કેબિનેટ બેઠક : પ્રધાનોને જનતા માટે હવે સમય મળશે, સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય

author img

By

Published : Jun 11, 2022, 2:04 PM IST

કેબિનેટ બેઠક : પ્રધાનોને જનતા માટે હવે સમય મળશે, સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક સોમવારે યોજવાનું નક્કી કરવામાં (Cabinet meeting to be held on Monday) આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સોમવારે કેબિનેટ બેઠક મળ્યા બાદ મંગળવારે પબ્લિક દિવસ અને ત્યારબાદ સીધા પાંચ દિવસ રાજ્ય સરકારના (CMO Gujarat) પ્રધાનોને જનતા માટે ઉપલબ્ધ રહે તેવો તેનો હેતુ છે.

ગાંધીનગર : રાજ્ય સરકારની પ્રધાનમંડળની કેબિનેટ બેઠક દર અઠવાડીયાના ત્રીજા દિવસે એટલે કે બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે. પરંતુ હવે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક સોમવારે યોજવાનું નક્કી (Cabinet meeting to be held on Monday) કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સોમવારે વિધાનસભાની બેઠક મળ્યા બાદ મંગળવારે પબ્લિક દિવસ અને ત્યારબાદ સીધા પાંચ દિવસ રાજ્ય સરકારના(CMO Gujarat) પ્રધાનોને જનતા વચ્ચે રહેવા મળે તે હેતુથી સોમવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

પીએમ મોદીના કાર્યક્રમ બાબતે આયોજન -વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂનના દિવસે ફરીથી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visist) આવી રહ્યા છે અને બરોડા ખાતે વિકાસના કામોના લોકાર્પણ તથા એક મહાસંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે કાર્યક્રમને અનુલક્ષીને રાજ્યના અલગ અલગ વિભાગ દ્વારા કઈ રીતે તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતને પણ ખાસ જ ચર્ચા કેબિનેટ બેઠકમાં (Cabinet meeting to be held on Monday) કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting: આજની કેબિનેટ બેઠકમાં ગીર અને ગૌમાતાના ફાયદા માટે લેવાયો નિર્ણય

વરસાદ બાબતે ચર્ચા - રાજ્યમાં હવે ચોમાસાની સત્તાવાર રીતે આગમન થવાનું ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકાર (CMO Gujarat)દ્વારા ચોમાસાના આયોજન પણ કેબિનેટ બેઠકમાં ( Monsoon 2022 Planing ) ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તમામ કોર્પોરેશન દ્વારા અને જિલ્લા તંત્ર દ્વારા અત્યારે પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે અને ક્યાંય પણ વરસાદી પાણી ભરાઈ ન રહે અને લોકોને તકલીફ પડે નહીં તે બાબતને પણ ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે પણ ખાસ બેઠક યોજીને તમામ સમીક્ષાઓ કરી છે. ત્યારે હવે અંતિમ ઓપ આપીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથેનું પ્લાનિંગ પણ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે જેથી જો કોઈપણ જગ્યાએ અથવા કોઈ જિલ્લામાં મૂશળધાર વરસાદ પડે તો તેમાંથી લોકોને કઈ રીતે બચાવી શકાય તે બાબતનું પણ આયોજન સરકાર દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ શું યાત્રાધામ પર દર્શન કરવા થશે પહેલા કરતા પણ ખૂબ સરળ અને સુવિધાજનક ?

બજેટની 700 યોજનાઓ મંજૂર - ભૂપેન્દ્ર પટેલની સરકાર (CMO Gujarat) દ્વારા ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને બજેટમાં 700 જેટલી યોજનાઓને અત્યારે નાણા વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે તે તમામ યોજનાઓ સત્તાવાર રીતે હવે કાગળ પરથી લોકો સમક્ષ આવે અને તે યોજનાઓનું કાર્ય ઝડપથી શરૂ થાય અને ઝડપથી વિધાનસભાની ચૂંટણી( Gujarat Assembly Election 2022 ) પહેલાં પૂર્ણ કરવામાં આવે તે બાબતની પણ ખાસ આયોજન કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

સરકાર પાસે ફક્ત 4 માસનો સમય - ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાતી હોય છે અને 45 દિવસ આચાર સંહિતા લાગી હોય છે ત્યારે અત્યારે સરકાર પાસે ફક્ત જૂન જુલાઈ અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ છે. આમ સરકાર પાસે હવે ફક્ત ચાર માસ છે. ત્યારબાદ જો ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ની (Gujarat Assembly Election 2022) જાહેરાત થાય ત્યારે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ગુજરાતમાં આચાર સંહિતા લાગુ પડી જાય છે ત્યારે ચાર મહિનાની અંદર જ રાજ્ય સરકારે (CMO Gujarat)બજેટની તમામ કામગીરી અને પ્રજાલક્ષી કામો માટે પ્રધાનો વધુમાં વધુ સમય લોકોની વચ્ચે રહે તે માટે હવે કેબિનેટના સમયમાં પણ ગમે ત્યારે ફેરફાર (Cabinet meeting to be held on Monday) થતો જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.