Corona Update in Gujarat : નવા કેસોની રોકેટગતિ, અમદાવાદમાં 229 પોઝિટિવ કેસ સહિત જાણો રાજ્યની સ્થિતિ

author img

By

Published : Jul 2, 2022, 9:42 PM IST

Corona Update in Gujarat : નવા કેસોની રોકેટગતિ, અમદાવાદમાં 229 પોઝિટિવ કેસ સહિત જાણો રાજ્યની સ્થિતિ

ગુજરાતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર પછીની શાંતિનો સમય હવે પૂરો થવા જઇ રહ્યો હોય એમ છેલ્લાં કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં વધારો (Corona Update in Gujarat ) જોવા મળી રહ્યો છે. આ સપ્તાહમાં નવા પોઝિટિવ કેસોનો આંકડો 500ની સતત ઉપર નોંધાઇ રહ્યો છે ત્યારે આજે પણ છેલ્લા 24 કલાકનો આંકડો 500 કેસોની ઉપર જ આવ્યો છે. જૂઓ અહેવાલ.

ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં હવે રોકેટગતિનો ઉછાળો (Corona Update in Gujarat ) જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 580 જેટલા પોઝિટિવ કેસ (Corona Positive Cases Rises ) સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 3478 થયા(Corona Active Cases in Gujarat) છે. પરંતુ વેન્ટિલેટર ઉપર 03 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 3478 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,947 મૃત્યુ નોંધાયા છે, આજે 391 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.

આ પણ વાંચોઃ Corona case in Rajkot: શહેરમાં કોરોના કેસમાં વધારો થતા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવા સૂચન

કયા કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા - નવા કોરોના પોઝિટિવ કેસોમાં (Corona Update in Gujarat ) જોઇએ તો અમદાવાદમાં 229 (229 positive cases in Ahmedabad ), સુરત કોર્પોરેશન 87,બરોડા કોર્પોરેશન 33,જામનગર કોર્પોરેશન 1, ગાંધીનગર કોર્પોરેશન 20,રાજકોટ કોર્પોરેશન 07,ભાવનગર કોર્પોરેશન 11,મહેસાણા 29 ,વલસાડ 23 ,કચ્છ 19 , નવસારી 19,સુરત 19 ,ગાંધીનગર 11 ,પાટણ 08, અમદાવાદ 07,મોરબી 07,બનાસકાંઠા 06,સાબરકાંઠા 06,આણંદ 04,ખેડા 04,સુરેન્દ્રનગર 04,અમરેલી 02,પોરબંદર 02,ભાવનગર 01,સોમનાથ 01 અને રાજકોટમાં 01 કેસ આવ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, જાણો ક્યાં વધી રહ્યાં છે મોટા પ્રમાણમાં કેસ

હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછી - રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ (Corona Update in Gujarat ) સતત વધી રહ્યું છે અને દિવસે દિવસે કે પોતાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જેથી તે પોતાના કેસમાં વધારો (Corona Positive Cases Rises )થઈ રહ્યો છે તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે આમ અત્યારે જે કોરોનાનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે તે ફક્ત હળવા લક્ષણવાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.

આજે 39,438 કોરોના રસીકરણ થયું - કોરોના સામે રસીકરણ ( Gujarat Corona Vaccination ) પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે આજે 2 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં (Corona Update in Gujarat ) કુલ 39,438 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 16,409, 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 5123 બીજા ડોઝમાં 4384 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,15,20,334 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.