કર્મચારીઓથી લઈને અધિકારીઓ વચ્ચે આંદોલનનો માહોલ, તમામ પ્રશ્નોનો ઉકેલ લાવશે તેવો કોંગ્રેસનો દાવો

author img

By

Published : Sep 19, 2022, 7:53 PM IST

કર્મચારીઓથી લઈને અધિકારીઓ વચ્ચે આંદોલનનો માહોલ, તમામ પ્રશ્નોનો ઉકેલ લાવશે તેવો કોંગ્રેસનો દાવો

ગુજરાતમાં હવે ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત શકે છે. આ સાથે રાજ્યમાં પડતર પ્રશ્નોના માંગણીઓ સાથે રાજ્યમાં અનેક કેડરને અધિકારીઓ અને કર્મચારીઓ આંદોલન (Agitation atmosphere among employees to officers ) કરી રહ્યા છે. આ સમય લોકો સાચે આંદોલનનો થઈ રહ્યો છે. જુદા જુદા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓની સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસ તમામ પ્રશ્નોનો ઉકેલ (Congress claims to solve all problems) લાવશે તેવો દાવો કરી રહી છે.

ગાંધીનગર રાજ્યના વિધાનસભાની ચૂંટણી 2022માં (Gujarat Assembly Elections 2022) ગણતરીના દિવસો બાકી છે. રાજ્યમાં પડતર પ્રશ્નોના માંગણીઓ (Gujarat employees to officers Pending Demands) સાથે રાજ્યમાં અનેક કેડરને અધિકારીઓ અને કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, દંડક સી.જે. ચાવડા અને ઉપનેતા શૈલેષ પરમારે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અત્યારે સફાઈ કર્મચારીથી લઈને સચિવાલયના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. પડતર માંગણી કરી રહ્યા છે. જો કોંગ્રેસની સરકાર આવશે તો આ તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવીશું. ગુજરાત રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ નહીં અમલીકરણ પણ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં અત્યારે સફાઈ કર્મચારીથી લઈને સચિવાલયના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે અને પડતર માંગણી કરી રહ્યા છે ત્યારે જો કોંગ્રેસની સરકાર આવશે તો આ તમામ પડતર પ્રશ્નોનું ઉકેલ લાવીશું

સરકાર કહે છે કોઈ પ્રશ્ન નથી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર એવું કહેવા માંગે છે કે ગુજરાતમાં કોઈપણ પ્રકારના પ્રશ્નો નથી, પરંતુ ગુજરાતમાં અનેક પ્રશ્નો હજી પણ પડતર છે. જ્યારે ગરીબથી માંડીને સામાન્ય વર્ગના નાગરિકો મોંઘવારીથી પીડાય રહ્યા છે. સફાઈ કર્મચારીઓથી માંડીને અધિકારીઓ સુધી પોતાના હક માટે આંદોલન કરી રહ્યા છે.

પ્રશ્નોત્તરીનો સમય મળે તો દૂધનું દૂધ થઈ શકે આમ ભાજપ સરકાર પોતાને પારદર્શક સરકાર હોવાનો પ્રચાર કરી રહી છે પણ સત્ય કંઈક અલગ જ છે. ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં સરકારની છબી ખરડાઈ નહીં. તેને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહના પ્રશ્નોત્તરી રદ (Gujarat Assembly House Questionnaire cancelled) કરવામાં આવી છે. આમ જો કોંગ્રેસને બે કલાક પણ પ્રશ્નોત્તરીનો સમય મળે તો દૂધનું દૂધ થઈ શકે તેમ છે, પરંતુ સત્ય ઉજાગર થાય તેને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકારે ચોમાસા સત્રના બે દિવસમાં પ્રશ્નોત્તરી રદ કરી છે.

અશોલ ગેહલોતે આપી ગેરંટી ઉપનેતા શૈલેષ પરમાર વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના આગેવાન અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન (Rajasthan Chief Minister) અશોક ગેહલોતે ગુજરાત રાજ્યના નાગરિકોને ગેરંટી આપી છે. જેમાં જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે. જૂની પેન્શન સ્કીમ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારમાં 10 લાખ જેટલી સરકારી નોકરીની પણ જાહેરાત કરવામાં આવશે. યુવાઓને રોજગારી આપવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકારની નિગમોમાં કોર્પોરેશનમાં અને સરકારના વિભાગોમાં જે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કર્મચારીઓને રાખવામાં આવ્યા છે. તે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પણ રદ કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં સમાન કામ સમાન વેતનની નીતિ પણ લાગુ કરવામાં આવશે.

પ્રશ્નો ઉકેલવામાં સરકાર મોડું કરે છે : સુખરામ રાઠવા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રજાના પ્રશ્નોની ચર્ચા ગૃહમાં ઓછી થાય અને સરકારને ઓછા જવાબ આપવા પડે તથા સરકારની કામગીરીની પોલ ખુલ્લી ન જાય તે માટે સત્ર ઓછા સમયગાળા માટે બોલાવવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આક્ષેપ જ્યારે ગુજરાતમાં અનેક સળગતા પ્રશ્નો છે. આ બધા પ્રશ્નોના ઉકેલ લાવવામાં સરકાર અત્યારે મોડું કરી રહ્યું છે. સરકાર પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. જ્યારે ગુજરાતના યુવાઓ પણ ડ્રગ્સ તરફ (Youth Drugs Addiction in Gujarat) વળી રહ્યા છે. રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ પણ વેચાઈ રહ્યો છે. આ તમામ પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકાર આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આક્ષેપ રાઠવા એ કર્યા હતા.

વિપક્ષ નેતાના નિવાસસ્થાને મળશે બેઠક ગુજરાત વિભાગ વિધાનસભાના બે દિવસે ચોમાસુ સત્ર 21 અને 22 સપ્ટેમ્બરના રોજ મળનારું છે. 20 સપ્ટેમ્બર ના રોજ સવારે 12:00 કલાકે વિધાનસભા અધ્યક્ષના ચેમ્બરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે અને ત્યારબાદ સાંજે 7:00 કલાકે કોંગ્રેસના તમામ ધારાસભ્યોની ગુજરાત વિધાનસભા ગૃહની કામગીરીને ધ્યાનમાં લઈને મહત્વની બેઠકનું આયોજન વિપક્ષ નેતાના નિવાસસ્થાને કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ કયા મુદ્દા ઉપર વધારે ભાર મૂકશે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.