ડિજિટલ ડૉક્ટર હેલ્થ પોડ સેવાનો લાભ લઇ શકશે સોમનાથ મહાદેવના ભક્તો, જાણો શી છે આ મશીનની ખાસિયતો

author img

By

Published : Sep 1, 2022, 9:31 PM IST

ડિજિટલ ડૉક્ટર હેલ્થ પોડ સેવાનો લાભ લઇ શકશે સોમનાથ મહાદેવના ભક્તો, જાણો શી છે આ મશીનની ખાસિયતો

સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે. કેનેડાના મુકુંદ પુરોહિત પરિવારે માનવ કલ્યાણ સ્વાસ્થ્ય રક્ષાના ભાવથી સોમનાથ ટ્રસ્ટને ભેટરૂપે ડિજિટલ ડૉક્ટર હેલ્થ પોડ અર્પણ કર્યુ હતું. તેમણે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનને આ ભેટ અર્પણ કરી હતી. Digital Doctor Health Pod Gift to Somnath Mahadev Temple Sep 2022, Canadian Mukund Purohit family Charity

ગાંધીનગર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને હસ્તે સોમનાથના યાત્રિકો માટે અર્પણ કરાયેલા ડિજિટલ ડૉક્ટર હેલ્થ પોડ મશીન ( Digital Doctor Health Pod )દ્વારા પાંચ જ મિનિટમાં ઇસીજી સહિત 20થી વધારે મેડિકલ રિપોર્ટ મળી શકશે. બોડી માસ ઇન્ડેક્સ બ્લડપ્રેશર બોડી સેલ માસ મીનરલ કન્ટેન્ટ પ્રોટીન કન્ટેન્ટ જેવા રિપોર્ટ પણ ઝડપથી ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના (Gift to Somnath Mahadev Temple) દર્શન માટે આવનારા ભક્તો હવે વધુ એક નવતર સુવિધા ડિજિટલ ડૉક્ટરનો લાભ આના દ્વારા મેળવી શકશે.

ડિજિટલ ડૉક્ટર હેલ્થ પોડ મશીનની મુખ્ય ખાસિયત છે કે તે બેઠા બેઠા જ વ્યક્તિનો ઇસીજી કાઢી લે છે
ડિજિટલ ડૉક્ટર હેલ્થ પોડ મશીનની મુખ્ય ખાસિયત છે કે તે બેઠા બેઠા જ વ્યક્તિનો ઇસીજી કાઢી લે છે

કેનેડિયન પરિવારની સોમનાથદાદાને ભેટ સોમનાથ ટ્રસ્ટને આ હેતુસર ડિજિટલ ડૉક્ટર હેલ્થ પોડ મશીન અદ્યતન હેલ્થ પોડ-ડિજિટલ ડૉક્ટર મશીન કેનેડિયન મુકુંદ પુરોહિત પરિવાર દ્વારા ભેટ ( Canadian Mukund Purohit family Charity )આપવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Pate) ની ઉપસ્થિતિમાં દાતા મુકુંદભાઇ પુરોહિતે આ મશીન સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરતો પત્ર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરી, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઇને ગાંધીનગરમાં અર્પણ કર્યા હતાં. મુખ્યપ્રધાને પુરોહિત પરિવારના આ માનવ આરોગ્ય કલ્યાણલક્ષી અભિગમની સરાહના કરી હતી.

આ પણ વાંચો સોમનાથ મંદિરમાં ભક્તોએ વરસાવ્યો દાનનો વરસાદ, જાણો કેટલું મળ્યું દાન

શી છે મશીનની ખાસિયત આ ડિજિટલ ડૉક્ટર હેલ્થ પોડ મશીનની મુખ્ય ખાસિયત છે કે તે બેઠા બેઠા જ વ્યક્તિનો ઇસીજી કાઢી લે છે અને તે પણ ફકત 5 મિનિટથી પણ ઓછા સમયમાં. આ મશીનથી બોડી માસ ઇન્ડેક્સ બ્લડપ્રેશર, બોડી સેલ માસ બોડી ફેટ માસ બોડી મીનરલ કન્ટેન્ટ મીનરલ એન્ડ પ્રોટીન કન્ટેન્ટ વીસકેરાલ ફટન્ડ અને બીજા અન્ય રિપોર્ટ આપે છે.

આ પણ વાચો સોમનાથ જ્યોર્તિલીંગના ઓનલાઈન દર્શન કરતા ભાવિકોની સંખ્યા કરોડને પાર

કઇ રીતે કામ કરે છે મશીન આ મશીન ટેલિમેડિસિન સાથે જોડાયેલું છે. જેનાથી દર્દીનો રિપોર્ટ આવતાની સાથે જ તે પેનલ પર રહેલા એક્સપર્ટ ડૉક્ટર્સની સાથે એક ક્લિકથી વાત કરી શકે છે અને ડૉક્ટર રિપોર્ટ જોઇને દવા પ્રીસ્ક્રાઇબ કરે છે. આ મશીન સાથે જોડાયેલ ડાયેટિશિન ડૉક્ટર દર્દીનો ડાયટ ચાર્ટ બનાવી મોકલે છે. આ મશીન દ્વારા પ્રાપ્ત થયેલ રિપોર્ટ દર્દીને તેના ઇમેઇલ પર અને વોટ્સઅપ પર પણ મળે છે. ઇમેઇલ પર દર્દીના દરેક રિપોર્ટની ડિટેઇલ્સ મોકલવામાં આવે છે. આ મશીન અત્યંત આધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી જોડાયેલ છે.

રિપોર્ટ ક્લિનીકલી માન્ય છે ડિજિટલ ડૉક્ટર હેલ્થ પોડ મશીન દ્વારા નીકળતા દરેક રિપોર્ટ ક્લિનીકલી માન્ય છે એટલું જ નહીં, આઉટપુટ તથા વિડીઓ કોન્ફરન્સની સુવિધા ધરાવતું મશીન જે 4 ઇંચના થર્મલ પ્રિન્ટર, પેમેન્ટ ગેટવે સાથે જોડાયેલ છે. બાયોમેટ્રિક લોગીન, બારકોડે રીડર, સ્માર્ટકાર્ડ પેમેન્ટ અને બીજી અનેક પ્રકારની સુવિધાથી સજ્જ આ મશીન અંદાજે રૂપિયા 10 લાખની કિંમત ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.