બેન્કિંગના કામ માટે જૂન મહિનો સરળ રહેશે, માત્ર 6 દિવસ બેન્કો રહેશે બંધ

author img

By

Published : May 29, 2021, 10:05 AM IST

બેન્કિંગના કામ માટે જૂન મહિનો સરળ રહેશે, માત્ર 6 દિવસ બેન્કો રહેશે બંધ

કેટલીક બેન્કોમાં કોરોનાના કેસ વધતા બેન્કો થોડા દિવસો માટે બંધ રહેતી હતી. સાથે સાથે બેન્કમાં જાહેર રજા હોવાના કારણે પણ બેન્કિંગના કામ ખોરવાઈ જતા હતા, પરંતુ જૂન મહિનામાં એક પણ જાહેર રજા ન હોવાને લીધે રવિવારના દિવસે જ બેન્કો બંધ રહેશે.

  • જૂનમાં એક પણ જાહેર રજા ન હોવાથી આખો મહિનો બેન્ક ચાલુ રહેશે
  • બેન્કિંગનો સમય 2 વાગ્યાથી વધશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય કરાયો નથી
  • કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને બેન્કનો સમય ઘટાડવા આદેશ આપ્યો હતો


અમદાવાદ: કોરોના મહામારીમાં સરકાર દ્વારા મોટા ભાગના તમામ કામકાજ ઘરે રહીને જ કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ બેન્કના કામકાજ ઓફિસ પર જઈને જ થતા હોવાથી બેન્કિંગ સેક્ટર શરૂ હતું. કોરોના મહામારીમાં બેન્કનો સમય બપોરે 2 વાગ્યા સુધી જ હતો. જોકે, આ જૂન મહિનામાં બેન્કનો સમય વધારવામાં આવશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. જૂનમાં રવિવાર અને બે શનિવારની રજાઓને બાદ કરતાં સંપૂર્ણ રીતે બેન્કિંગના કામકાજ ચાલુ રહેશે. જૂનમાં એક પણ જાહેર રજા નથી આવતી.
આ પણ વાંચો- શર્મજનક...! કોરોના સંક્રમિત હોવા છતા પણ ઓફિસમાં જબરદસ્તી બોલાવતા, કર્મીચારી ઓક્સિજન સપોર્ટ સાથે બેન્ક પહોંચ્યો


કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે 2 વાગ્યા સુધી જ બેન્ક શરૂ રહેશે

કોરોના મહામારીમાં લોકો બેન્કમાં જતા હોવાથી બેન્કના કર્મચારીઓમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખી થોડા સમય માટે બેન્કોને બંધ રાખવામાં આવી હતી, પરંતુ હવે ફરી બેન્કો શરૂ કરવામાં આવી છે. જોકે, હાલમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે બેન્કનો સમય બપોરે 2 વાગ્યા સુધીનો છે.

આ પણ વાંચો- અરવલ્લીમાં બેન્કો બની રહી છે કોરોના સ્પ્રેડર

બેન્કિંગ સેક્ટર આગામી નિર્ણય કરશે

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે, રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યાના આધારે લગાવવામાં આવેલા પ્રતિબંધો જૂન મહિનાના અંત સુધી શરૂ રાખવામાં આવે, પરંતુ હવે જોવાનું રહેશે કે બેન્કોના કામકાજ 2 વાગ્યા સુધી શરૂ રહે છે કે સમયમાં વધારો થાય છે. આ બાબતે બેન્કિંગ સેક્ટર દ્વારા આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે તેવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

આટલા જ દિવસ બેન્ક બંધ રહેશે

તારીખબેન્કમાં રજા
7 જૂનરવિવાર
13 જૂનબીજો શનિવાર
14 જૂનરવિવાર
21 જૂનરવિવાર
27 જૂનશનિવાર
28 જૂનરવિવાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.