IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત

author img

By

Published : Feb 14, 2022, 11:01 PM IST

IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત

ભાવનગરનો ટેણીયો નાનપણથી ક્રેકેટની જીદ પકડી અને સંઘર્ષ કરીને ક્રેકેટને અલવિદા ના કહ્યું. મામાના સાનિધ્યમાં મામાનો વ્યવસાય સંભાળીને સાથે ક્રિકેટમાં મહેનત કરનાર ચેતન સાકરીયા(Chetan sakariya IPL)ના મામા કાળુભાઇ સાથે ETV BHARATએ કરી ચેતનની નાનપણથી IPL સુધીની ખાસ વાતચીત.

ભાવનગર: ભારતમાં રમનાર આઈ.પી.એલ (IPL 2022) ટીમમાં ભાવનગરના ચેતન સાકરીયા (Chetan sakariya IPL)ને ફરી તક મળી છે. ઓક્શન થતા ચેતનને ક્યાંક તેના જન્મ દિવસ પહેલા GOD GIFT મળી હોય તેવું લાગે છે. ચેતન પોતાના મામાના ઘરે મોટો થયો, શિક્ષણ અને ક્રિકેટનો પ્રારંભ મામાના ઘરેથી કર્યો છે. શુ કહે છે ચેતનના મામા અને ચેતનની થોડી જીવન સફર જોઈએ આ અહેવાલમાં..

IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત

ચેતન સાકરીયાની જીવનની શિક્ષણ ક્રિકેટની ઝરમર
ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં આવેલા મેપાનગરમાં મામા કાળુભાઇના ઘરે બે વર્ષની ઉંમરથી ચેતન રહેતો હતો. ચેતનના મામાનો બુક સ્ટોલ છે. ચેતનના પરિવારની આર્થિક સ્થિતિ નાજુક હતી, પરંતુ ચેતન નાનપણથી મામાના સાનિધ્યમાં રહ્યો હતો. ચેતન બાલમંદિરથી લઈને ધોરણ 7 સુધી વિદ્યાવિહાર સ્કૂલમાં અભ્યાસ કર્યો અને બાદમાં ધોરણ આઠ માટે વળાવડ ગામે ગુરુકુળમાં મુકવામાં આવ્યો પણ પરિણામ નાપાસનું આવતા તેને મામાએ પરત બોલાવ્યો. વિદ્યાવિહારમાં ધોરણ 10 સુધી અભ્યાસ કરાવ્યો જ્યાં તેને 89 ટકા આવ્યા હતા. ચેતનના મામાની બુક સ્ટોલ તે સંભાળતો અને તેમના દરેક કામ કરતો હતો. ચેતન શિક્ષણની સાથે ક્રિકેટમાં ખૂબ રસ હોવાથી રમવા જતો રહેતો હતો. ચેતનનો જન્મ 28/02/1998 ના રોજ ભાવનગરમાં થયો છે. ઓક્શનમાં સ્થાન મળતા પરિવાર ખુશખુશાલ થયો છે. ચેતનના મામા કાળુભાઇ કહે છે કે, આજે ચેતન મારા થકી નહિ પણ વ્યવસાયમાં હું ચેતન થકી ઊંચો આવ્યો અને સફળ બન્યો છે તેનો ગર્વ છે.

સવાલ - ચેતને પ્રાથમિક શિક્ષણ સહિતનું શિક્ષણ ક્યાં લીધું અને કોની સાથે રહેતો હતો ?

જવાબ - ચેતન બે વર્ષની ઉંમરથી મારી સાથે રહેતો હતો, બાલમંદિરથી લઈને ધોરણ સાત સુધી મારા ઘર સામેની શાળામાં તેણે શિક્ષણ મેળવ્યું છે. ધોરણ 7 પછી 8 માટે સોનગઢ પાસે ગુરુકુળમાં મુક્યો હતો, પણ નાપાસ થતા મેં તેને પાછો બોલાવી ધોરણ 9 અને 10 મારા ઘર સામેની શાળામાં પુનઃ બેસાડ્યો હતો. ધોરણ 9 અને 10માં તેને 89 ટકા આવ્યા હતા. ચેતન તોય ક્રિકેટ રમતો હતો અમે ના પાડતા હતા કે તારા માથે ઘરની જવાબદારી છે, પણ એ માનતો નો હતો, એ એમ જ કેહતો, હું તો ક્રિકેટ રમિશ જ. મારા મિત્રોએ મને કહ્યું એને ત્રણ વર્ષ રમવા દે ના પાડમાં પછી મેં કહેવાનું બંધ કર્યું, ત્યારે ચેતન કહેતો મામા તમારા બધા કામ હું ક્રિકેટ બાદના સમયમાં કરી નાખીશ. એક દિવસનું કામ રાત્રે મોડો આવીને પણ કરવા બેસી જતો. 10 કલાકનું કામ અઢી કલાકમાં કરી નાખતો હતો.

સવાલ - ક્રિકેટની શરૂઆત ક્યાં ધોરણથી કરી, કઈ ટ્રોફીઓ રમી અને નિરાશ થતો કે નહીં ?

જવાબ - એ 14 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમતો આવ્યો છે. અંદર 19 રમતો અને રણજી ટ્રોફી (Chetan sakariya ranji trophy)માં તેને તક મળી નહિ ત્યારે ખૂબ નિરાશ થયો હતો. પછી ઇલેવનમાં સિલેક્શન બાદ પણ રમવાની તક નહિ મળતા નિરાશ થયો હતો. ત્યારે મેં કહ્યું હતું બેટા ઈશ્વરે આપણા માટે આનાથી વધુ સારું વિચાર્યું હશે.

સવાલ - ઓક્શન સમયે પરિવારમાં કેવી ખુશી હતી ?

જવાબ - સવારમાં ચેતનનો ફોન આવ્યો હતો મારા તેના દાદાના આશીર્વાદ લીધા હતા. તેને કહ્યું હતું ઓકશન (Ipl 2022 auction)ના દિવસે કે આજ દોઢ વાગે કદાચ મારુ ઓક્શનમાં નામ આવશે અને ત્રણથી ચાર કરોડ મળી શકે છે, ત્યારે મેં કહ્યું ત્રણથી ચાર નહિ પાંચ કરોડ મળવા જોઈએ કારણ કે રાજસ્થાનમાં ગત વર્ષે તારું પ્રદર્શન સારું રહ્યું છે. બોલિંગ એવી અને વિકેતો મળી છે એટલે પાંચ કરોડ મળવા જોઈએ. તારું નામ ઉછળી રહ્યું છે ઓક્શન થતા અમારા ચહેરા પર ખુશીનો માહોલ હતો. સાંજે પાછો તેનો ફોન આવ્યો અને કહ્યું કે આજ તમે બધા હોટલમાં જમવા જજો આથી સાંજે અમે બધા હોટલમાં જમવા પણ ગયા હતા.

સવાલ - ચેતન તમારો ભાણિયો છે, તમે ધ્યાન આપ્યું તો સમાજમાં તમે આગળ છો તો બીજા બાળકોને મદદરૂપ બનશો ?

જવાબ - રમત એવી બાબત છે કે, તેમાં દરેકને મદદ કરવી જોઈએ એ સિવાય અમે અમારી જ્ઞાતિના સતીશ કરીને પીઆઇ બન્યો ત્યારે અમે મદદ કરી હતી. ક્રેકેટ કે કોઈ પણ ક્ષેત્ર હોઈ તેમાં સમાજ નહીં પણ દરેક સમાજના લોકોને મદદરૂપ થવું જોઈએ. ચેતનની પણ ઈચ્છા છે કે, તે પણ આગળ જઈને અન્ય બાળકોને શિક્ષણ આપશે અને ભવિષ્ય બનાવવામાં મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.