LRDની જગ્યા કરતા ડબલ ઉમેદવારોનું લિસ્ટ કરાયું જાહેર, એટલા ઉમેદવારોનું થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન

author img

By

Published : Jun 29, 2022, 7:30 PM IST

PSI અને LRD પાસ થયા હોય તેવા ઉમેદવારોને સમાન ન્યાય મળે તે માટે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જાહેર કરાયુ

PSI અને LRDની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. તેની આન્સર કી પણ જાહેર થઈ ચૂકી છે. લોકરક્ષક દળના પ્રમુખે(President of the Lokarakshak Dal) દસ્તાવેજ ચકાસણી માટે 10,459ની ભરતી સામે 21,000 યુવાનોના નામોની જાહેરાત કરી હતી. લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં(Recruitment process of Lokarakshak Dal) કોઈ ઉમેદવારને વેઈટિંગ નઈ રહે અને સમાન ન્યાય મળશે.

ગાંધીનગર: ગૃહ વિભાગની ખાલી જગ્યા(Home Department vacancy) હવે રાજ્યની નવી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ભરવામાં આવી રહી છે. PSI અને LRDની પરીક્ષાઓ(PSI and LRD Exam ) લગભગ પૂરી થઈ ગઈ છે. 27 એપ્રિલે આન્સર કી પણ પ્રસિદ્ધ થઈ ગઈ છે. લોકરક્ષક દળના પ્રમુખ(President of the Lokarakshak Dal) હસમુખ પટેલે આજે LRD દ્વારા ભરતી કરાયેલા કુલ 10,459ની ભરતી સામે દસ્તાવેજ ચકાસણી માટે 21,000 યુવાનોના નામોની જાહેરાત કરી હતી. જુલાઈ મહિનામાં, તમામ અરજદારોની ચકાસણી કરવામાં આવશે.

લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલ LRDમાં કુલ 10,459 ની ભરતી સામે 21,000 જેટલા યુવાઓને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે નામ ની જાહેરાત કરવામાં આવી છે

આ પણ વાંચો: LRD Exam Result 2022 : એલઆરડી પરીક્ષા પરિણામમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં જાણો કેટલા ઉમેદવારોનું લિસ્ટ બનાવાશે

વેટીંગ લિસ્ટ નહિ - લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં(Recruitment process of Lokarakshak Dal) કોઈપણ પ્રકારનું વેઇટિંગ રાખવામાં આવ્યું નથી. જેથી 10,459ની ભરતી સામે 21,000 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ(List of Document Verification to Candidates) જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જુલાઈ ઓગસ્ટ સુધીમાં આ વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવશે.

PSI પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોનું વેરિફિકેશન પછી - રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા લોકરક્ષક દળ અને PSIની ખાલી પડેલી જગ્યા પર પ્રક્રિયા કરવામાં આવી છે. કેવા ઉમેદવારો છે જેઓએ લોકરક્ષક દળ અને PSI બન્નેની પરીક્ષામાં ઉત્તેજ થયા છે. લોકરક્ષક દળમાં પાસ થયા હોય અને PSIમાં પણ પાસ થયા હોય તેવા ઉમેદવારોનું લોકરક્ષક દળનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન PSIના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ અથવા તો પરિણામ બાદ કરવામાં આવશે. જેથી કોઈપણ ખાલી જગ્યા રહે નહીં અને તમામ ઉમેદવારોને સમાન ન્યાય મળે.

ઉમેદવાર નક્કી કરશે આર્મ, અન આર્મ અને SRPમાં જવું કે નહીં ? - હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, લોક રક્ષક દળની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવાર અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થયેલા ઉમેદવારોને એક ખાસ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવશે. જેમાં ઉમેદવાર જ નક્કી કરશે કે તેઓને આર્મ, અન આર્મ અને SRPમાં જવું કે નહીં તે ઉમેદવારો પર નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો: શું હવે PSIની ભરતી પ્રક્રિયામાં પણ ગોટાળો....!

ગેરરીતિ કરનારા ઉમેદવારોને થશે સજા? - લોકરક્ષક ભરતી પરીક્ષામાં રાજકોટ અને એવા અનેક સેન્ટર ઉપર ઉમેદવારોએ ગેરરીતિ કરી હોવાનો બોર્ડ સમક્ષ સામે આવ્યું હતું. તે કે પરીક્ષામાં ગેરરીતિ કરનારા ઉમેદવારને બોર્ડ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ બાબતે તપાસ કરવામાં આવશે. ઉમેદવારોને એક મોકો આપીને તેઓ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા છે કે નથી. તે બાબત પણ તપાસ થશે. જો ઉમેદવારે સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હશે તો ઉમેદવારોને આગામી ત્રણ વર્ષ માટેની ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવશે. જેમાં 14 જેટલા ઉમેદવારોની યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. ઓનલાઈન પર પણ મૂકવામાં આવી છે,

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.