Gujarat-Pakistan Drugs Racket: ગુજરાત ATS મુજબ અફઘાનિસ્તાનમાં થતુ પ્રોડક્શન, પંજાબમાં અંડરવર્લ્ડને મોકલવામાં આવતું ડ્રગ્સ

author img

By

Published : Dec 20, 2021, 5:26 PM IST

Gujarat-Pakistan Drugs Racket: ગુજરાત ATS મુજબ અફઘાનિસ્તાનમાં થતુ પ્રોડક્શન, પંજાબમાં અંડરવર્લ્ડને મોકલવામાં આવતું ડ્રગ્સ

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન મોડી રાત્રે 77 કિલોગ્રામ જેટલો હેરોઇનના જથ્થો અંદાજિત કિંમત 385 કરોડ ડ્રગ્સ સાથે પાકિસ્તાની અલ હુસેની બોટ પકડી પાડવામાં આવી છે. આ બોટમાં સવાર 6 પાકિસ્તાનીને પણ પકડી પાડવામાં આવ્યા છે. બોટને જખૌ ખાતેથી પકડી કોસ્ટ ગાર્ડ સ્ટેશને લઇ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફરી એકવાર ગુજરાત દરિયાઈ માર્ગેથી ભારતમાં ટેલકમ પાઉડરની આડમાં ઘુસાડવામાં આવેલા ડ્રગ્સ (Gujarat-Pakistan Drugs Racket)ના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ ગુજરાતથી પંજાબ લઈ જવાનું હતું એ પહેલાં જ ATS અને કોસ્ટગાર્ડ દ્વારા તેનો પર્દાફાસ કરવામાં આવ્યો છે.

અમદાવાદ: ATSના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે પ્રતિબંધિત હેરોઈનનો જથ્થો કરાચીથી ભારત પાકિસ્તાન (Gujarat-Pakistan Drugs Racket) IMBL નજીકથી આશરે 35 નોટીકલ માઇલ દુર પાકિસ્તાની બોટથી આવવાનો છે અને પંજાબમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલાને મોકલવામાં આવવાનું હતું. જે બાતમીના આધારે ATSની ટીમ જખૌ ખાતે આવી અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી કોસ્ટગાર્ડની બોટમાં બેસી રવાના થઈ. આ બાતમીના આધારે પેટ્રોલિંગમાં રહી જખૌ (jakhou coast guard)થી 35 નોટિકલ માઇલ ભારતીય જળસીમામાં શંકાસ્પદ બોટ જોવા મળી હતી અને આ બોટને આંતરી બોટમાં રહેલા 6 પાકિસ્તાની અને તેમની પાસે રહેલા 77 કિલોગ્રામ જેટલો હેરોઇનનો જથ્થો પકડી પાડ્યો હતો.

Gujarat-Pakistan Drugs Racket: ગુજરાત ATS મુજબ અફઘાનિસ્તાનમાં થતુ પ્રોડક્શન, પંજાબમાં અંડરવર્લ્ડને મોકલવામાં આવતું ડ્રગ્સ

હરિ 1, હરિ 2, કોડવર્ડથી સંપર્ક કરી ડિલિવરી

હાજી હાસમ અને હાજી હસન જેમનો સંપર્ક કરી તેઓ હાજી હાસમના ભાણા મામુ અને બે ઈસમો મારફતે ફાઇબર બોટમાં પ્રતિબંધિત હેરોઈન (Heroin in pakistani boat at kutch)નો જથ્થો મોકલાવેલ હતો અને આ હેરોઈનનો જથ્થો ભારતીય જળસીમામાં જખૌથી આશરે 35 નોટીકલ માઇલ દુર રહી VHF ચેનલ નંબર 71 ઉપર હરિ 1, હરિ 2, કોડવર્ડથી સંપર્ક કરી ડિલિવરી કરવાની તજવીજ કરી હતી. જે દરમિયાન જ તેમને પકડી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ અંગે સૌપ્રથમ ગુજરાત ATSને મળ્યા ઈનપુટ

3 વર્ષમાં 4,600 કરોડની કિંમતનો માદક પદાર્થ જપ્ત

ગુજરાત ATS દ્વારા ઓગસ્ટ 2018થી ડિસેમ્બર 2021 દરમિયાન વિવિધ ઓપરેશન પાર પાડી દરિયાઈ માર્ગે થતી પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરી અટકાવી આશરે 920 કિલો જેટલો માદક પદાર્થોનો જથ્થો જપ્ત (Gujarat ATS detect drugs) કર્યો છે. જેની કિંમત 4,600 કરોડ જેટલી થાય છે, જેમાં વિવિધ પાકિસ્તાની, ઈરાની અને અફઘાની શખ્સની ધરપકડ કરી છે અને તેમને મદદ કરતાં ભારતીય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ ગુજરાતના અતિસંવેદનશીલ 1600 કિલોમીટરના દરિયાઈ માર્ગ પર ગુપ્ત બાતમી હકીકતો મેળવી જળમાર્ગે થતી પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરી અને આતંકવાદીઓની આંતરરાષ્ટ્રીય ઘુસણખોરીના કાવતરાને રોકવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો: Drug News Kutch: કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી ઝડપાયું 400 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.