Happy Birthday Nitin Patel : મહેસાણામાં પટેલે પાવર બતાવી ટિકિટની નોંધાવી દાવેદારી

author img

By

Published : Jun 22, 2022, 2:53 PM IST

Happy Birthday Nitin Patel : મહેસાણામાં પટેલે પાવર બતાવી ટિકિટની નોંધાવી દાવેદારી

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના આજે (Happy Birthday Nitin Patel) 66 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે નીતિન પટેલનો પોતાના મત વિસ્તારમાં (Rally in Mehsana) મહારેલીનું આયોજન કરીને આવનારી ચૂંટણી માટે ટિકિટની દાવેદારી નોંધાવી છે. આ રેલીમાં સી.આર. પાટીલ તેમજ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા.

ગાંધીનગર : રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો આજે જન્મદિવસ છે, ત્યારે નીતિન પટેલે પોતાના વિધાનસભા વિસ્તારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ આડકતરી રીતે ટીકીટની દાવેદારી નોંધાવી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યકક્ષાના ઉદ્યોગપ્રધાન વિશ્વકર્માની હાજરીમાં નીતિન પટેલે મહેસાણામાં શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. જ્યારે જન્મ દિવસ નિમિતે સામાજિક કાર્ય સહિત રક્તદાન કેમ્પનું (Nitin Patel Birthday Program) પણ આયોજન કર્યુ હતું. નિતીન પટેલ 66 વર્ષના થયાં છે.

મહેસાણામાં નીતિન પટેલ જન્મદિવસ પર શક્તિ પ્રદર્શન

હજારો લોકો જોડાયા રેલીમાં - રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ધારાસભ્ય નીતિન પટેલે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે મહેસાણામાં પોતાના મત વિસ્તારમાં (Rally in Mehsana) મહારેલીનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીઓને હજુ છ મહિનાની વાર છે, ત્યારે તે પહેલાં જ નીતિન પટેલે પોતાના મતવિસ્તારમાં શક્તિ પ્રદર્શન કરીને ટિકિટની ફરીથી દાવેદારી નોંધાવી છે. મળતી માહિતી મુજબ આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં નીતિન પટેલને ટિકિટ નહીં મળે તેવી પણ શક્યતા જે ત્યારે આગોતરા આયોજન રૂપે નીતિન પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે વિધાનસભા વિસ્તારમાં મહા રેલી યોજીને એક શક્તિ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો : હાર્દિકના ભાજપ આગમન અંગે નીતિન પટેલ નારાજ કે ખુશ, તેઓ શું બોલી ગયાં?

હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કર્યું - ભાજપના મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે મહેસાણાની હોસ્પિટલમાં દર્દીઓને વિતરણ કર્યું હતું. જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો નીતિન પટેલ રેલી સીધી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. હોસ્પિટલમાં દર્દીઓનું વિતરણ કર્યા બાદ હોસ્પિટલના મુખ્ય દરવાજેથી જ ફરીથી રેલીનો (Demonstrated Strength in Mehsana) પ્રારંભ કર્યો હતો અને ત્યારબાદ સભાસ્થળે સંબોધન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મહેસાણાના આગેવાનો પાટીદાર સમાજના અગ્રણીઓ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ઉદ્યોગપ્રધાન જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : Panchayat Mahasammelan 2022: આ કોઈ ચૂંટણીલક્ષી સંમેલન નથી, પંચાયત મહાસંમેલનને લઇને બોલ્યા નીતિન પટેલ

સચિવાલયમાં આપવામાં આવ્યું હતું આમંત્રણ - જન્મદિવસની ઉજવણી પહેલાં નીતિન પટેલ આગેવાનો દ્વારા સચિવાલયમાં ભુપેન્દ્ર પટેલના તમામ કેબિનેટ અને રાજ્ય કક્ષાના પ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ, તમામ પ્રધાનો અલગ-અલગ જિલ્લામાં હોવાના કારણે પહોંચ્યા નથી. જ્યારે ફક્ત રાજ્યકક્ષાના ઉદ્યોગ પ્રધાન જગદીશ વિશ્વકર્મા જે નીતિન પટેલના જન્મદિવસે (Happy Birthday Nitin Patel) મત વિસ્તારમાં પહોંચ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.