રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020: રાજ્યમાં નવી શિક્ષણનીતિના અમલીકરણની CM ભુપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

author img

By

Published : Oct 21, 2021, 10:29 PM IST

રાજ્યમાં નવી શિક્ષણનીતિના અમલીકરણની CM ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 (National Education Policy - 2020)ના અમલીકરણના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ (Higher and technical education) માટેના રોડમેપ સંદર્ભે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.

  • નવી શિક્ષણ નીતિ 2020 બાબતે નવી સરકારનું મંથન
  • નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે : ભુપેન્દ્ર પટેલ
  • તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

ગાંધીનગર: આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 (National Education Policy - 2020)ના અમલીકરણના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ (Higher and technical education) માટેના રોડમેપ સંદર્ભે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.

ગુજરાત જ્ઞાનની મહાસત્તા બનશે મુખ્યપ્રધાન

ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં ઉપસ્થિત યુનિવર્સિટીઓના કુલપતિઓને સંબોધતા કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનો છે. ગુજરાતના શિક્ષણને વધુ સમૃદ્ધ અને વૈશ્વિક બનાવવા સૌના સહકારની અપેક્ષા અને અભિલાષા વ્યક્ત કરી હતી.

પ્રત્યેક વિદ્યાર્થીઓને ભાવપૂર્ણ આવકાર મળશે

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના ભાવિ માટે અગત્યનું પરિબળ સાબિત થશે. શિક્ષણથી માત્ર સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનનું નહીં પણ સાથોસાથ ઉચ્ચ સ્તરીય તાર્કિક અને સમસ્યા સમાધાન સંબંધી બોદ્ધિક ક્ષમતાઓનો વિકાસ થવો જોઈએ તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુ. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રત્યેક વિદ્યાર્થીઓને ભાવપૂર્ણ આવકાર મળે તેની વ્યક્તિગત કાળજી લેવાય અને પ્રેરણાત્મક શૈક્ષણિક વાતાવરણ હોય, જ્યાં તમામ વિદ્યાર્થીઓને શીખવા માટે વિવિધ પ્રકારના અનુભવો ઉપલબ્ધ કરાવવામાં આવતા હોય તે જરૂરી છે અને આ બધુ પ્રાપ્ત કરવું એ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાનું લક્ષ્ય હોવું જોઈએ.

પરીક્ષાલક્ષી અધ્યયનને બદલે સંકલ્પનાત્મક સમજ પર ભાર

રાજ્ય શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે પરીક્ષાલક્ષી અધ્યયનને બદલે સંકલ્પનાત્મક સમજ પર ભાર મૂકતા કહ્યું હતું કે, તાર્કિક નિર્ણય શક્તિ અને નવાચારને પ્રોત્સાહિત કરવા સર્જનાત્મક તથા વિવેચનાત્મક ક્ષમતાનો વિકાસ જરૂરી છે. આ ચર્ચા - બેઠકમાં આગામી સમયમાં નેશનલ એજ્યુકેશન પોલિસીનું સત્વરે અમલીકરણ કરવાની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત કુલપતિઓને પોતાનાં મંતવ્યો અને સૂચનો રજૂ કરી સંસ્થાના કાર્યો વિશે માહિતી આપી હતી. ઉપરાંત નવી એજ્યુકેશન પોલિસી-2020ના ટુંકાગાળા (0થી 3 વર્ષ), મધ્યમગાળા (3થી 6 વર્ષ) અને લાંબાગાળા (6-10વર્ષ)ના એક્શન પ્લાન અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

કેવું હશે આયોજન?

ટૂંકાગાળાના પ્લાન (0 થી 3 વર્ષ) અંતર્ગત વિવિધ મુદ્દાઓ જેવા કે સંશોધન અથવા શિક્ષણ ઇન્ટેન્સિવ યુનિવર્સિટી, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટ સીસ્ટમ, મલ્ટી ડિસીપ્લીનરી પ્રોગ્રામ in HEI, ક્રેડિટ બેઇઝ્ડ કોર્સ તથા મધ્યમગાળાના પ્લાન (3થી 6 વર્ષ) Multidisciplinary Education & Research University, Gross Enrolment Ratioમાં સુધારો તથા પરીક્ષા પધ્ધતિમાં સુધારા-વધારા તેમજ લાંબાગાળાના પ્લાન (6 થી 10 વર્ષ) અંતર્ગત કોલેજોનું ડી-એફીલીએશન, ગવર્નન્સ બાબતે યુનિવર્સિટી એક્ટમાં સુધારો, ઓટોનોમસ ડીગ્રી તથા ગ્રાન્ટીંગ કોલેજ પરત્વે ધ્યાન કેન્દ્રીત કરવા નિર્ધાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ટોક્યો પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરાઇ

આ પણ વાંચો: કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા તમારૂ બેસ્ટ પરફોર્મન્સ આપો : ભાવિના પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.