ભાલ પંથકના નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાતા, ખેડૂતોને નુકશાન

author img

By

Published : Sep 22, 2022, 7:23 PM IST

ભાલ પંથકના નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાતા, ખેડૂતોને નુકશાન 2018થી કોઈ વળતર નહીં

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં ભાવનગર તાલુકાના ગામડાઓનો સમાવેશ થાય છે. આ તાલુકાના ભાલ પંથકમાં કાળુભાર,ઘેલો અને ખોડિયાર જેવી નદીઓ પસાર થઈને દરિયામાં ભળે છે ત્યારે ભાવનગરના કેટલાક ગામડાઓના ખેડૂતોના ખેતરોમાં હાલમાં ઘુસેલા (Flowing river water in farm) પાણીથી ખેડૂતોએ રોષ વ્યકત કર્યો છે તો વળતર (No compensation to farmers) માટે શું ? જાણો વિગતથી.

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા ગામડાઓના (Bhavnagar District Bhal Villages ) ખેડૂતોના ખેતરોમાં નદીના પાણી વહી જતા ખેડૂતોને નુકશાની (Flowing river water in farm farmers Loss) ભોગવવી પડી છે. 2018ની સાલથી નદીમાં ભારે વરસાદથી આવતા પાણી ખેતરોમાં ફરી વળતા પાછળ ખેડૂતોના આક્ષેપો છે. જ્યારે ખેતીવાડી વિભાગ આ ખેડૂતોના બગડતા પાકમાં કોઈ વળતર (No compensation to farmers for deteriorating crops) આજદિન સુધી આપ્યું નથી.

નદી કાંઠાના ખેતરોમાં ભરાયા પાણી : વળતર મળતું નથી 2018 રજૂઆતો ખેડૂત અને ગામ લોકોની

ગામડાઓમાં નદીના નીરની સમસ્યા ભાવનગર તાલુકામાં આવતા માઢિયા સહિત આસપાસના ગામડાઓના ખેડૂતોના ખેતરોમાં નદીના પાણી ઉભા પાકમાં ઘુસી જાય છે. 2018થી શરૂ થયેલી સમસ્યા પાછળ ખેડૂતોએ તેમની આગળના વિસ્તારમાં નદીના વ્હેણને સાકડું કરીને મીઠાના અગરિયાઓ બની ગયા છે. મોટા પાળા હોવાના કારણે ચોમાસામાં નફીમાં આવતુ ધસમસતા પાણી પાછી મારે છે અને ખેતરોમાં પાણી ઘુસી રહ્યા છે. વારંવાર રજુઆત છતાં તંત્રએ પગલાં ભર્યા નહિ અને આ વર્ષે પણ ખેડૂતો ભોગ બન્યાનો આક્ષેપ ખેડૂતે લગાવ્યો છે.

ક્યાં ક્યાં પાણી ભરાયા ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ભાલ પંથકના કહેવાતા ગામડાઓમાં દેવળીયા, પાળીયાદ,ભાણગઢ જેવા ગામના ખેડૂતોના ખેતરમાં ઘેલો નદીમાં આવેલા ભારે વરસાદના નિરના કારણે પાણી ઘુસી ગયા હતા. જો કે કાળુભાર, ઘેલો સહિત ભાલ પંથકમાં સાત નદીઓનું સમુદ્ર સાથે મિલનનો વિસ્તાર એટલે ભાલ પંથક છે. હાલમાં ત્રણ ગામડાઓના ખેતરોમાં પાણી ભરાયા છે પરંતુ ભૂતકાળમાં દરેક નદીઓમાં પુર આવવાના સમયે ભાલના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ જતા હોય છે. ત્યારે મીઠાના અગરિયાને કારણે હવે સામાન્ય ભારે વરસાદમાં પાણી ખેતરોમાં આવવા લાગ્યાનો આક્ષેપ કરાયો છે. જો કે નદીના પાણીમાં પાક બગડવા પાછળના (No compensation to farmers) કોઈ સર્વે થાય છે કે નથી કોઈ વળતર મળતું પણ ખેડૂતોને મળે છે નુકશાની.

ખેતીવાડી વિભાગ શું કહે છે ભાવનગર તાલુકાના ગ્રામ્યના ગામડાઓ ઘણા ભાલ પંથકના કહેવાય છે. જેમાં વલભીપુર પાસેના ચમારડી ગામ પાછળ દરિયાઈ તરફના સરેક ગામડાઓ જેવા કે પાળીયાદ,દેવળીયા,ભાણગઢ,આણંદપર,માઢિયા,કાળાતળાવ,સનેસ,ખેતાખાટલી સહિત અનેક ગામડાઓ અધેલાઈ સુધી આવે છે. ત્યારે ભાવનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના (Agriculture Department of Bhavnagar) મદદનીશ ખેતીવાડી અધિકારી ડી પી જણાવે જણાવ્યું હતું કે નદીના કાંઠાના ખેડૂતોને અમે માર્ગદર્શન આપતા હોય છે કે ચોમાસામાં પાણી ખેતરોમાં નદીના ભરાય તો તેનો નિકાલ કરવો અને નિકાલ થવાથી પાક બચી જાય છે. જોકે આજદિન સુધી અમારી પાસે રજૂઆતો આવી નથી જો આવશે. SDRF નોમ્સ મુજબ સર્વે (SDRF Nomes Survey) કરી કાર્યવાહી કરીને યોગ્ય વળતર આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.