાણીની પરિસ્થિતિ અંગે થશે મહત્વની ચર્ચા

પશુઓ માટે ચારાનું આયોજન -જીતુ વાઘાણીએ (Gujarat Cabinet Meeting) જણાવ્યું હતું કે, મુંગા પશુઓને પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે એ માટે મહેસૂલ વિભાગ દ્વારા પૂરતું આયોજન કરાયું છે. કચ્છ જિલ્લાના લખપત અને ભુજ તાલુકામાં ઘાસચારાની માંગણી આવી છે એ સંદર્ભે પુરતી વ્યવસ્થાઓ કરી છે. તેમજ અન્ય જગ્યાએ જેમ-જેમ માંગણી આવશે તેમ-તેમ ઘાસચારો પૂરો પાડવામાં આવશે.

જળસંચયના કાર્યો -પ્રવકતાપ્રધાને (Government Spokesperson Minister Jitu Vaghani)જણાવ્યું હતું કે, રાજ્યમાં જળસંગ્રહ થાય એ માટે પ્રતિ વર્ષ સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો અને જળાશયો ઊંડા કરવા સહિત કેનાલ સફાઈના કામો હાથ ધરાઇ રહ્યા છે. આ વર્ષે પણ 18,700 જેટલા કામો હાથ ધરાયા છે. તે તમામ કામો આગામી તા.31 મે સુધી પૂર્ણ કરવા સૂચના ( Drinking water distribution system ) આપી દેવાઇ છે.

ડુંગળીના ભાવમાં રૂ 2નો વધારો - પ્રવક્તાપ્રધાને (Gujarat Cabinet Meeting) ઉમેર્યું હતું કે, ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કિલો દીઠ રૂ. 2 ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધતા બજારમાં તેની આવક સમયે ભાવ શરૂઆતથી જ ગત વર્ષ કરતાં નીચા રહ્યા છે તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. રાજ્યમાં તા. 01 એપ્રિલ-2022 થી તા. 30 એપ્રિલ 2022 સુધીમાં અંદાજે 50 કિલોના 45 લાખ કટ્ટા વેચાણ માટે APMC ખાતે આવવાની સંભાવના છે. ત્યારે 2250 લાખ કિલોના રૂપિયા બે લેખે 45 કરોડ જેટલી સહાય ચૂકવાશે.

આ પણ વાંચોઃ Water crisis in Gujarat : રાજ્યમાં કુલ 206 ડેમમાં હવે કેટલું પાણી ઉપલબ્ધ છે? જાણો પાણીની પળોજણ

ખેડૂતો માટે વ્યાજની સુવિધા - રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાય માટે રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધારાનું રૂ. 135 કરોડનું રિવોલ્વીંગ ફંડ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સમયસર ધિરાણ પરત ભરપાઈ કરતા ખેડૂતોને રૂ.03 લાખ સુધીનું પાક ધીરાણ વિના વ્યાજે આપવામાં આવે છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ક્રમશઃ 04 ટકા અને 03 ટકા વ્યાજ સહાય અપાય છે.

ગુજરાતને બે એવોર્ડ -પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એકસેલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન-2021 ઇનોવેશન કેટેગરીમાં (Prime Minister's Award for Excellence in Public Administration-2021)દેશના સૌપ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રને ટીમ ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન ઓફ સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઈન ગુજરાત થ્રુ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાતને એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન દ્વારા પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એકસેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન-2020 એવોર્ડ મળ્યો છે. જેમાં બેસ્ટ પર્ફોમન્સ ટીમ ફોર પ્રમોટિંગ પીપલ્સ મૂવમેન્ટ જનભાગીદારી થ્રુ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ઓફ મહેસાણાની પસંદગી થઈ છે.

ચોમાસુ બેસે તે પહેલાં માળખાકીય કાર્ય પૂરું કરવા સૂચન -પ્રવકતાપ્રધાને (Gujarat Cabinet Meeting) ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અંદાજપત્ર રજૂ કરાયું છે. જે અંતર્ગત 98 ટકા જેટલી ચાલુ બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે જ્યારે, 90 ટકા જેટલી નવી બાબતો મંજૂર કરી છે તે અંગે પણ સત્વરે નીતિવિષયક નિર્ણયો લઈને આ કામો શરૂ કરાશે. એટલું જ નહીં. માળખાગત સુવિધાઓ સહિત માર્ગોના કામો પણ ચોમાસુ બેસે એ પહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.