ભાવનગરના ખેડૂત આગેવાન અને Congress MLAની માગણીઃ નુકસાની સર્વે કરો

author img

By

Published : Oct 8, 2021, 2:15 PM IST

ભાવનગરના ખેડૂત આગેવાન અને Congress MLAની માગણીઃ નુકસાની સર્વે કરો

ભાવનગર જિલ્લામાં પાછોતરો વરસાદ સોના જેવો પાક થનાર ખેડૂતના પાકને બગાડતો ગયો છે. દસમાંથી પાંચ તાલુકામાં વરસાદના કારણે હજુ ખેતરોમાં પાણી છે અને ઉભો પાક પાણીમાં હોવાથી ખેડૂતોને નુકશાન છે. ખેતીવાડી અધિકારીને ત્રણ તાલુકામાંથી મૌખિક રજૂઆતો મળી છે તો ખેડૂત આગેવાન (Bhavnagar farmer leaders) અને Congress MLAની 80 ટકા જિલ્લામાં પાકમાં નુકશાનની ભીતિ સેવીને સરકારને સર્વે કરી વળતરની માગ કરી છે.

  • ભાવનગર જિલ્લામાં ખેડૂતોને 80 ટકાથી વધુ પાછોતરા વરસાદથી નુકશાન થયું
  • ધારાસભ્યે બોગસ સર્વે ન થાય અને વળતર મળે તેવી કરી માગ
  • Congress MLA કનુભાઈએ નિષ્ફળ ગયેલા પાકનો સર્વે કરી વળતર આપવા માગ કરી




    ભાવનગરઃ જિલ્લામાં થયેલા 4.18 લાખ હેકટર વાવેતરમાં પાછોતરા 50 ટકા કરતા વધુ વરસાદના કારણે હજુ પણ ખેતરોમાં પાણી સુકાયા નથી. ખેડૂતોની પાંચ તાલુકામાં ભારે નુકશાન થયું છે છતાં તંત્રએ હજુ મૌખિક ચાર તાલુકામાં નુકશાની હોવાનું જણાવ્યું છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્યએ તો સરકારને સામે પ્રહારો કરી સર્વે કરાવીને ખેડૂતોને વળતર આપવાની માગ પણ કરી લીધી છે.
    મહુવા, પાલીતાણા અને વલભીપુર પંથકમાંથી પાક બગડવાની રજૂઆતો



    આ દશા કોને કહેવા જવીઃ ખેડૂત


    ભાવનગર જિલ્લામાં 100 ટકા વરસાદ સાથે 10માંથી પાંચ તાલુકામાં પાછોતરા વરસાદથી ટકાવારી 100 ટકાને પાર છે જેથી ખેડૂતોના પાકને નુકશાન થયું છે. કપાસનું અઢી લાખ હેકટર જિલ્લામાં વાવેતર છે. એવામાં 100 ટકા પાંચ તાલુકામાં પાછોતરા વરસાદથી કપાસના જીંડવા બળી ગયા છે તો પાણી ભરાયા એ કપાસ સુકાઈ ગયા છે અને ખેતરોમાં હજુ પાણી ભરેલા હોવાથી 80 થી 90 ટકા નુકશાન જિલ્લામાં હોવાનું ખેડૂત આગેવાન (Bhavnagar farmer leaders) જણાવી રહ્યાં છે. આ સરકાર સામે ખેડૂતો થાકી ગયા છે. તાયફામાંથી ઊંચી આવે તો સરકાર ખેડૂત સામે જુએને તેમ કહીને કટાક્ષ માર્યો છે. મગફળી,કપાસ અને બાજરીમાં ભારે નુકશાન થયું છે



    પાછોતરા નુકશાન લઈ સર્વે કરવા અને વળતરની માગઃ Congress MLA કનુ બારૈયા


    ભાવનગર જિલ્લામાં એક માત્ર કોંગ્રેસના તળાજાના ધારાસભ્ય છે (Congress MLA) કનુભાઈ બારૈયાએ જણાવ્યું હતુ કે તેઓ ખેતરમાં ગયા છે કપાસમાં મગફળીમાં કશું બચ્યું નથી અને કઠોળમાં કાંઈ વધ્યું નથી. એરકંડીશનર રૂમમાં બેસીને મૌખિક આંકડા લેવા અધિકારીએ ન જોઈએ. ખેતરો સુધી જવું જોઈએ અને તપાસ કરવી જોઈએ. સરકારે તૌકતે વાવાઝોડામાં સર્વે કર્યો એમ ગોટાળા કર્યા અને ખેડૂતોને લાભ મળ્યો નથી ત્યારે આ પાછોતરા વરસાદમાં ભયંકર નુકશાન થયું છે ત્યારે સર્વે કરવો જોઈએ અને ખેડૂતોને વળતર મળવું જોઈએ.



    શું કહી રહ્યાં છે અધિકારી



હાલ તંત્ર પાસે મૌખિકપણે મહુવા, પાલીતાણા અને વલભીપુર પંથકમાંથી પાક બગડવાની રજૂઆતો આવી છે. જેને પગલે ગ્રામસેવક પાસેથી માહિતીઓ મંગાવવામાં આવી છે એટલે હાલ પ્રાથમિક માહિતીઓ મળી રહી છે. જિલ્લામાં 2.22 લાખ હેકટર કપાસ અને 1.19 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર છે અને આ બે મુખ્ય પાકો છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને કપાસના પાકને 50 ટકાથી વધારે નુકસાન, 3 ડેમ ઓવરફ્લો

આ પણ વાંચોઃ "મોકે પે ચોંકા" સરકારે તલાટીની હડતાળમાં ટેકાના ભાવે ખરીદી કરી : હવે દાખલા માટે ખેડૂતોની માગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.