Tremor near Statue of Unity : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 3.1ની તીવ્રતાનો આંચકો, નુકસાન વિશે જાણો

author img

By

Published : Jun 21, 2022, 1:57 PM IST

Tremor near Statue of Unity  : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 3.1ની તીવ્રતાનો આંચકો, નુકસાન વિશે જાણો

કેવડિયા ગામ નજીક સોમવારે રાત્રે 3.1 ની તીવ્રતાનો આંચકો (Tremor near Statue of Unity ) નોંધાયો હતો. જોકે રાહતની વાત છે કે કોઇ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓના જણાવ્યાં સોમવારે રાત્રે આ ધ્રુજારી (3 point 1 magnitude tremor near Statue of Unity in Gujarat) નોંધવામાં આવી હતી.

નર્મદા- નર્મદા જિલ્લાના કેવડિયા ગામ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આંચકો નોંધાયો હતો. જેમાં 3.1 ની (3 point 1 magnitude tremor near Statue of Unity in Gujarat) તીવ્રતાનો આંચકો (Tremor near Statue of Unity ) નોંધવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનના અહેવાલ નથી. આ પ્રમાણે અધિકારીઓએ મંગળવારે સવારે જણાવ્યું હતું. 182 મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ગામ પાસે આવેલી છે. સોમવારે રાત્રે આ ધ્રુજારી નોંધવામાં આવી હતી.

આ પણ વાંચોઃ શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?

સ્ટ્રકચર ભૂકંપપ્રૂફ બનાવાયું છે - સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈ નુકસાન થયું નથી જે એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે શક્તિશાળી ભૂકંપ (Tremor near Statue of Unity ) અને ચક્રવાતનો સામનો કરી શકે. તેમ સ્મારકના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતું. ધરતીકંપના આંચકાનું કેન્દ્ર કેવડિયાથી 12 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (Institute of Seismological Research) દ્વારા એક નિવેદનમાં આમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ રાજકોટ પંથકમાં ભૂકંપના આંચકા, દ્રશ્યો CCTVમાં કેદ

કેન્દ્રબિંદુ ક્યાં છે - સોમવારે રાત્રે 10.07 કલાકે 3.1ની તીવ્રતાનો આંચકો (3 point 1 magnitude tremor near Statue of Unity in Gujarat) નોંધાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ દક્ષિણ ગુજરાતના કેવડિયાથી 12 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ (ESE) હતું. ISRએ જણાવ્યું હતું કે તે 12.7 કિમીની ઊંડાઈએ નોંધવામાં આવ્યું હતું. ધ્રુજારીના (Tremor near Statue of Unity ) કારણે પ્રદેશમાં કોઈ જાનહાનિ અથવા મિલકતને નુકસાન થયું હોવાના અહેવાલ જિલ્લા વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.