પરંપરાગત માટીના ગરબાની આધુનિક સમયમાં પ્રથા યથાવત

author img

By

Published : Sep 22, 2022, 4:02 PM IST

પરંપરાગત માટીના ગરબાની આધુનિક સમયમાં પ્રથા યથાવત

ગુજરાતની આગવી ઓળખ સમાન ગરબા અને મા અંબાને માટીના ગરબા પધરામણી કરીને ઉપાસના કરવામાં આવતી હોય છે. જેના સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. ધરે પણ માતાજીના ગરબાની સ્થાપનાનું ખાસ મહત્વ હોય છે. એવા માટીના ગરબાનું વેચાણ (Navratri Clay Graba Selling in Ahmedabad) પણ અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવાર છેલ્લા 50 વર્ષથી માટીના રંગબેરંગી ગરબા તૈયાર (Clay Garba Demands high in Morden Times Navratri) કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ રાજ્યમાં નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રીને લઇ તમામ તૈયારીઓ (Garba Sthapan in Navratri) પૂર્ણ કરવામાં આવી રહી છે. મંદિર અને ઘરે માટીના છિદ્રવાળા રંગબેરંગી ગરબાની સ્થાપના કરવામાં આવતી હોય છે. ચાચર ચોકમાં માટીના છિદ્રવાળા રંગબેરંગી ગરબાની અંદર માતાજીનો દીવો મુકીને મહિલા દ્વારા ગરબા ગવાતા હોય છે. આજના આધુનિક સમયમાં પણ આ પ્રથા (Morden Times Navratri in Ahmedabad ) ચાલી આવી રહી છે.

પ્રજાપતિ પરિવાર છેલ્લા 50 વર્ષથી માટીના રંગબેરંગી ગરબા તૈયાર

અત્યાર સુધીમાં 5000 જેટલા ગરબાનું વેચાણ માતાજીના ગરબા, માટલા, કોડીયા બનાવવાના વારસાગત વ્યવસાય સાથે સંકળાયેલા કુંભાર પરિવારના સભ્યો નવરાત્રીના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે એક મહિના પહેલાથી તૈયારી શરૂ કરી દેવામાં આવતી હોય છે. આ વર્ષ પણ એક મહિના પહેલાથી રંગબેરંગી ગરબા (Clay Garba Demands high in Morden Times Navratri) તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે 5000 જેટલા ગરબાનું વેચાણ કરી દેવામાં આવ્યું છે. હજુ પણ લોકોની માંગ ઘટાડો જોવા મળી રહ્યો નથી.

રંગબેરંગી ગરબાની કિંમત 100 રૂપિયા આ પ્રજાપતિ પરિવાર છેલ્લા 50 વર્ષથી રંગબેરંગી ગરબા તૈયાર (Colourful Clay Navratri Garba selling in Vasana) કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તૈયાર ગરબાના હોલસેલ અને રીટેઈલર્સ ગ્રાહકો હોલસેલના ભાવે અંદાજે 40 રૂપિયા રાખવામાં આવી રહ્યો છે. બજાર આ ગરબાનું છુટકમાં 100 રૂપિયાની આસપાસ વેચાણ (Navratri Clay Graba Selling in Ahmedabad) કરવામાં આવી રહ્યું છે.

ડિઝાઈનર ગરબા બંગલાની શોભા વધારે છે નવરાત્રિ મહોત્સવ દરમિયાન પરંપરાગત માટીના ગરબાના વેચાણ (Traditional Clay Garba Demands high) કેન્દ્રોમાં ડિઝાઇન ગરબાની પણ સારી બોલબાલા જોવા મળી રહી છે. માટીના ગરબાના સ્થાને એક એકથી ચડિયાતા રંગોથી સુશોભિત કરી તેના પર અવનવા પ્રકારની ડિઝાઇન દોરી વધુ આકર્ષક રીતે તૈયાર કરવામાં આવે છે. આધુનિક સમયની અંદર બજારમાં તાંબા પિત્તળના ગરબા જો મળી રહ્યા છે, પરંતુ ભારતીય પરંપરાગત સંસ્કૃતિ હાલમાં માટીના રંગબેરંગી ગરબા આજની શેરીમાં નવરાત્રીના સમયમાં જોવા મળી આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.