Exam Fever 2022 : ITIમાં ઓનલાઇન એડમિશન મેળવવાની પ્રક્રિયા વિશે જાણો...

author img

By

Published : May 9, 2022, 8:54 PM IST

Exam Fever 2022

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર(Good news for students) સામે આવ્યા છે. ITIમાં એડમિશન(online admission in ITI) મેળવવું હવે સરળ બની રહ્યું છે. વિદ્યાર્થીઓને એડમિશન લેવા માટે એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું(ITI Information Portal launched) છે, જેમાં તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે. આ વખતે કેટલાક કોર્ષ બંઘ પણ કરવામાં આવ્યા છે, જેની વિગતોનો પણ આપી છે.

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક સત્રનો જૂન મહિનામાં પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે ઓગસ્ટ માસમાં કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામક રોજગાર અને તાલીમ સંસ્થાના(Department of Skill Development and Employment) શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્રણ મહિના પહેલા જ રાજ્ય સરકારે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. ITIમાં અભ્યાસ ક્રમ અને એડમિશન લેવા માટે ઉમેદવારોએ ફરજિયાત ઓનલાઇન એડમિશન(process of getting online admission in ITI) લેવું પડશે તે બાબતે આજે રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ ઓનલાઇન એડમિશનનું પોર્ટલ પણ લોન્ચ કર્યું છે.

Exam Fever 2022

કેટલી બેઠકો ભરવામાં આવશે - 2 કોર્સ બંધ કરવામાં આવ્યા પ્રવેશોત્સવ 2022 દરમિયાન રાજ્યની વિવિધ સરકારી ITI ખાતે કુલ ૫૨ ટ્રેડની લોકપ્રિય બેઠકો રદ કરવાનો નિર્ણય પણ કર્યો છે. બંધ કરેલી બેઠકની સામે કુલ 54 ટ્રેડની 5,708 જેટલી લોકપ્રિયતા અને બેઠકો નવી દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકારની સરકારી ITI માં કુલ 1,77,776 બેઠકોની ક્ષમતા કરવામાં આવી છે. પ્રવેશસત્ર 2022 દરમિયાન સરકારી 1,28,284 બેઠકો, ગ્રાન્ટ ઇન એડ 11,112 બેઠકો અને સ્વ નિર્ભરમાં 17,472 બેઠકો મળી કુલ 1,56,868 બેઠકો ભરવામાં આવશે, જ્યારે દર વર્ષે અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓ ITIના પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરે છે જે પૈકી લગભગ 1,20,000 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલ છે જ્યારે iti online admission સિસ્ટમથી આ તમામ વિદ્યાર્થીઓને લાભ મળશે અને તમામ બેઠકો પર પણ શકાશે.

ક્યાં અભ્યાસક્રમ ઉમેરવામાં આવ્યા - આ વખતે અભ્યાસક્રમમાં મિકેનિકલ ઈલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રિકલ પાવર ડિસ્ટ્રીબ્યુશન, ફ્રન્ટ ઓફિસ એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ઇન્ટિરિયર ડિઝાઇન એન્ડ ડેકોરેશન, સોફ્ટવેર પ્રોગ્રામ એન્ડ ટેસ્ટિંગ, વેરહાઉસ ઇન્વેન્ટરી લોજિસ્ટિક આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર પ્રોગ્રામ નેટવર્ક ટેકનિશિયન, એડવાન્સ સીએનસી મશીનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ક્યાં કોર્ષ રદ કરવામાં આવ્યા - નવા અભ્યાસક્રમ માંથી મોટર રિવાઇન્ડીગ, સર્ટિફિકેટ સોફ્ટવેર પ્રોગ્રામ, સર્ટીફિકેટ કોર્સ ઇ કોમર્સ, પેઈન્ટર, પ્લમ્બર, મેકીનીકલ ડીઝલ, સ્માર્ટફોન ટેક્નિશિયન જેવા કોર્ષ માંથી બાકાત કરવામાં આવેલ છે.

આવી રીતે આવેદન પત્ર ભરી શકાશે - પ્રવેશ પ્રક્રિયા થયા પછી એની વાત કરવામાં આવે તો જેમાં સૌ પ્રથમ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઇન પ્રવેશફોર્મ 15 જૂન સુધી રજિસ્ટ્રેશન ફી સાથે સબમીટ કરવાનું રહેશે. દિવ્યાંગ ઉમેદવારોને 10 જૂનથી 14 જૂન સુધી સર્ટીફીકેટ ઈસ્યુ કરવાની તારીખ પણ આપવામાં આવી છે. મેરીટ લીસ્ટ અને આખરી બેઠકો પ્રસિદ્ધ કરવાની તારીખ 18 જૂન રાખવામાં આવી છે. ૧ ઓગસ્ટથી પ્રવેશ સત્ર શરૂ કરવામાં આવશે આમ આ સમગ્ર પ્રવેશની કામગીરીમાં ટોટલ બે રાઉન્ડ કરવામાં કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.