"મોકે પે ચોંકા" સરકારે તલાટીની હડતાળમાં ટેકાના ભાવે ખરીદી કરી : હવે દાખલા માટે ખેડૂતોની માગ

author img

By

Published : Oct 6, 2021, 7:16 PM IST

Buy at support prices

ભાવનગર સહિત ગુજરાતમાં તલાટીની હડતાળ વચ્ચે સરકારે ટેકાના ભાવે ખરીદી કરી છે પણ નિયમ પ્રમાણે ખરીદી દાખલા વગર થશે. એટલે કે ખેડૂતોને સાત બારના દાખલા મળ્યા બાદ ખરીદી થતી હોય છે પરંતુ દાખલા આપતા તલાટી હડતાળમાં છે. એવામાં કોંગ્રેસના ધારાસભ્યએ માગ કરી છે કે, સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે અથવા ટેકાના ભાવની તારીખ વધારવામાં આવે.

  • ભાવનગર જિલ્લામાં ટેકાના કેન્દ્રો જાહેર પણ સ્થળ પર કાગડા ઉડે છે
  • તલાટીની હડતાળ હોવાથી સાત બારના દાખલા નહિ મળવાથી પાક વેચવામાં તકલીફ
  • તળાજાના કોંગ્રેસ ધારાસભ્ય કનુ બારૈયાએ સરકારમાં વિકલ્પ હેતુની કરી માગ
  • ભાવનગર નહિ સમગ્ર ગુજરાતમાં દાખલાને કારણે ખેડૂતોની વિકટ પરિસ્થિતિ

ભાવનગર: સમગ્ર ગુજરાતમાં તલાટીઓની હડતાળ સમયે સરકારે ક્યાંક "મોકે પે ચોંકા" જેવો લાભ લીધો છે. તલાટી વગર દાખલા મળે નહીં અને દાખલા વગર ટેકાના ભાવે ખેડૂતો પાક વહેચી શકે નહીં, ત્યારે તલાટીઓની હડતાળમાં સરકાર લાભ લઇ રહી છે અને જગતનો તાત મોઢામાં આવતો કોળિયો જોઈને દુઃખી થઈ રહ્યા છે. તેવામાં કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને પત્ર લખી વ્યવસ્થા કરવા માગ કરી છે. ભાવનગર જિલ્લામાં ટેકાના ભાવે સરકારે ખરીદી મગફળી સહિત અન્ય ચિઝોની શરૂ કરી છે. ઓક્ટોબરની 1 તારીખથી પ્રારંભ થવા છતાં એક પણ કેન્દ્ર શરૂ થયા નથી. ખેડૂતો પાક વેહચવા માટે તલાટી તરફથી સાત બારના મળતા દાખલાના આધારે વહેચી શકે છે પરંતુ તલાટીઓની હડતાળને કારણે ખેડૂતોને દાખલા મળતા નથી અને પાક ટેકાના ભાવે કેમ વહેચવો તેની સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે.

"મોકે પે ચોંકા" સરકારે તલાટીની હડતાળમાં ટેકાના ભાવે ખરીદી કરી : હવે દાખલા માટે ખેડૂતોની માગ

આ પણ વાંચો: 8 દિવસ બાદ ડોક્ટરોની હડતાલ રદ્દ, સરકાર અને રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે થયું સમાધાન

ખેડૂતોની હાલાકી પગલે કોંગ્રેસના ધારાસભ્યએ સરકારમાં કરી માગ

જિલ્લામાં ચારથી પાંચ સ્થળે ટેકાના ભાવે ખરીદીઓ થતી હોય છે. તેમાં તળાજા તાલુકાનો પણ સમાવેશ થાય છે. તળાજામાં પણ કેન્દ્ર ફાળવાયું છે પણ હાલ ત્યાં કાગડા ઉડે છે. તાલુકામાંથી અને જિલ્લામાંથી કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાને તલાટી નહિ હોવાથી સાત બારના દાખલા મળતા નથી અને ખેડૂતો પાક વહેંચવા મુશ્કેલીમાં છે. જેથી કનુ બારૈયાએ સરકારને પાંચ દિવસ વીતવા છતાં કોઈ કાર્યવાહી નહિ થઈ હોય અને ખેડૂતને ખોટ જતી હોવાથી તારીખ લંબાવવા અથવા દાખલા તલાટીની હડતાળ વચ્ચે મળે તેવી માગ કરી છે.

"મોકે પે ચોંકા" સરકારે તલાટીની હડતાળમાં ટેકાના ભાવે ખરીદી કરી : હવે દાખલા માટે ખેડૂતોની માગ

આ પણ વાંચો: ભાવનગરની સરટી હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાલ 2 દિવસમાં સમેટાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.