જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા ટૂરિઝમ અધિકારીઓ આવ્યા અમદાવાદ, ગુજરાતીઓને ફરવા આવવા કર્યું આહ્વાન

author img

By

Published : Sep 22, 2021, 11:38 AM IST

જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા ટૂરિઝમ અધિકારીઓ આવ્યા અમદાવાદ, ગુજરાતીઓને ફરવા આવવા કર્યું આહ્વાન

જમ્મુ-કાશ્મીરમાં ફરવું કોને ન ગમે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓનું પ્રમાણ વધારવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. અત્યારે કોરોના પછી અહીં પ્રવાસીઓની સંખ્યા ઘણી જ ઘટી છે. જોકે, હવે તેને વધારવા માટે જમ્મુ-કાશ્મીર ટૂરિઝમના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે લોકોને જમ્મુ-કાશ્મીર ફરવા માટે આહ્વાન કર્યું હતું.

  • કોરોના પછી જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી
  • જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા ટૂરિઝમ અધિકારીઓનો પ્રયાસ
  • ટૂરિઝમ અધિકારીઓએ ગુજરાતીઓ માટે કરી વિશેષ વ્યવસ્થા

અમદાવાદઃ કોઈ પણ રાજ્યના વિકાસમાં પ્રવાસન સ્થળોનો પણ મહત્ત્વનો ફાળો હોય છે. પ્રવાસન સ્થળો પર આવતા પ્રવાસીઓના કારણે રાજ્યને આવક થાય છે. ત્યારે ધરતી પરનું સ્વર્ગ કહેવાતા જમ્મુ-કાશ્મીરમાં ફરવું કોને ન ગમે. જોકે, કોરોનાના કારણે જમ્મુ-કાશ્મીર ફરવા જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. ત્યારે કોરોના પછી જમ્મુ અને કાશ્મીરમાં ટુરિસ્ટનું પ્રમાણ વધારવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ જમ્મુ-કાશ્મીર ટૂરિઝમના અધિકારીઓ અમદાવાદ આવ્યા હતા. અહીં તેમણે ગુજરાતી લોકોને જમ્મુ કાશ્મીરમાં ફરવા આવવા માટેનું આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચોઃ ગુજરાત પ્રવાસન અંગે લોકોને માહિતગાર કરવા માટે ભુજમાં ત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન

જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ પ્રવાસીઓ ગુજરાતમાંથી આવે છે

જમ્મુ-કાશ્મીરના ટૂરિઝમના અધિકારીઓના જણાવ્યા મુજબ, જમ્મુ અને કાશ્મીરમાં વધુ પ્રવાસીઓમાં ગુજરાતીઓ મોખરે છે. ત્યારપછી પશ્ચિમ બંગાળના લોકો જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા આવે છે. જ્યારે ફરવા માટે આવતા લોકો માટે ગુજરાતી ખાવાની સગવડ મળી રહે છે. ફિલ્મોના શૂટિંગ માટે 25 ટકા સબસિડી આપવામાં આવે છે. તો ટૂરિસ્ટનું પ્રમાણ વધે અને જમ્મુ-કાશ્મીર તરફ લોકોનું આકર્ષણ થાય તે માટે નવા સ્થળ પણ તૈયાર કરવામાં આવ્યા છે. હવે નવરાત્રી આવી રહી છે. તો તેને લઈને જમ્મુ-કાશ્મીરમાં ખાસ આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

ટૂરિઝમ અધિકારીઓ આવ્યા અમદાવાદ

આ પણ વાંચોઃ જાણો સરહદી ગામ ધોરડોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ

ગુજરાતીઓ માટે ખાસ વ્યવસ્થા કરાશે

કોરોના બાદ અત્યારે જમ્મુ કાશ્મીરમાં ટૂરિસ્ટનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું છે. જ્યારે હવે જમ્મુમાં ફિલ્મના શૂટિંગ તેમ જ ડોક્યુમનેટરી માટે નવા ફરવાલાયક સ્થળો ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે હવે આગામી સમયમાં ટૂરિઝમ દ્વારા ગુજરાતના લોકો માટે ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.