કેસમાં થઈ રહ્યો છે વધારો, 24 કલાકમાં 25 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં 11 પોઝિટિવ કેસ સામે આવ્યા

author img

By

Published : Sep 17, 2021, 10:11 PM IST

કેસમાં થઈ રહ્યો છે વધારો

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારે હવે જૂન-જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણને કાબૂમાં લાવવામાં રાજ્ય સરકાર સફળ નીવડી છે, પણ હવે ધીમે-ધીમે કેસમાં વધારો થઈ રહ્યો છે.

  • રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો
  • છેલ્લા 24 કલાકમાં 25 પોઝિટિવ કેસ નોંઘાયા
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 4 જ કોર્પોરેશન અને 3 જિલ્લામાં કેસ

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ હવે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણને કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી છે પણ હવે ધીમે-ધીમે કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સપ્ટેમ્બરની 17 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરામાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 3 જિલ્લાઓમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 20 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે, સુરત, વડોદરા અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 7 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

આજે 18 લાખથી વધુ નાગરીકોને અપાઇ વેક્સિન

17 સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજના દિવસમાં સમગ્ર રાજ્યમાં 18 લાખથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ અપાયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 160 નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 154 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 7 વેન્ટિલેટર પર અને 147 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 8,15,466 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.