હું ભલે ઘણા વર્ષે અહીં આવ્યો પણ ખાલી હાથે નથી આવ્યો, ભાવનગરની જાહેર સભામાં PM મોદીનું સંબોધન

author img

By

Published : Sep 29, 2022, 2:52 PM IST

Updated : Sep 29, 2022, 3:32 PM IST

હું ભલે ઘણા વર્ષે અહીં આવ્યો પણ ખાલી હાથે નથી આવ્યો, ભાવનગરની જાહેર સભામાં PM મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પછી હવે ભાવનગર (PM Modi Bhavnagar Visit) પહોંચ્યા છે. અહીં તેમના હસ્તે 6,400 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત (Inauguration development Projects in Bhavnagar) કર્યું હતું.

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ સુરત પછી હવે ભાવનગર પહોંચ્યા છે. અહીં તેમણે 6,500 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જાહેર સભા (PM Modi Public Meeting in Bhavnagar) પણ સંબોધી હતી.

આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા વડાપ્રધાને અહીં વિશ્વના સૌપ્રથમ સીએનજી ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટની પણ આધારશિલા રાખી હતી. આ પોર્ટને 4,000 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવશે, જે વિશ્વના ચોથા સૌથી મોટા લોન્ગગેટ સિસ્ટમ સાથે વિશ્વના પહેલા સીએનજી ટર્મિનલ માટે અત્યાધુનિક પાયાનો ઢાંચો હશે. સાથે જ આ પોર્ટ આ ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટ્સની ભવિષ્યની જરૂરિયાતો અને માગ પણ પૂર્ણ કરશે. સાથે જ વડાપ્રધાને અહીં ભાવનગરમાં ક્ષેત્રીય વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું, જે 20 એકરમાં ફેલાયેલું છે, જેને 100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ રીતે વડાપ્રધાને ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના 6,627 કરોડ રૂપિયાના વિવિધ 23 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત (Inauguration development Projects in Bhavnagar) કર્યું હતું.

નવી ઓળખ ઊભી કરી વડાપ્રધાને જાહેર સભાને (PM Modi Public Meeting in Bhavnagar) સંબોધતા જણાવ્યું હતું કે, એક તરફ દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે. તો આ વર્ષે ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. 300 વર્ષની પોતાની આ યાત્રામાં ભાવનગરે સતત વિકાસની, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે પોતાની નવી ઓળખ બનાવી છે.

મોટી જાહેરાત વગર અમે કામ કરી બતાવ્યું વડાપ્રધાને વધુમાં (PM Modi Public Meeting in Bhavnagar) ઉમેર્યું હતું કે, આ વર્ષે અત્યાર સુધી 40,00,000 લિટરથી વધુ પેટ્રોલ ડિઝલની બચત થઈ છે. આ રૂટ પર મોટા જહાજોનો રસ્તો સાફ થયો છે. આનાથી સામાન્ય માનવી, ખેડૂતો અને વેપારીઓની સેવા થઈ છે. આ બધું મોટી મોટી જાહેરાત આપ્યા વગર કામો થઈ રહ્યું છે. અમારી પ્રેરણા અને લક્ષ્ય સત્તાસુખ નથી. અમે સત્તાને સેવાનું માધ્યમ ગણીએ છીએ.

ડબલ એન્જિનની સરકાર પ્રતિબદ્ધતા વડાપ્રધાને ઉમેર્યું હતું કે, અભાવને દૂર કરવો અને વિકાસમાં પાછળ છૂટેલા લોકોને હાથ પકડીને આગળ લઈ જવા એ ડબલ એન્જિનની સરકારની પ્રતિબદ્ધતા છે. ગરીબમાં ગરીબ લોકોને જ્યારે સહાય મળે છે. ત્યારે તે ગરીબીથી લડાઈ લડીને ગરીબીને હરાવે છે. ગુજરાતમાં અમે હંમેશા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરતા હતા. આવા જ એક કાર્યક્રમ દરમિયાન ભાવનગરમાં એક દિવ્યાંગ મહિલાને મેં ત્રણ પૈડાવાળી સાઈકલ આપી હતી. ત્યારે તેમણે મને કહ્યું હતું કે, મને તો સાઈકલ ચલાવતા આવડતું નથી. મને ઈલેક્ટ્રિક ટ્રાઈસિકલ આપો. આ જે વિશ્વાસ હતો. તે મહિલાના મનમાં વિશ્વાસ હતો તે વિશ્વાસ મારી સૌથી મોટી પૂંજી છે. ગરીબોના સપના, આકાંક્ષાઓ મને સતત કામ કરવાની ઊર્જા આપે છે.

ભાવનગરના નાના ધંધાને લાભ વડાપ્રધાને સંબોધનમાં (PM Modi Public Meeting in Bhavnagar) જણાવ્યું હતું કે, લોથલ આપણા વારસાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે, જેને સમગ્ર વિશ્વને પ્રવાસન નક્શે પર લાવવા માટે ખૂબ જ પરિશ્રમ કરવામાં આવી રહ્યો છે. લોથલની સાથે વેળાવદર નેશનલ પાર્કમાં ઈકો ટૂરિઝમ સાથે જોડાયેલી સર્કિટનો પણ લાભ ભાવનગરને મળશે. ખાસ કરીને નાના ધંધાને થશે.

સૌથી મોટી કોસ્ટલાઈન અહીં છે વડાપ્રધાને (PM Modi Public Meeting in Bhavnagar) ઉમેર્યું હતું કે, ગુજરાત પાસે દેશની સૌથી મોટી કોસ્ટ લાઈન છે, પરંતુ આઝાદી પછી અનેક દશકો સુધી તટીય વિકાસ પર એટલું ધ્યાન આપવામાં નથી આવ્યું. તેના કારણે આ વિશાળ કોસ્ટલાઈન (gujarat coastline ) એક રીતે લોકો માટે પડકાર બની ગઈ છે. દરિયાનું ખારું પાણી અહીંના લોકો માટે અભિશાપ બની ગયું હતું. દરિયા કિનારે વસેલા ગામેગામ ખાલી થઈ ગયા હતા. લોકો અહીંથી તહીં સ્થળાંતર કરતા જોવા મળ્યા હતા. અહીંથી લોકો સુરતમાં જઈને એક રૂમમાં ખૂબ જ દયનીય સ્થિતિમાં રહેતા હતા.

PM મોદીએ હરિસિંહ દાદાને કર્યા યાદ વડાપ્રધાને ભાવનગરના હરીસિંહ દાદાને યાદ કરતા જણાવ્યું (PM Modi Public Meeting in Bhavnagar) હતું કે, મને ગાંઠિયા ખાતા તેમણે શિખવ્યું હતું. ભાવનગરના ગાંઠિયા દેશ અને વિશ્વમાં પ્રખ્યાત છે. આ જ ભાવનગરની શક્તિ છે. આ બધી યોજના ભાવનગરના યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવનારી યોજનાઓ છે.

અમારો પ્રયાસ છેલ્લા 2 દાયકામાં ગુજરાતની કોસ્ટલાઈનને (gujarat coastline) ભારતની સમૃદ્ધિનો દ્વાર બનાવવા માટે અમે ઈમાનદારીથી પ્રયાસ કર્યા. રોજગારીની અનેક તક ઊભી કરી. અહીં ગુજરાતમાં અમે અનેક પોર્ટ્સનો વિકાસ કર્યો, અનેક પોર્ટ્સનું આધુનિકીકરણ કરાવ્યું છે તેવું પણ વડાપ્રધાને ઉમેર્યું હતું.

ગુજરાતથી શીખામણ લેવી વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાતના તટીય ક્ષેત્રમાં મેનગ્રુવ જંગલોનો વિકાસ કરીને અમે કોસ્ટલ ઈકોસિસ્ટમને વધુ સુરક્ષિત બનાવી છે. જેતે સમયે ભારત સરકારના મંત્રીએ એક વાર કહ્યું હતું કે, દેશના તટીય રાજ્યોને ગુજરાતથી મેનગ્રુવનો વિકાસ કઈ રીતે થઈ શકે તે શિખવું જોઈએ. આ બધું તમારા સહયોગથી ગુજરાતમાં થયું છે. અમે એક્વા કલ્ચરને પ્રોત્સાહન આપ્યું છે.

ઊર્જાનું હબ ગુજરાતની કોસ્ટલાઈન (gujarat coastline ) રિન્યુએબલ એનર્જી અને હાઈડ્રોજન ઈકોસિસ્ટમનો પર્યાય બનીને ઊભરી રહી છે. અમે સૌરાષ્ટ્રનું પણ ઊર્જાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત અને દેશની ઊર્જાની જે જરૂરિયાત છે. તેના માટે જે પણ જોઈએ આજે આ ક્ષેત્ર તેનું મોટું હબ બની રહ્યું છે. હવે તો સૌર ઊર્જાના અનેક પ્રોજેક્ટ્સ આ ક્ષેત્રમાં લાગે છે. પાલીતાણામાં સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું છે. તે જ ક્ષેત્રના અનેક પરિવારોને સસ્તી અને પર્યાપ્ત વિજળી મળી શકશે તેવું પણ વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું.

નવી ઊંચાઈ વડાપ્રધાને (PM Modi Public Meeting in Bhavnagar) જણાવ્યું હતું કે, એ દિવસ દૂર નથી અમદાવાદથી ધોલેરા, ભાવનગર આ સમગ્ર ક્ષેત્ર વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે. ભાવનગર આજે પોર્ટ લેટ ડેવલપમેન્ટના મહત્વના સેન્ટર તરીકે વિકસી રહ્યું છે. આ પોર્ટની દેશભરમાં અલગ અલગ ઔદ્યોગિક ક્ષેત્રો સાથે મલ્ટિ મોડલ કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. માલગાડીઓ માટે અલગથી જે ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. તેનાથી પણ આ પોર્ટ જોડાશે તેમ જ અન્ય હાઈવે રેલવે નેટવર્કથી પણ સારી કનેક્ટિવિટી હશે. PM ગતિશક્તિ ઇન્ડસ્ટ્રિઅલ માસ્ટર પ્લાન કનેક્ટિવિટી યોજનાઓને વધુ બળ આપશે.

આત્મનિર્ભર ભારત માટે આ પોર્ટ મહત્વની ભૂમિકામાં ભાવનગરનું આ પોર્ટ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે. સાથે જ રોજગારીની અનેક તકો ઊભી કરશે. અહીં ભંડારણ, ટ્રાન્પોર્ટેશન અને લોજિસ્ટિક સાથે જોડાયેલા વેપારનું વિસ્તૃતિકરણ થશે. આ પોર્ટ ગાડીઓના સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન જેવા મોટા મોટા પ્રોજેક્ટ્સની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આનાથી નવી રોજગારી ઊભી થશે. સ્વરોજગારની સંભાવના ઊભી થશે. અલંગને વિશ્વના મોટા શિપ બ્રેકિંગ યાર્ડ માટે ઓળખવામાં આવે છે. કદાચ જ કોઈ એવું હશે જેને આ ખબર નહીં હોય.

Last Updated :Sep 29, 2022, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.