હવે એલસી બાબતે સ્કૂલની મનમાની નહિ ચાલે, એડમિશન નહિ મળે તો DEO એડમિશન કરાવશે

author img

By

Published : Aug 28, 2021, 7:31 AM IST

Updated : Aug 28, 2021, 9:12 AM IST

deo

કોરોનાકાળમાં લોકો પોતાના બાળકાના ભણતરને લઈને ચિંતિત થયા છે. પોતાના બાળકોનુ શિક્ષણ ન બગડે અને ખિસ્સા પર ભાર પણ ન આવે તે માટે વાલીઓ ઓછી ફી વાળી શાળાઓમાં પોતાના બાળકોનો પ્રવેશ લઈ રહ્યા છે પણ જૂની સ્કુલો LC આપવામાં આનાકાની કરી રહી છે. જેની રજૂઆત શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી.

  • શાળાઓ કરી રહી છે LC આપવામાં આનાકાની
  • વિદ્યાર્થીઓને પડી રહી છે પ્રવેશ મેળવવામાં મુશ્કેલી
  • RTE હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો

અમદાવાદ: કોરોના કાળમાં માતા-પિતા બાળકોના મોંઘા ભણતરનો ભાર ઉપાડી શકતા નથી તેથી તેઓ ઓછી ફી વાળી સ્કુલો અથવા તો સરકારી શાળાઓ તરફ વળ્યા છે, પણ ખાનગી સ્કુલો એલસી આપવામાં મનમાની કરી રહી છે જેના કારણે વાલીઓને બીજી જગ્યાએ એડમિશન લેવામાં મુશ્કેલી પડી રહી છે. આ વાત DEOને ધ્યાને આવતા આ બાબાતે પગલા લીધા છે.

ફી બાકી હોવાના કારણે LC ના આપવામાં આવ્યું

સામાન્ય રીતે જૂની સ્કૂલમાંથી LC લઈને નવી સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો હોય છે પરંતુ કેટલાક બાળકોની સ્કૂલોમાં ફી બાકી હોવાના કારણે કે અન્ય કારણોસર સ્કુલ પ્રસાશન વિદ્યાર્થીઓના LC આપતી નથી. જેના કારણે વાલીઓને બીજી સ્કૂલમાં એડમિશન લેવા માટે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. RTE એક્ટ મુજબ 14 વર્ષથી નીચેના બાળકને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો હક છે. DPS ઇસ્ટ બંધ થવાને કારણે સ્કૂલના પ્રાથમિક માધ્યમના 2 વિદ્યાર્થીઓને સ્કૂલે ફી ના મુદ્દે LC આપવામાં આવ્યું નહોતું. જેને લઈને વાલીએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી એ RTE એક્ટ હેઠળ જ અભ્યાસના હકને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને LC વિના નવી સ્કૂલમાં પ્રાથમિક માધ્યમમાં એડમિશન મેળવવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો : સત્તાનો આ તો કેવો નશો, ભાજપ મેઘાણી પરિવારના સભ્યોનું પણ નામ લખવાનું ભૂલ્યા, કોંગ્રેસ અને AAPએ કર્યા પ્રહાર

RTE હેઠળ વગર LCએ પણ મેળવી શકાશે એડમિશન

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્ર સિંહ પઢેરિયાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે," RTE એક્ટ મુજબ 14 વર્ષથી નીચેના પ્રાથમિક માધ્યમમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષણ મેળવવાનો હક છે, જેમાં જે તે સ્કૂલ કોઈ કારણસર વિદ્યાર્થીનું LC ના આપે તો LC વિના વિદ્યાર્થી અન્ય સ્કૂલમાં એડમિશન લઈ શકે છે. RTE એક્ટ મુજબ જ અમે DPS ઇસ્ટ બંધ થતાં 2 વિદ્યાર્થીઓને LC ના આપવામાં આવતા તેમને CBSE ની અન્ય સ્કૂલમાં LC વિના તેમના અભ્યાસના હક માટે એડમિશન અપાવ્યું છે.અન્ય સ્કૂલમાં પણ 14 વર્ષ સુધીના વિદ્યાર્થીને RTE હેઠળ શિક્ષણ મેળવવાનો હક છે તે માટે LC સ્કૂલ દ્વારા અટકાવી રાખવામાં આવ્યું હશે તેને અન્ય સ્કૂલમાં LC વિના પ્રવેશ અપાવવા નિયમ મુજબ મદદ કરીશુ.

આ પણ વાંચો : કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે બંધારણ નિર્માણ પર ફિલ્મ પોસ્ટર્સનું કર્યુ અનાવરણ, ગુજરાતી ફિલ્મને પણ મળ્યું સ્થાન

Last Updated :Aug 28, 2021, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.