ફરિયાદના નિકાલ કરવામાં AMC નિષ્ફળ, વિપક્ષ નેતા

author img

By

Published : Sep 6, 2022, 6:50 PM IST

ફરિયાદના નિકાલ કરવામાં AMC નિષ્ફળ, વિપક્ષ નેતા

અમદાવાદ કોર્પોરેશન દ્વારા જનતાને પ્રાથમિક સુવિધાઓ માટે ઓનલાઇન અને ઓફલાઈન અરજી કરવા માટેની સુવિધા ઉભી કરવામાં આવી હતી. જેના પગલે માત્ર 15 દિવસમાં 33249 ફરિયાદો સામે આવતા વિપક્ષે શહેરમાં ઉભી થયેલી સમસ્યા લઈ કોર્પોરેશન પર આકરા પ્રહાર કર્યા હતા. AMC failed to dispose of complaint, Opposition leader attacked on AMC

અમદાવાદ અમદાવાદ શહેર સ્માર્ટ સિટી તરીકેની તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જ્યારે હાલના સમયમાં સ્માર્ટ સિટી નહીં પરંતુ એક સમસ્યાનો શહેર બની ગયું (Ahmedabad smart city become problem city) હોય તેવું સામે આવી રહ્યું છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ માટે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને અરજીઓ કરી શકાય તેવી સુવિધા ઉભી કરવામાં આવી હતી. જેમાં માત્ર ઓનલાઇન જ 33249 ફરિયાદોની સામે 18308 ફરિયાદોનો નિકાલ કર્યા વિના બંધ કરી દેતા કોર્પોરેશન વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને અરજીઓ કરી શકાય સુવિધા ઉભી કરવામાં આવી હતી.

એન્જીયરીંગ વિભાગની 16106 ફરિયાદ અમદાવાદ કોર્પોરેશનમાં ઓનલાઈન અરજી ( Ahmedabad Corporation Online Application) કરવા માટે 15503 ઉપર શહેરની જનતાએ માત્ર 15 દિવસમાં જ 33249 જેટલી ફરિયાદો સામે આવી હતી જેમાંથી 16106 જેટલી ફરિયાદ માત્ર એન્જીનીયરીંગ વિભાગની ફરિયાદો સામે આવી હતી. આ આંકડો માત્ર ઓનલાઈનના જ છે. હજુ ઓફલાઈન આંકડો પણ બહાર આવ્યો નથી. આ ઓનલાઈન આંકડા પર સાબિત થાય છે. અમદાવાદ શહેરએ મેગા શહેર અહીં પણ સમસ્યાનું શહેર બની ગયું છે.

પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણેએ જણાવ્યું હતું કે સત્તાધારી ભાજપ દ્વારા સૌનો વિકાસ સારો વહીવટ, સ્વચ્છ અમદાવાદ, ગુલાબી અમદાવાદ પોકળ પુરવાર થઈ રહી છે. આજે દરેક ક્ષેત્રમાં નિરાશા, હાડમારી અને ગેરવ્યવસ્થાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સેવાના નામ પર શહેરની જનતાને લૂંટવામાં આવી રહી છે. શહેરમાં પીવાના પાણીની સમસ્યા, અડધો ઈંચ વરસાદમાં પાણી ભરાઈ જવા, રોડ પર ભુવા પડવાની સમસ્યા, રોડ તૂટી જવા જેવી સમસ્યાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

મધ્ય ઝોનમાંથી 5225 ફરિયાદ મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો સૌથી વધુ એન્જિનિયર વિભાગમાંથી 3429 ફરિયાદો સામે આવી છે. જ્યારે ગાર્ડન વિભાગમાંથી 346 ફરિયાદ (Complaint from Garden Department), એસ્ટેટ વિભાગમાંથી 35 ફરિયાદ (Complaint from Estate Department), હેલ્થ વિભાગમાંથી 2372 ફરિયાદ (Complaint from Health Department) આમ કુલ મળીને 5225 ફરિયાદ આવી છે.જેમાંથી માત્ર 1928 ફરિયાદનો નિકાલ થયો છે.

પૂર્વ ઝોનમાંથી 3625 ફરિયાદ પૂર્વ ઝોનમાંથી 3625 ફરિયાદ સામે આવી છે. મધ્ય ઝોન કરતા પૂર્વ ઝોનમાં સૌથી વધુ 1651 ફરિયાદો સામે આવી છે. આ ઉપરાંત હેલ્થની 352, ગાર્ડન 448, CNCD 165, રાત્રી લાઇટની 482 જેટલી ફરિયાદો સામે આવી છે. દક્ષિણ ઝોનમાં પણ એન્જિનિયર વિભાગની 3887 જેટલી ફરિયાદો (Complaints of Engineer Department) સામે આવી છે. જ્યારે ગાર્ડન લાગતી 706,હેલ્થની 448 એસ્ટેટ વિભાગની 20 જેટલી ફરિયાદો સામે આવી છે.

એક જ જગ્યાની 100 ફરિયાદો વિપક્ષે કરેલા આક્ષેપ (Opposition allegations AMC) પર સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને (Standing Committee Chairman) જણાવ્યું હતું કે જનતા ફરિયાદ માટે કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા ઓનલાઈન અરજીની સેવા શરૂ કરવામા આવી હતી. જે જાહેર રસ્તાની ફરિયાદો સામે આવે છે. તેમાં એક ને એક ફરિયાદો 100 વખત જોવા મળે છે. જેના કારણે આટલો મોટો આંકડો સામે જોવા મળી રહ્યો છે, પરંતુ જે પણ અરજી આવી રહી છે. તેને તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.