શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી, 5000 હજાર કરોડથી પણ વધુની રકમના કામોનું લોકાર્પણ

author img

By

Published : Aug 8, 2021, 7:49 PM IST

Updated : Aug 8, 2021, 8:04 PM IST

Gujarat News

ગુજરાત રાજ્યમાં વિજય રૂપાણીની સરકાર પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ રવિવારે પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે 5000 હજાર કરોડથી પણ વધુની માતબર રકમના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી કરી છે. જેમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન, સહિત તમામ સરકારના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.

  • શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી
  • રૂપિયા 5000 હજાર કરોડના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સહાય વિતરણ કાર્યક્રમ
  • જો ગાયો પર દયા કરવામાં નહિ આવે તો સરકાર પણ એમની દયા નહિ ખાય: જાડેજા

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણી (Vijay Rupani), નાયબ મુખ્યપ્રધાન (Deputy CM) નીતિન પટેલ, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) સહિત તમામ પ્રધાનો અને નેતા, કાર્યકરોની ઉપસ્થિતમાં રવિવારે શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રૂપાણીએ 5000 હજાર કરોડથી પણ વધુની માતબર રકમના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ચેક વિતરણ કર્યા હતા.

શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી

આ પણ વાંચો : રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ થવા બાબતે શિક્ષણપ્રધાનનું નિવેદન

આજનો કાર્યક્રમ કેટલા સ્થળોએ આયોજન

ગુજરાતની રૂપાણી સરકાર (Rupani Government) દ્વારા રવિવારે શહેરી જનસુખાકારી દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યની 8 મહાનગરપાલિકામાં તેમજ 32 જિલ્લાઓમાં એમ કુલ 40 જેટલા સ્થળે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાંચ વર્ષ જનસુખાકારીના થીમને આધારે રાજ્ય સરકાર જે પ્રજાલક્ષી કાર્યોનો પ્રારંભ તથા પાંચ વર્ષના ઉપલક્ષમાં થયેલા કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. રૂપાણીની સરકારે કરોડોની માતબર રકમનું લોકાર્પણ કરી જન સેવા યજ્ઞ કર્યો છે. જેના ભાગરૂપે એક નવતર અભિગમ રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા 2600 MLD પાણીનો પુનઃ ઉપયોગ શક્ય બનાવ્યો છે. તો બીજી તરફ પ્રદુષિત પાણીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પુનઃ ઉપયોગી બનાવીને ઉદ્યોગોને પૂરું પાડવાનો નવતર અભિગમ પણ સરકારે અમલમાં મુક્યો છે. રાજ્ય સરકારે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે દરેક નગર નિગમ અને નગરપાલિકાઓમાં પણ સ્થાપિત કરવામાં આવ્યો છે.

શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી
શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી

આ પણ વાંચો : આજે ‘પાંચ વર્ષ જનસુખાકારીના’, 'શહેરી જન સુખાકારી દિન’ તરીકે કરાશે ઉજવણી

અમદાવાદ શહેરને રૂપિયા 3000 કરોડની રકમની મળી મંજૂરી

શહેરી જનસુખાકારીની વ્યવસ્થા વધુમાં વધુ સઘન અને સુરક્ષિત સાથે સલામત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં અને 156 નગરપાલિકાઓમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂપિયા 1000 કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તેમજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રૂપિયા 1388 કરોડના કુલ 551 કામોનું પણ મુખ્યપ્રધાન રૂપાણી પાંચ વર્ષની ઉજવણીને લઈ શહેરી જનસુખાકારી દિનની ઉજવણી દિવસે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. અમદાવાદ શહેરને વર્લ્ડ બેન્ક (World Bank) દ્વારા રૂપિયા 3000 કરોડની રકમની મંજૂરી મળી છે. એશિયન ડેવલોપમેન્ટ બેન્ક (ADB) દ્વારા રાજકોટના વોટર સપ્લાય પ્રોજેક્ટની પાછળ કુલ 328 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જ્યારે અન્ય નગરપાલિકાઓમાં રૂપિયા 100 કરોડના વોટર સપ્લાય પ્રોજેક્ટ પાછળ ગ્રાન્ટ આપવામાં આવી છે. ગ્રીન સીટી સુરતને રૂપિયા 38 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી
શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી

ગુજરાતમાં કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં નહિ આવે: પ્રદીપસિંહ

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિરોધ પ્રદર્શિત કરનારાઓને જનતાનું સમર્થન નામ મળ્યું અને પ્રદર્શનકારીઓનો પરાજય થયો હતો. તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જે ગાયોની દયા નથી કરી રહ્યું તેમની પણ સરકાર દયા નહીં ખાય. રાજ્ય સરકારે ગૌહત્યા સામેનો અને લવજેહાદનો કાયદો બનાવ્યો હતો. લવજેહાદના કાયદાનો પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતની બહેન દીકરીઓ હાલ સુરક્ષિત અનુભવ કરી રહી છે, ત્યારે એક સોશિયલ મીડિયામાં ખોટા ID અને નામ બદલીને કેટલાક તત્વો દ્વારા ગુજરાતની દીકરીઓને પટાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી પરંતુ લવજેહાદના કાયદા બાદ હવે તેમને છોડવામાં નહીં આવે. આગામી દિવસોમાં ગુંડા નાબુદી ધારા કાયદાનો પણ અમલ કરવામાં આવશે. મહિલાઓની રક્ષણ કરવું સરકારની જવાબદારી છે. ચેઇન સ્નેચિંગ કાયદામાં સાત વર્ષની સજાની જોગવાઈ રહેલી છે. છેલ્લા પાંચ વર્ષમાં શહેરી વિકાસમાં પણ અનેરો વિકાસ થયો છે.

Last Updated :Aug 8, 2021, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.