દ્વારિકામાં ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે, જાણો દર્શનનો સમય

author img

By

Published : Aug 28, 2021, 7:09 PM IST

Dwarika Puri

ગુજરાતમાં જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થનાર છે. કોરાનાને કારણે ગત વર્ષે જન્માષ્ટમીની ઉજવણી થઈ શકી ન હતી. હવે આ વખતે ગુજરાતમાં કોરાના કેસ નહીવત થયા છે. જેથી રાજ્ય સરકારે છૂટ આપી છે પણ ચોક્કસ ગાઈડલાઈન્સના પાલન સાથે ઉજવણી કરાશે. યાત્રાધામ દ્વારિકામાં જન્માષ્ટમીની ભારે ઉલ્લાસ સાથે ઉજવણી થશે.

  • સાત પુરીમાં દ્વારિકા પુરીનું સ્થાન
  • જન્માષ્ટમીએ ભગવાન દ્વારિકાધીશને ખુલ્લા પડદે સ્નાન
  • દ્વારિકા મંદિરને રોશનીનો શણગાર

અમદાવાદ: સાત પુરીમાં જેનું આગવું સ્થાન છે, એવા દ્વારિકાપુરીમાં જન્માષ્ટમીની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી થશે. ભગવાન દ્વારિકાધીશના દર્શન કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે થઈ શકશે. મંદિર સત્તાવાળાઓ દ્વારા તેની પુરી કાળજી લેવામાં આવી છે અને ભક્તો પણ માસ્ક પહેરીને આવે, અને સોશિયલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન કરે તે રીતની અપીલ કરાઈ છે.

કૃષ્ણ જન્મને વધાવવા ગુજરાત હરખઘેલું બન્યું

યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે. દ્વારિકાનગરીને પુરી રીતે શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણના જન્મના વધામણા કરવા માટે ગુજરાતવાસીઓ હરખઘેલા બન્યા છે. દ્વારિકા મંદિરને રોશનીનો શણગાર કરાયો છે અને જન્માષ્ટમીના દિવસે ભગવાન રાજાધિરાજ દ્વારિકાધીશને વિશેષ સ્નાન વિશેષ શ્રુંગાર અને મહાઆરતી કરવામાં આવશે.

ભગવાન દ્વારિકાધીશના દર્શનનો સમય

  • તારીખ 30 ઓગસ્ટને સોમવાર જન્માષ્ટમી છે
  • વહેલી સવારે 6 વાગ્યે મંગળા આરતી
  • સવારે 6 થી 8 મંગળા દર્શન
  • સવારે 8 વાગ્યે શ્રીજીને ખુલ્લા પડદે સ્નાનના દર્શન
  • 9 વાગ્યે શ્રીજીને અભિષેક બાદ દર્શન બંધ
  • સવારે 10 વાગ્યે સ્નાન ભોગ અર્પણ
  • 10:30 વાગ્યે શ્રૃંગાર ભોગ અર્પણ
  • 11 વાગ્યે શ્રૃંગાર આરતી
  • 11:15 ગ્વાલ ભોગ
  • બપોરે 12 વાગ્યે રાજભોગ અર્પણ
  • બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી અનોસર બંધ રહેશે
  • સાંજે 5 વાગ્યે ઉત્થાન દર્શન
  • 5:30 ઉત્થાન ભોગ અર્પણ
  • 7:15 વાગ્યે સંધ્યા ભોગ અર્પણ
  • 7:30 વાગ્યે સંધ્યા આરતી
  • 8 વાગ્યે શયન ભોગ અર્પણ
  • 8:30 શયન આરતી
  • 9 વાગ્યે અનોસર બંધ
  • રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ
  • રાત્રે 2:30 વાગ્યે અનોશર બંધ
  • તારીખ 31 ઓગસ્ટને મંગળવારે
  • સવારે 7 વાગ્યે પારણા ઉત્સવ દર્શન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.