ક્યાંક નદીની નજીક ન જવા આદેશ, તો ક્યાંક ડેમના દરવાજા ખોલવા પડ્યા

author img

By

Published : Jul 12, 2022, 11:48 AM IST

ક્યાંક નદીની નજીક ન જવા આદેશ, તો ક્યાંક ડેમના દરવાજા ખોલવા પડ્યા

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે અનેક નદીઓમાં પૂર (Heavy Rain in Gujarat) આવ્યું છે. જ્યારે કેટલાક ડેમના દરવાજા પણ ખોલી કઢાયા છે. તો સરકાર પણ રાજ્યની સ્થિતિ પર નજર રાખી રહી છે. તો નર્મદાની ઢાઢર નદી અંગે જિલ્લા વહીવટી તંત્રએ તાકીદની સૂચના જાહેર કરી છે. બીજી તરફ પંચમહાલના દેવ ડેમના દરવાજા ખોલી કઢાયા છે.

અમદાવાદઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે મોટા ભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે. ધોધમાર વરસાદના (Heavy Rain in Gujarat) કારણે અનેક ડેમના દરવાજા ખોલવાની (The gates of Dev Dam were opened) પણ ફરજ પડી છે. તેવામાં નર્મદાની ઢાઢર નદીના કાંઠાના વિસ્તારોનું જિલ્લા કલેક્ટરે નિરીક્ષણ કર્યું હતું. સાથે જ તેમણે તટમાં ન જવા અપીલ કરી હતી.

જિલ્લા કલેક્ટરે આપી સૂચના - તો આ તરફ નર્મદાની ઢાઢર નદી અંગે જિલ્લા વહીવટી તંત્રએ તાકીદની સૂચના જાહેર કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઢાઢર નદી જ્યાંથી પસાર થાય છે. એ વિસ્તારના પ્રાન્ત અધિકારીઓ અને મામલતદારોને તાકીદની સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેકટર અતુલ ગોરે આ અધિકારીઓને તકેદારીના તમામ પગલાં લેવા અને નદી કાંઠાના વિસ્તારોની નિરીક્ષણ અને મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી છે.

આ પણ વાંચો-રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત

નદી કાંઠાના લોકોને સાવધ રહેવા સૂચના - સાથે જ જિલ્લા કલેક્ટરે નદી કાંઠાના રહીસોને સાવધ કરવા અને અસરગ્રસ્ત થવાની શક્યતાવાળા તમામ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને પણ ઢાઢર નદી કાંઠે ન જવા, તટમાં હાજર ન રહેવા, ઢોર ન ચરાવવા અને ભય જણાય તો સલામત સ્થળે ખસી જવા અને તંત્રને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- મુખ્ય સચિવે લીધી મુખ્ય કન્ટ્રોલ રૂમની મુલાકાત, શહેરીજનોને કરી અપીલ

દેવ ડેમમાંથી પાણી છોડાયું - તો આ તરફ પંચમહાલના દેવ ડેમના (The gates of Dev Dam were opened) 6 દરવાજા આંશિક ખોલવામાં આવ્યા છે. પાણીની આવક વધતા હાલોલ તાલુકામાં આવેલાં દેવ નદી પરના દેવ ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. અત્યારે ગેટ નંબર 2, 3, 6, અને 7ને 1.2 મીટર અને 4 અને 5ને 1.5 મીટર જેટલા ખૂલ્લા રાખીને 24,504 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નાગરિકોને સલામત સ્થળે ખસી જવા અનુરોધ - આ દેવ નદી (The gates of Dev Dam were opened) આગળ જઈને ઢાઢર નદીને મળે છે. તેને અનુલક્ષીને દેવ અને ઢાઢર કાંઠે આવેલા વડોદરા જિલ્લાના ગામોમાં એલર્ટ રહેવા (Alert in the villages of Vadodara district) અને નાગરિકોને સલામત સ્થળ પર ખસી જવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.