પોરબંદરના દરિયામાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે નવો ખુલાસો, 1,000 કિલોથી વધુની સપ્લાય કરાઈ હોવાની કબૂલાત

author img

By

Published : Sep 23, 2021, 6:56 PM IST

New revelation in case of drugs seized from sea of Porbandar

પોરબંદર દરિયામાંથી પકડાયેલા 7 ઈરાનીઓની પુછપરછમાં વધું એક મોટો ખુલાસો થયો છે. જેમાંથી એક ઈરાનીએ દોઢ વર્ષમાં 5 દેશોમાં અલગ અલગ સમયે 1,000 કિલોથી વધું ડ્રગ્સ સપ્લાય ( Nabbed drugs ) કર્યું હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાંત, ભારતમાં પણ અગાઉ એક આરોપી મુલાકાત કરી હોવાનું સામે આવતાં જ ગુજરાત ATS ( Gujarat ATS ) તે દિશામાં તપાસ હાથ ધરી છે.

  • ATS દ્વારા ડ્રગ્સ સાથે પકડેલા 7 ઈરાની શખ્સોની પુછપરછ કરાઈ
  • પ્રથમ વખત ભારતમાં ડ્રગ્સનો જથ્થો આપવા આવ્યાં હોવાનું કબૂલ્યું
  • શખ્સોની પુછપરછ દરમિયાન પાકિસ્તાની ગુલામ નામ સામે આવ્યુ

અમદાવાદ : ગુજરાત ATSએ દરિયાઇ સીમામાંથી 150 કરોડના ડ્રગ્સ ( Nabbed drugs )સાથે પકડેલા 7 ઈરાની શખ્સોની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા છે. જેમાં પકડાયેલા આરોપી ઇબ્રાહિમ બક્ષીએ અલગ અલગ 5 દેશોમાં હેરોઈનનું સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યુ છે. આરોપી ઇબ્રાહિમ છેલ્લાં દોઢ વર્ષમાં આશરે 1,000 કિલોથી વધુ હેરોઇન અલગ અલગ સમયે 5 દેશોમાં સપ્લાય કર્યો હોવાની વાત સ્વીકારી છે. જેમાં આફ્રિકાના દેશો સહીત તાન્જાનિયા, જાંજીબાર, યમન, મસ્કત જેવા દેશોમાં હેરોઇન સપ્લાય કર્યું હતુ. જો કે, આરોપી ઇબ્રાહિમ ભારતના કોંચિનમાં પણ આવી ચુક્યો છે, આથી ગુજરાત ATS( Gujarat ATS )ને શંકા છે કે ત્યા પણ તેમણે ડ્રગ્સની સપ્લાઈ કરી હશે. પરંતુ, આ ઈરાની શખ્સોની પુછપરછમાં દરમિયાન તેઓ ભારતમાં પ્રથમ વખત ડ્રગ્સનો જથ્થો આપવા આવ્યાં હોવાનું કહી રહ્યાં છે.

પાકિસ્તાનીઓ ઈરાનીઓ પાસેથી કરાવે ડ્રગ્સની હેરાફેરી

ગુજરાત ATS દ્વારા 7 ઈરાની આરોપીઓની કરવામાં આવેલી પુછપરછમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં પાકિસ્તાનીઓ ઈરાનીઓ પાસે દેશભરમાં ડ્રગ્સનો જથ્થો હેરાફેરી કરાવવાના પુરાવા પણ મળતા હોય છે, ત્યારે પકડાયેલા ઈરાનીઓએ કબૂલાત કરી છે કે, ઈરાનનાં કોનર્ક પોર્ટ અને તેની આસપાસ બંદરોથી ઈરાની દરિયાઇ સીમામાંથી 90 નોટિકલ માઈલ પર પહોચી ગયા બાદમાં બે દિવસ દરિયામાં રોકાયા હતા. બે દીવસ બાદ પાકિસ્તાની બોટ ત્યાં પહોચી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ દ્રારા ડ્રગ્સનો જથ્થો ઈરાનીઓને બોટમાં આપી દેતા અને પછી ઈરાનીઓને કેરિયર બની દેશભરમાં ડ્રગ્સનો સપ્લાય થતો હતો.

ATS દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

આ કેસમાં પુછપરછ દરમિયાન પાકિસ્તાની ગુલામ નામ સામે આવ્યુ છે, આથી તે દિશામાં પણ ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઈરાનીઓ ડ્રગ્સનો જથ્થો લઇને નીકળે ત્યારે કોસ્ટગાર્ડ કે અન્ય દરિયાઇ સીમા સુરક્ષાની બોટ દેખાય ત્યારે ડ્રગ્સનો જથ્થો છુંપાડવા માછીમારીની જાળ સાથે દરિયાની અંદર ઉતારી દેવામાં આવે છે. જે બાદ જોખમ ટળી જાય ત્યારે જાળને કાઢી દેતા હોય છે.

અન્ય ડ્રગ્સ પેડલરોના નામ સામે આવી શકે

આરોપી પાસેથી મળી આવેલા સેટેલાઇટ ફોન અને હાઈફ્રીવન્સિ વી.એસ.એફ અને એસ.એસ.બી( સિંગલ સાઈડ બેન્ડ)ની ટેક્નિકલ તપાસ હાથ ધરી છે. આ સાથે જ સેટેલાઇટ ફોનમાંથી લોકેશન અને અન્ય દેશોમાં થયેલા સંપર્ક અગે ATSએ તપાસ હાથ ધરી છે. આ તપાસ બાદ અન્ય ડ્રગ્સ પેડલરોના નામ સામે આવી શકે છે.

આરોપીઓ ડ્રગ લઈને શ્રીલંકા જવાના હતા

ATS દ્વારા આ ઈરાનીઓ અને ડ્રગ્સને પોરબંદર લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓ ડ્રગ લઈને શ્રીલંકા જવાના હતા. તે પ્રકારની માહિતી મળી હતી પરંતુ ભારતના કોઈ ડ્રગ માફિયાએ સંપર્ક કરી ડ્રગને ભારતમાં ઘુસાડવાની વાત કરી જે માહિતી ATSને મળી ગઈ હતી અને ATSએ તમામ માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.