એક મતથી જીત મેળવી સરદારે કરી રાજકીય કારકિર્દીની શરૂઆત

author img

By

Published : Oct 31, 2021, 7:15 AM IST

Sardar Patel Birth Anniversary

સરદાર વલ્લભભાઈ પટેલે (Sardar Vallabhbhai Patel) 1917માં યોજાયેલી દરિયાપુર વોર્ડની પેટા ચૂંટણીમાં ઇતિહાસ રચ્યો હતો. તેઓ માત્ર એક મતથી હરિફ બેરિસ્ટર ગુલામ મયુદ્દીન સામે જીત્યા હતા. તે સમયની આ ચૂંટણી ખુબ જ રસાકસીભરી રહી હતી. આજે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી (Sardar Patel Birth Anniversary ) પર જાણો કેવી રીતે શરૂ થઈ તેમની રાજકીય કારકિર્દી...

  • 1917માં પેટા ચૂંટણી જીતીને સરદારે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી
  • સરદાર પટેલ 1924માં અમદાવાદના સુધરાઈ અધ્યક્ષ બન્યા
  • બારડોલી સત્યાગ્રહ દરમિયાન તેમને સરદારનું બિરુદ મળ્યું

ન્યૂઝ ડેસ્ક : ચૂંટણીમાં એક મતની કિંમત શું છે અને એક એક મત મેળવવા માટે તમામ ઉમેદવારો કેવી રીતે એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. આ માટેનું એક ઉત્તમ ઉદાહરણ સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel) જીત સાથે જોવા મળી રહ્યું છે. સરદારે 1917માં યોજાયેલી દરિયાપુર વોર્ડની પેટા ચૂંટણીમાં એક મતથી જીત મેળવી હતી. મહત્વનું છે કે, એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે 314 મત મળ્યા હતા, ત્યારે તેમના હરિફ બેરિસ્ટર ગુલામ મયુદ્દીનને 313 મત મળ્યા હતા. માત્ર એક જ મતથી સરદાર પટેલ વિજયી (Sardar Patel Birth Anniversary ) બન્યા હતા. અમદાવાદના ઈતિહાસમાં સૌથી પ્રથમ વખતની આ ચૂંટણી રસાકસીભરી માનવામાં આવે છે.

સરદાર પટેલ માત્ર એક મતથી જીત્યા હતા ચૂંટણી

પોતાના વિસ્તારમાં પ્રતિનિધિ ચૂંટવાની પ્રથા વર્ષો જૂની ચાલી આવે છે, ત્યારે 1917માં યોજાયેલી દરિયાપુર વોર્ડની પેટા ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલ એક મતથી જીત્યા હતા. આ બાદ જ તેમની રાજકીય જીવનની શરૂઆત થઇ હતી.આ ચૂંટણી જીતીને સરદાર પટેલ 1924માં સુધરાઈના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા. આ બાદ બારડોલી સત્યાગ્રહ દરમિયાન તેમને સરદારનું બિરુદ મળ્યું હતું. 1931માં તેમને કરાંચી કોંગ્રેસના પ્રમુખપદે બિનહરીફ ચૂંટાયા હતા.

સરદાર દેશના સિંહ પુરુષ તરીકે આપણી સ્મૃતિમાં કાયમ અંકિત થઈ ગયા

સામાન્ય ધરતીપુત્ર અને બાદમાં ભારતના ભાગ્ય વિધાતા બનેલા સરદાર વલ્લભભાઈ પટેલ દેશના સિંહ પુરુષ તરીકે આપણી સ્મૃતિમાં કાયમ અંકિત થઈ ગયા છે. હંમેશા ભારતને આગળ લાવવા માટે લોકોના હૃદયમાં પોતાનું સ્થાન સરદાર પટેલે કાયમ કર્યું હતું. એટલે જ કહી શકાય કે, અભૂતપૂર્વ ભવ્ય જીવન સરદાર પટેલનું રહ્યું છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.