હવે સ્ટેમ્પ ડ્યૂટીમાં મળશે રાહત, સરકારે મહેસૂલી નિયમોમાં કર્યા અનેક ફેરફાર

author img

By

Published : Aug 4, 2022, 11:12 AM IST

Updated : Aug 4, 2022, 11:38 AM IST

હવે સ્ટેમ્પ ડ્યૂટીમાં મળશે રાહત, સરકારે મહેસૂલી નિયમોમાં કર્યા અનેક ફેરફાર

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી નિયમોમાં અનેક સુધારા (Amendments to Revenue Rules in Gujarat) કર્યા છે. તે અંતર્ગત હવે સ્ટેમ્પ ડ્યૂટીમાંથી રાહત (Exemption from stamp duty) સહિતની અનેક સુવિધા નાગરિકોને ઉપલબ્ધ થશે.

અમદાવાદઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહેસુલી નિયમોમાં નીતિવિષયક સુધારા (Amendments to Revenue Rules in Gujarat) કર્યા છે. સખાવતી હેતુસર જમીન તબદીલી, ટ્રસ્ટને ફાળવેલી સરકારી જમીનના કિસ્સામાં સ્પષ્ટતા, રિવાઈઝ્ડ એન. એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ, વારસાઈમાં પડતી તકલીફમાં નિવારણ, લીસ પેન્ડેન્સીના રજિસ્ટ્રેશન જેવી મહત્વની બાબતો અંગેના નિયમોમાં સુધારા (Amendments to Revenue Rules in Gujarat) જેવા મહત્વપૂર્ણ નિર્ણયોનો આમાં સમાવેશ થાય છે.

સ્ટેમ્પ ડ્યૂટીમાંથી રાહત - આ સુધારાના (Amendments to Revenue Rules in Gujarat) કારણે હવે ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુસર કોઈ પણ સરકારી-અર્ધસરકારી-સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિનઅવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યૂટીના બદલે ફક્ત 1,000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી જ ચૂકવવી (Exemption from stamp duty) પડશે. આ ઉપરાંત ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દિકરીના સંતાનોને પણ જંત્રીના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યૂટીના બદલે ફક્ત 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહેશે.

આ પણ વાંચો-લઈ જાઓ...લઈ જાઓ... 200નું તેલ 100માં, લોકોને મળશે મોટી રાહત

ટ્રસ્ટ એક્ટની કલમને મંજૂરી જરૂરી - રાજ્ય સરકારે ટ્રસ્ટને ફાળવેલી સરકારી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ 36 તથા મહેસૂલ વિભાગ સરકારની મંજૂરી જરૂરી છે. તથા પ્રિમિયમ પણ ભરવાપાત્ર છે. તે મુજબની સ્પષ્ટતા ગામ નમૂના નં. 7માં કરવાનો નિર્ણય પણ મુખ્યપ્રધાને કર્યો છે. તો આ તરફ નવી શરતની-સાંથણની-ગણોત ધારા હેઠળ માતાપિતાને મળેલી અથવા વારસાઈ હક્કથી મેળવેલી જમીન કે, જેમાં માત્ર મોટા ભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ-બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના કારણે પારિવારિક વિવાદ કે અસમંજસતા દૂર થશે.

આ પણ વાંચો- ગતીશીલ ગુજરાત, IT પાર્ક તૈયાર કરવા રાજ્ય સરકારે LT સાથે કર્યા MOU

અભિપ્રાયની જરૂર નહીં પડે - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી નિયમોમાં કરેલા નીતિવિષયક સુધારાઓ (Amendments to Revenue Rules in Gujarat) અનુસાર હવે, એક હેતુ માટે બિનખેતી મળેલી હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે બિનખેતીની અરજી (રહેણાંકમાંથી વાણિજ્ય વગેરે) સમયે પ્રિમિયમ, ઝોનિંગ, GDCR, NA શરતભંગ સિવાય અન્ય કોઈ પણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં. ફક્ત જેતે રિવાઈઝ્ડ NAના હેતુ માટેનો જ અભિપ્રાય જરૂરી રહેશે. મુખ્યપ્રધાનના નિર્ણયથી તલાટી દ્વારા ગ્રામ્ય-શહેરી વિસ્તારના મકાન, ફ્લેટ, દુકાનો, ઓફિસોનાં પેઢીનામા કરવા બાબતે લોકોને સરળતા રહેશે.

પ્રોપર્ટી કાર્ડમાં ફેરફાર કરાવી શકાશે - જો કોઈ વ્યક્તિનું અવસાન રહેણાંક-વતનના સ્થળ સિવાય અન્ય સ્થળે થાય. ત્યારે મૃતકના સ્થાયી રહેઠાણ અથવા વતનના સ્થળના તલાટી દ્વારા પેઢીનામું બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેતીની જમીન બિનખેતી થયા પછી પ્રોપર્ટી કાર્ડ ન બનેલું હોય તેવા કિસ્સામાં બિનખેતીનો હુકમ રજૂ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો અને તેમાં ઉત્તરોત્તર ફેરફાર નોંધ કરી શકાશે.

મુદતમાં કરાયો વધારો - મુખ્યપ્રધાને ખેતીની જમીનના હક્ક દાવા સંદર્ભે બિનજરૂરી ટાઈટલનો વિવાદ ટાળવા, આવા દાવા સંદર્ભે કોઈ સ્ટે ઓર્ડર ન હોય ત્યારે પડતર દાવા (લીસ પેન્ડેન્સી)ની નોંધ ગામ નમૂના-7માં નોંધ ન કરવા અને સબરજિસ્ટ્રાર દ્વારા લીસ પેન્ડેન્સીનું (Registration of Lease Pendency) રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય પણ કર્યો છે. આ ઉપરાંત સિટી સરવે રેકોર્ડ, હક્કચોક્કસી, પ્રમોલગેશન ક્ષતિસુધારણાની મુદ્દત 31-12-2023 સુધી લંબાવવાનો નિર્ણય તેમણે કર્યો છે. આ ઉપરાંત ગણોતધારાની કલમ 43/63ની મંજૂરી બાદ NA બિનખેતી પરવાનગીની સમયમર્યાદા 2 વર્ષથી વધારીને 5 વર્ષ તથા બિનખેતી ઉપયોગ કરવાની સમયમર્યાદા દૂર કરવાનો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગણોત કાયદાની 32 એમ હેઠળ ખરીદ કિંમત ભરવાની મર્યાદા 31-12-2024 સુધી લંબાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

સરવે નંબરની હિસ્સામાપણીનો નિર્ણય - તો મુખ્યપ્રધાને હિસ્સા માપણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જમીનના પેટાવિભાગ એટલે કે, હિસ્સા માપણીના કિસ્સામાં સહકબજેદારો વચ્ચે જ્યારે સહમતિ સધાતી ન હોય. આવા કિસ્સામાં હિત ધરાવતા પક્ષકારોને 2 વખત 10-10 દિવસની નોટિસ આપ્યા બાદ પણ જો કોઈ પક્ષકાર સંમત ન થાય તો સરવે નંબરની હિસ્સામાપણી કરી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સીમતળના વાડા નિયત કિંમત વસૂલીને નિયમિત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય પણ કર્યો છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના આશરે પાંચથી છ લાખ લોકોને તેમ જ શહેરી વિસ્તારના બહોળા વર્ગને મોટો લાભ થશે.

Last Updated :Aug 4, 2022, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.