Gujarat High Court : ફાંસીની સજા સામે ફેનિલે કરેલી અરજી બાબતે હાઇકોર્ટે શું કર્યું જૂઓ

author img

By

Published : Jun 28, 2022, 8:20 PM IST

Gujarat High Court : ફાંસીની સજા સામે ફેનિલે કરેલી અરજી બાબતે હાઇકોર્ટે શું કર્યું જૂઓ

ગ્રીષ્મા હત્યા કેસના (Grishma murder case) ફાંસીની સજા પામેલા દોષિત ફેનિલ ગોયાણીની અરજીને (Convicted Fenil Goyani application in High Court) લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ફેનિલે ગુજરાત હાઇકોર્ટમાં સુરત સેશન્સ કોર્ટના હુકમ સામે કરેલી અપીલને ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) દાખલ કરી છે. આગામી દિવસોમાં તેની (High Court Admit Convicted Fenil Goyani application) સુનાવણી યોજાશે.

અમદાવાદ- સુરતના અને ગુજરાતના ટોક ઓફ ધ ટાઉન બનેલા બહુ ચર્ચાસ્પદ ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma murder case)આરોપી ફેનિલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) સુરત સેશન્સ કોર્ટના હુકમની સામે કરેલી અપીલને હાઈકોર્ટે એડમિટ (High Court Admit Convicted Fenil Goyani application) કરી છે. આ કેસની સુનાવણી હવે આગામી દિવસોમાં (Convicted Fenil Goyani application in High Court) હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે સુરત સેશન્સ કોર્ટનો (Surat Sessions Court ) જે હુકમ છે તેે રદ કરવામાં આવે (Fenil application for revocation of the death sentence ) કારણ કે તે ભૂલ ભરેલો છે અને ફેનીલને આ કેસમાં નિર્દોષ છોડવામાં આવે.

આ પણ વાંચો- Grishma murder case : દોષિત ફેનિલે સુરત સેશન્સ કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં શી અપીલ ફાઈલ કરી?

હાઈકોર્ટે કરી ટકોર - આ રજૂઆત સાંભળીને હાઈકોર્ટે અરજદારના વકીલે ટકોર કરી હતી કે તમારા જેવા અન્ય ઘણા કેસમાં સજા પામેલા અને છેલ્લા દસ બાર વર્ષથી દોષિત એવા લોકો જેલમાં છે અને તેમની અપીલ પણ પેન્ડિંગ છે તો આવી સ્થિતિમાં તમારી અરજી કઈ રીતે વહેલા સાંભળીને પ્રાથમિકતા આપી શકવામાં આવે? ઉલ્લેખનીય છે કે સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસના (Grishma murder case ) દોષિત ફેનિલ ગોયાણીએ જૂનના બીજા સપ્તાહમાં જ ગુજરાત હાઇકોર્ટમાં (Convicted Fenil Goyani application in the High Court ) અરજી કરી હતી કે સુરત સેશન્સ કોર્ટનો તેની (Surat Sessions Court ) ફાંસીની સજાનો હુકમ રદ ( Fenil application for revocation of the death sentence ) કરવો જોઇએ.

આ પણ વાંચોઃ Grishma Murder Case: કોર્ટે ફેનીલને કહ્યું, તમે એક નિર્દોષ યુવતીનો ચપ્પુથી વધ કર્યો છે, તમારો વધ કલમથી કેમ ન થાય?

ફેબ્રુઆરી 2022થી જેલમાં છે ફેનિલ - મહત્વનું છે કે, આ કેસમાં રાજ્ય સરકારે પણ ફેનિલની ફાંસીની સજાને કન્ફર્મ કરવા માટે હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી લે છે. જે અરજીની સાથે ફાંસીની સજાને પડકારતી તેમની અરજીને પણ જલદીથી સાંભળવામાં આવશે. ગ્રીષ્મા હત્યાના કેસમાં (Grishma murder case) દોષિત સાબિત થતાં જ ફેનિલને ફેબ્રુઆરી 2022થી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

ગ્રીષ્માની હત્યાનો કેસ - ફેનિલ ગોયાણી લાંબા સમયથી ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો અને હેરાન કરી રહ્યો હતો, ત્યારે યુવતીના મોટા પિતાએ યુવકને ઠપકો આપ્યો હતો, ત્યારે યુવકે ગ્રીષ્માના ઘરે જઈને હંગામો મચાવ્યો હતો અને યુવતીના મોટા બાપા પર ચપ્પુથી હુમલો કર્યો હતો.ગ્રીષ્મા વચ્ચે આવતા ફેનિલે તેની પર જ ચપ્પુ રાખી બંધક બનાવી દીધી હતી. ગ્રીષ્માનો ભાઈ છોડવવા વચ્ચે પડતા તેના પર પણ હુમલો કરી દીધો હતો. બાદમાં ગ્રીષ્માના ગળાના ભાગે ચપ્પુ મારી હત્યા (Grishma murder case ) કરી દીધી હતી.જેને વિડીયો વાયરલ થયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે ફેનિલે પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસથી બચવા ઝેર ખાઈ લીધું હતું અને હાથની નસ કાપી લીધી હતી. પોલીસે હત્યારા ફેનિલની ધરપકડ કરી સારવાર માટે ખસેડયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ડે ટુ ડે ઝડપી સુનાવણીઓ યોજાયા બાદ હત્યારા ફેનિલને દોષિત કરાર આપી ફાંસીની સજા ફરમાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.