આજે ‘પાંચ વર્ષ જનસુખાકારીના’, 'શહેરી જન સુખાકારી દિન’ તરીકે કરાશે ઉજવણી

author img

By

Published : Aug 8, 2021, 7:00 AM IST

વિજય રૂપાણી

રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આજે અમદાવાદ ખાતે શહેરી જન સુખાકારી દીનની ઉજવણી કરવામાં આવશે. ‘શહેરી જન સુખાકારી દિન’ નિમિત્તે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તેમજ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં રૂપિયા 5,855 કરોડની માતબર રકમનું લોકાર્પણ, ખાતામુહૂર્ત અને સહાય વિતરણ થશે.

  • રૂપિયા 5855 કરોડની માતબર રકમના લોકાર્પણ, ખાતામુહૂર્ત અને સહાય વિતરણ
  • રાજ્યની મહાનગરપાલિકામાં તેમજ 32 જિલ્લામાં એક એમ કુલ 40 જેટલા કાર્યક્રમો યોજાશે
  • ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-2021ની જાહેરાત સાથે 528 ચાર્જિંગ સ્ટેશનોની ઇન્ફાસ્ટ્રકચર સુવિધા ઉપલબ્ધ

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી 'પાંચ વર્ષ આપણી સરકારના, ’પાંચ વર્ષ સૌના સાથથી સૌના વિકાસના' ના વિષય આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે અમદાવાદ ખાતે શહેરી જન સુખાકારી દીનની ઉજવણી કરવામાં આવશે. જેમાં માળખાકીય સુવિધાઓ, સુંદર-પહોળા રસ્તા, પ્રદુષણમુક્ત ઈ-વાહનોનો પ્રારંભ, ગગનચુંબી ઇમારતો, અનેકવિધ ઓવરબ્રીઝ-અંડરપાસ, દરિયાઈ માર્ગોથી શહેરોને જોડીને સમય-ઇંધણની બચત સહિતના સંખ્યાબંધ જનસુખાકારીના કાર્યો આ સરકારે અસરકારકતાથી કર્યા છે.

આ પણ વાંચો- ડોક્ટર્સની હડતાળ ગેરમાન્ય, માંગ ખોટી છે : મુખ્યપ્રધાન રૂપાણી

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂપિયા 1000 કરોડના ચેકનું વિતરણ

આજે ‘શહેરી જન સુખાકારી દિન’ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં રૂપિયા 5,855 કરોડની માતબર રકમના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સહાય વિતરણ થશે. શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રાજયની 8 મહાનગર પાલિકાઓ અને 156 નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂપિયા 1000 કરોડના ચેકનું વિતરણ કરાશે.

ક્યાં કાર્યક્રમો યોજાશે

  • ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તેમજ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન દ્વારા રૂપિયા 1,833 કરોડના 551 કામોના લોકાર્પણ અને ખાતમૂર્હૂત થશે
  • વર્લ્ડ બેન્ક દ્વારા અમદાવાદને રૂપિયા 3 હજાર કરોડના રકમની સૈદ્ધાંતિક મંજુરી અપાશે
  • એશિયન ડેવલોપમેન્ટ બેન્ક દ્વારા રાજકોટના વોટર સપ્લાય પ્રોજેક્ટને રૂપિયા 328 કરોડની ગ્રાન્ટ અપાશે
  • ''રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર'' દ્વારા સુએઝ ટ્રીટમેન્ટપ્લાન્ટ દ્વારા 2600 એમએલડી પાણીનો પુનઃ ઉપયોગ શક્ય બનશે
  • પ્રદૂષિત પાણીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પુન:ઉપયોગી બનાવીને ઉદ્યોગોને પૂરૂ પાડવાનો નવતર અભિગમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે
  • રાજ્યના દરેક નગર-નિગમ અને 150થી વધુ નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે

ઇલેકટ્રીક વાહનોની સુવિધાઓ

પર્યાવરણ પ્રતિ જાગૃત અભિગમ અંતર્ગત ''ઈ-વ્હીકલ''માટે વર્ષ 2010-11માં ક્લાઈમેટ ચેન્જ વિભાગનું બજેટ રૂપિયા 101 કરોડ હતું, જે વર્ષ 2021-22 માં રૂપિયા 910 કરોડ પર પહોંચ્યું છે. ધોરણ-9થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન ખરીદવા માટે રૂપિયા 12,000ની સહાય આપવામાં આવી છે. ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-2021ની જાહેરાત કરવાની સાથે રાજયમાં 528 ચાર્જિંગ સ્ટેશનોની ઇન્ફાસ્ટ્રકચર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

રૂપિયા 10,000 વાહનોને સબસિડી સહાય આપવાનો લક્ષ્યાંક છે

ઈ-રીક્ષાની ખરીદી કરવા માટે રૂપિયા 50,000 રૂપિયાની સબસિડી સીધી લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત રૂપિયા 10,000 વાહનોને સબસિડી સહાય આપવાનો લક્ષ્યાંક છે. વ્યક્તિગત રીક્ષા ચાલક, મહિલા સાહસિક, યુવા સ્ટાર્ટઅપ સાહસિક, શિક્ષિત બેરોજગાર, વંચિતો, સહકારી મંડળીઓ, દિવ્યાંગ, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓને બેટરી આધારિત ત્રિ-ચક્રીવાહન યોજના માટે પ્રાથમિકતા આપવામાં આવી છે.

પીરાણા બાયો-માઈનિંગનો અભિનવ પ્રોજેક્ટ

અમદાવાદ સ્થિત પીરાણા બાયો-માઈનિંગનો અભિનવ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે 1 કરોડ મેટ્રીક ટનથી વધારે મોટો કચરાનો ઢગલો દૂર કરવા સાયન્ટીફીક એપ્રોચ અપનાવવામાં આવ્યો છે. પ્લાસ્ટિક અને કાપડ વેસ્ટ, ઈનરસેમી કમ્પોસ્ટ અને માટી-રોડાના મટીરીયલને વિભાજીત કરી શકે એવા આધુનિક મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે.

300 મેટ્રીક ટન કેપેસિટીના 30થી વધુ ટ્રોમેલ મશીનો અને 1000 મેટ્રીક ટન કેપેસિટીનું 1 મશીન કાર્યરત છે

બાયો-માઈનિંગ પ્રોસેસથી હવાની ગુણવત્તામાં મોટા પ્રમાણમાં સુધારો જોવા મળ્યો છે. 300 મેટ્રીક ટન કેપેસિટીના 30થી વધુ ટ્રોમેલ મશીનો અને 1000 મેટ્રીક ટન કેપેસિટીનું 1 મશીન કાર્યરત છે. અત્યાર સુધીમાં 24 લાખ મેટ્રીક ટન જેટલો કચરો દૂર કરી 13 એકર જેટલી જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે. પીરાણા ડમ્પસાઈટ લીગાસી વેસ્ટ પ્રોસેસીંગથી બાયો-માઈનિંગની આ કામગીરી ભારતભરમાં એક મોડલ તરીકે સ્વીકારવામાં આવી છે.

શહેરી વિસ્તારમાં વૉટર ગ્રીડનું નિર્માણ

પ્રદૂષિત પાણીને પુન:ઉપયોગી બનાવવા માટે ગુજરાતના શહેરી વિસ્તારમાં વોટર ગ્રીડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી સ્વચ્છ પાણી પરની ઉદ્યોગોની નિર્ભરતા ઓછી થઈ શકી છે. અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, સુરત, અંજાર,ગાંધીધામ સહિત 38 સુએઝ ટ્રીટમેન્ટપ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા છે. 767 એમએલડી ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરનો સફળતાપૂર્વક પુનઃ ઉપયોગ થઈ રહ્યો છે.

ફાટક મુક્ત ગુજરાત

''ફાટકમુક્ત ગુજરાત'' ના પ્રોજેક્ટ અંતર્ગત 72 ઓવરબ્રીજના નિર્માણનું કાર્ય રૂપિયા 3,000 કરોડના ખર્ચે પૂરજોશમાં ચાલી રહ્યું છે. કુલ રૂપિયા 7,400 કરોડના ખર્ચે ગુજરાતને ફાટકમુક્ત બનાવવાનું કામ રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે હાથ ધર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં શહેરી વિસ્તારમાં રૂપિયા 508.4 કરોડના ખર્ચે 31 રેલવે ફાટકો દૂર કરીને ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવાયા છે. વળી, મહાનગરપાલિકામાં 36 અને નગરપાલિકાઓમાં 45 ઓવરબ્રીજનું નિર્માણ કરાયું છે. આગામી ટૂંક સમયમાં દેશનું પહેલું ફાટકમુક્ત રાજય બનવા ગુજરાત અગ્રેસર થઇ રહ્યું છે.

આ પણ વાંચો- Celebration Of 5 Years: સુરતમાં રાજ્યકક્ષાનો Employment Day કાર્યક્રમ, સરકાર દ્વારા 50,000 નિમણૂકપત્ર એનાયત કરાશે

દરેક શહેરમાં રહેણાંક ઝોનમાં 1.8 એફએસઆઈ વિના મૂલ્યે અપાશે

કોમન GDCRના અભિનવ વિચાર અંતર્ગત શહેરો-નગરોમાં બાંધકામના સમાન નિયમો ઉપલબ્ધ થતાં રાજ્યના નાગરિકોને રાહત મળી છે. રાજયમાં મહત્તમ 70 મીટર સુધીની ઊંચાઈના બાંધકામને મંજૂરી મળી છે. રાજ્યના શહેરમાં બાંધકામના સમાન નિયમોને મંજૂરી આપનારુ ગુજરાત દેશભરમાં અગ્રેસર બન્યું છે. 7 મહાનગરપાલિકા, 15 નગરપાલિકાઓમાં સમાન બાંધકામના નિયમો બનાવવામાં આવ્યા છે, જયારે તમામ મહાનગરો, શહેરો, નગરપાલિકાઓમાં રસ્તાની પહોળાઈ મુજબ બાંધકામની ઊંચાઈની મંજૂરી અપાઈ છે. દરેક શહેરમાં રહેણાંક ઝોનમાં 1.8 એફએસઆઈ વિના મૂલ્યે અપાશે, પરિણામે મકાનની કિંમતમાં ઘટાડો થશે.

વર્ષ 2016 પહેલાં 200 TP સ્કીમને મંજૂરી અપાઈ હતી

શહેરોનો સુનિયોજીત વિકાસની કામગીરી અન્વયે 425 TP સ્કીમ, 40 DP સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2016 પહેલાં 200 TP સ્કીમને મંજૂરી અપાઈ હતી. 40 DP સ્કીમને મંજૂરી મળતા ગુજરાતના નગરોમાં વસતા નાગરિકોને મળતી સવલતોમાં વધારો થયો છે. છેલ્લા 3 વર્ષમાં 425 TP સ્કીમને મંજૂરી મળતા રાજ્યના શહેરોમાં વિકાસની રફતાર વધુ તેજ બની છે. રાજયના શહેરોમાં પાણી, ગટર વ્યવસ્થા, ઉદ્યાનો, ટ્રાફિક વ્યવસ્થાપન, સફાઈ કામગીરી જેવી ઉચ્ચતમ સવલતો પ્રાપ્ત થતાં સુનિયોજિત અને ઝડપી વિકાસ શક્ય બન્યો છે.

ગુજરાતમાં પણ બનશે દુબઇ-સિંગાપોર જેવી ગગનચુંબી ઇમારતો

હવે ગુજરાતમાં પણ બનશે દુબઇ-સિંગાપોર જેવી ગગનચુંબી ઇમારતો. આ વ્યવસ્થા માટે રાજ્ય સરકારે સ્કાય સ્ક્રેપરની મંજૂરીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં 22-23 માળના ઊંચા મકાનોને સ્થાને હવે 70થી વધુ માળની ઇમારતો બનશે. નવી નીતિથી આઈકોનિક સ્ટ્રકચર નિર્માણનો માર્ગ મોકળો થયો છે.

આ પણ વાંચો- 5 વર્ષની ઉજવણી નિમિતે મહાત્મા મંદિર ખાતે વિકાસ દિનની ઉજવણી કરવામાં આવશે

વર્ટિકલ ડેવલપમેન્ટથી જમીનોની કિંમત સ્વાભાવિક રીતે ઓછી થશે

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગરમાં ગગનચુંબી ઈમારતોના બાંધકામને પરવાનગી આપવાનું ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. વર્ટિકલ ડેવલપમેન્ટથી જમીનોની કિંમત સ્વાભાવિક રીતે ઓછી થશે અને શહેરના વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ શક્ય બનશે. મુંબઈ, દિલ્લી જેવા શહેરોના નિયમોનો અભ્યાસ કર્યા બાદ મંજૂરીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.