RTE Admission in Gujarat : RTE કાયદો છતાં મજૂર વર્ગના બાળકો પ્રવેશથી વંચિત કેમ ? જાણો

author img

By

Published : Jun 28, 2022, 7:18 PM IST

Updated : Jun 29, 2022, 1:19 PM IST

RTE Admission in Gujarat : RTE કાયદો છતાં મજૂર વર્ગના બાળકો પ્રવેશથી વંચિત કેમ ? જાણો

સરકારી શાળાઓને ટાર્ગેટ અને RTE કાયદો (RTE Admission in Gujarat) એક મ્યાનમાં બે તલવાર જેવી સ્થિતિ છતાં મજૂર વર્ગના બાળકો પ્રવેશથી વંચિત રહે છે. ETV BHARAT એ સરકારી શાળાઓના પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2022) અને RTE કાયદાને પગલે સાચી હકીકત જાણવા પ્રયાસ કર્યો છે. RTE લાભાર્થી બાળકો પ્રવેશથી (School Admission Under RTE Act) વંચિત રહેવા વિશે જાણો આ અહેવાલમાં.

ભાવનગર- એકતરફ સરકારી શાળાઓમાં શિક્ષકો વિદ્યાર્થી સંખ્યા વધારવા મથી રહ્યા છે. ત્યાં સાચા અર્થમાં RTE ના લાભાર્થી (School Admission Under RTE Act) હોય તેવા મજૂર વર્ગના બાળકો RTE એક્ટ નીચે પ્રવેશથી (RTE Admission in Gujarat) વંચિત રહે છે. શિક્ષકોને RTE કાયદો ક્યાંક નડતર બની રહ્યો હોવાનું ચર્ચામાં છે. પરંતુ RTE (RIGHT TO EDUCATION) ની જોગવાઈ RTE એક્ટિવિસ્ટના મતે શું છે અને કયા કારણે સરકારી શાળાઓની છબી મજૂર વાલીઓમાં ખરાબ છે આ બધું જાણો.

સરકાર શાળા પ્રવેશોત્સવ કરીને સરકારી શાળાઓની છબી સુધારવાના પ્રયત્નમાં છે પણ...

શાળાઓને ટાર્ગેટ અને RTE કાયદો શું - ગુજરાત સરકાર શાળા પ્રવેશોત્સવ કરીને સરકારી શાળાઓની છબી સુધારવાના પ્રયત્નમાં છે. શિક્ષણ સમિતિઓને સરકારનો આદેશ છે કે શાળાઓમાં સંખ્યા વધારવામાં આવે. ત્યારે શાળા પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2022 ) પહેલા સરકારી શિક્ષકો મહેનત કરીને સંખ્યા (RTE Admission in Gujarat)વધારવામાં સફળ પણ થઈ રહ્યા છે. એક મ્યાનમાં બે તલવાર જેવી પરિસ્થિતિમાં શિક્ષકોનું (RTE Admission in Bhavnagar) કહેવું છે કે RTE કાયદાના કારણે સંખ્યા કરવામાં તકલીફો (School Admission Under RTE Act) જરૂર થાય છે. કારણ કે જે વિસ્તારની શાળા હોય ત્યાં રહેતાં મજૂર વર્ગના લોકોની સંખ્યા મુજબ વિદ્યાર્થીઓ મળે છે. છતાં શાળાઓમાં વિસ્તાર બહારના વિદ્યાર્થીઓ પણ લાવીને સંખ્યા વધારી રહ્યા છે.

RTE કાયદો છતાં મજૂર વર્ગના બાળકો પ્રવેશથી વંચિત કેમ ?
RTE કાયદો છતાં મજૂર વર્ગના બાળકો પ્રવેશથી વંચિત કેમ ?

આ પણ વાંચોઃ પાટણમાં નવા શૈક્ષણિક સત્રમાં બાળકોને આવકારવા તંત્ર સજ્જ, 40 બાળકોને RTE અંતર્ગત નહીં મળે પ્રવેશ

ન ઘરના કે ન ઘાટના એવી મજૂર વર્ગના વાલીઓની દશા -ભાવનગર શહેરના લીંબડીયું વિસ્તારમાં રહેતા એક મજૂર વર્ગના વાલી સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી. રાકેશભાઈ નામના વાલીએ પોતાના બાળક દક્ષનું RTE એક્ટ હેઠળ ફોર્મ (RTE Admission in Gujarat)ભર્યું હતું. ચાર રાઉન્ડ પૂર્ણ થવા છતાં તેમના બાળકને RTE એક્ટ (School Admission Under RTE Act) નીચે તક મળી નથી. આથી રાકેશભાઈએ જણાવ્યું કે હવે મારે બાળકને એક વર્ષ ઘરે બેસાડી રાખવું કે પછી શું કરવું સમજાતું નથી. સરકારી શાળા પર મને વિશ્વાસ નથી.

શાળાઓમાં વિસ્તાર બહારના વિદ્યાર્થીઓ પણ લાવીને સંખ્યા વધારી રહ્યા છે
શાળાઓમાં વિસ્તાર બહારના વિદ્યાર્થીઓ પણ લાવીને સંખ્યા વધારી રહ્યા છે

આ પણ વાંચોઃ RTE Admission 2022: રાજ્યમાં RTE હેઠળ 2.23 લાખ ફોર્મ ભરાયા, હજી ક્યાં સુધી ફોર્મ ભરી શકાશે, જાણો

સરકારી શાળા બાબતે RTE એક્ટિવિસ્ટે શું કર્યો ધડાકો -ભાવનગરના RTE એક્ટિવિસ્ટ (RTE Activist ) વલ્લભ કંટારીયા વર્ષોથી મજૂર વર્ગના RTE પ્રશ્ને અવાજ ઉઠાવતા આવ્યા છે. વલ્લભભાઈએ જણાવ્યું હતું કે સંવિધાનમાં મજૂર વર્ગના ગરીબ લોકો માટે દરેકને સારું શિક્ષણ મળી રહે તેવી જોગવાઈ છે, પણ સરકાર RTE એક્ટ જેવા કાયદા લાવીને એક હદ બનાવી નાખે છે. RTE માં અનેક લોકો સારા ઘરના હોય તેવા પણ પ્રવેશ મેળવી રહ્યા છે. જ્યારે ખરેખર મજૂર વર્ગના વાલીઓને ન્યાય (School Admission Under RTE Act) મળતો નથી. 5580 આસપાસ ફોર્મ ભરાય અને 1058ને માત્ર પ્રવેશ મળે એટલે 100 એ 10 ટકા થાય જે પૂરા 25 ટકા પણ થતા નથી. RTE ના નિયમ પ્રમાણે ખાનગી શાળાને 25 ટકા (RTE Admission in Gujarat) બેઠકો પર પ્રવેશ આપવાનો છે. ગુજરાતમાં 7 હજાર શાળાઓમાં ધોરણ 1 થી 5માં 1 શિક્ષક છે. સરકારી શાળાઓમાં અપૂરતા શિક્ષકના કારણે ગરીબ મજૂર વર્ગને સરકારી શાળામાં બાળકને પ્રવેશ અપાવવામાં વિશ્વાસ આવતો નથી.

Last Updated :Jun 29, 2022, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.