સુરતઃ ડ્રગ્સનો વેપલો કરનારના ઘરનું ડિમોલિશન કરાયું

author img

By

Published : Oct 5, 2022, 6:36 AM IST

Updated : Oct 5, 2022, 9:15 PM IST

GUJARAT BREAKING NEWS

20:45 October 05

સુરતઃ ડ્રગ્સનો વેપલો કરનારના ઘરનું ડિમોલિશન કરાયું

સુરતઃ ડ્રગ્સનો વેપલો કરનારના ઘરનું ડિમોલિશન કરાયું

સુરતઃ ડ્રગ્સનો વેપલો કરનારના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા સુરતમાં વધુ એક એક્શન લેવામાં આવ્યું છે. અલ્લા રખાના ઘરનું ડિમોલિશન કરાયુ છે. જે રાંદેર વિસ્તારમાં ગેરકાયદે ડ્રગ્સનો વેપલો કરતો હતો. ક્રાઇમબ્રાંચ દ્વારા કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.

18:49 October 05

સુરત: નકલી નોટ ઝડપાયાનો મામલો, SIT ની રચના

સુરત: નકલી નોટ ઝડપાયાનો મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. SITની રચના કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડ આંતરરાજ્ય હોવાનું જાણવા મળ્યું છે. આઠ અધિકારીની ટીમ બનાવામાં આવી છે. ટીમ હાલ નકલી નોટ કૌભાંડમાં મૂળિયાં સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

18:13 October 05

વડોદરા: રાજુ શ્રીવાસ્તવ બાદ વધુ એક કૉમેડિયનની વિદાય.

વડોદરા: રાજુ શ્રીવાસ્તવ બાદ વધુ એક કૉમેડિયનની વિદાય થઈ છે. જાણીતા કોમેડિયન પરાગ કંસારાનું નિધન થયું છે. ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જની પહેલી સીઝનમાંથી ખ્યાતનામ થયા હતા. નિધનથી તેમના ચાહકો શોકમાં ગરકાવ થયા છે.

13:52 October 05

નર્મદા હોલ ખાતેથી સ્કીમ લોન્ચ કરવામાં આવશે

ગાંધીનગર : સીએમ ભુપેન્દ્ર પટેલ આત્મ નિર્ભર ગુજરાત સ્કીમ 2022નું લોન્ચિંગ કરશે. નર્મદા હોલ ખાતેથી સ્કીમ લોન્ચ કરવામાં આવશે. સીએમ ભુપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના ઉદ્યોગ પ્રધાન જગદીશ પંચાલ, મુખ્યપ્રધાન અગ્ર સચિવ કે. કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ સચિવ રાજકુમાર હાજર રહ્યા હતા.

13:25 October 05

હત્યા કર્યા બાદ પાર્થ કોઠારીએ છરી અને સેન્ડલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા

માંજલપુરમાં રહેતો દક્ષ પટેલ સોમવારે તેના મિત્ર સાથે ગરબા રમવા નિકળ્યો અને ઘરે પરત ફર્યો ન હતો. દક્ષ પટેલની હત્યા કર્યા બાદ પાર્થ કોઠારીએ છરી અને સેન્ડલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હિતા. પોલીસ આરોપી સુધી કંઇ રીતે પહોંચે, શું પુછતાછ કરે તેવી અનેક વાતો યુ-ટ્યુબમાં સર્ચ કરતો હતો. પાર્થે જ દક્ષની હત્યા કરી હોવાની કબુલાત કરી પરંતુ હત્યાનુ કારણ પોલીસને ગળે ઉતરતુ નથી.

12:06 October 05

ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

સુરત : ભટાર વિસ્તારમાં આવેલ શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડવાનો મામલો સામે આવ્યો છે. બીજા માળેથી લિફ્ટ તૂટતાં એકનું મોત થયું છે અને 08 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેટલાકને કમરમાં ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

11:46 October 05

કોમ્યુનિટી હોલના લોકાર્પણ પ્રસંગે સી.આર પાટીલ સરસાવ ગામે પહોંચ્યા

પાટણ : ચાણસ્માના સરસાવ ગામે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ પહોંચ્યા હતા. કોમ્યુનિટી હોલના લોકાર્પણ પ્રસંગે સી.આર પાટીલ સરસાવ ગામે પહોંચ્યા હતા. સી.આર પાટીલે સરકારી યોજનાઓની કરી વાત હતી. સુકન્યા યોજના હેઠળ ગામની 400 દીકરીઓને આવરી લેવા આહવાન કર્યું છે. હોલના દાતાને 1 વર્ષનું પ્રીમિયમ ભરવા અનુરોધ કર્યો છે. દાતા પ્રીમિયમ નહીં ભરે તો પોતે પ્રીમિયમ ભરવાની જાહેરાત કરી છે. દશેરા નિમિત્તે પાટીલે આપ્યું મહત્વનું નિવેદન. ચૂંટણી માટે ભાજપે શસ્ત્રો સજાવી લીધા છે.

10:36 October 05

રાજકોટથી મોરબી તરફ કાર જતી હતી ત્યારે આ બનાવ બન્યો

મોરબી : મિતાણા નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. કાર ઝાડ સાથે અથડાતા બેના મોત અને બે ઇજાગ્રસ્ત થયા છે. રાજકોટથી મોરબી તરફ કાર જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. મૂર્તક બંને યુવાનોનો મોરબીના રહેવાસીઓ છે. આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને રાજકોટ સારવાર માટે ખસેડવવામાં આવ્યા છે. મૂર્તક યુવાનના નામ રોહિત કોળી અને જય ચાવડા છે. ઇજાગ્રસ્ત યુવાનોના નામમાં રૂપેશ ધોળકિયા, ગોપલ અગેચણિયા છે.

09:06 October 05

બંગાળની સૌબ્રિટી મોન્ડાલે સિલ્વર તથા મહારાષ્ટ્રની પલક જોશીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગુજરાતમાં યોજાઇ રહેલી 36મી નેશનલ ગેમ્સની એક્વેટિક ઇવેન્ટ રોમાંચક બની રહી છે. ગુજરાતની ઓલિમ્પિયન સ્વિમર માના પટેલે વિમેન્સ 200 મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઇવેન્ટમાં વેસ્ટ બંગાળની સૌબ્રિટી મોન્ડાલે સિલ્વર તથા મહારાષ્ટ્રની પલક જોશીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વિમેન્સ 50 મીટર ફ્રી સ્ટાઇલમાં મહારાષ્ટ્રની અવંતિકા ચવાણે ટાઇટલ માટેની ફેવરિટ માના પટેલને હરાવીને 26.54 સેકન્ડના ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ પોતાના નામે કર્યો છે.

08:40 October 05

નગરની શાંતિ ન બગડે તે માટે 700 પોલીસ જવાનો બંદોબસ્તમાં મૂકાયા

સાવલી તાલુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા બે અલગ અલગ સ્થળોએ અલગ અલગ રેલી સ્વરૂપે દશેરા પર્વ નિમિત્તે બે વિવિધ શસ્ત્ર પૂજનના કાર્યક્રમ નિમિત્તે સમગ્ર સાવલી નગર પોલીસ છાવણીમાં ફરવાઈ ગયું છે. સાવલી તાલુકામાં પ્રથમ વખત દશેરા પર્વ નિમિત્તે બે સક્રિય જૂથો દ્વારા નગરમાં રેલી સ્વરૂપે સસ્ત્ર પૂજનના કાર્યક્રમની જાહેરાત કરાઇ હતી. જે બાબતે બંને ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના શસ્ત્રપૂજનની તંત્ર પાસે પરમિશન માગી હતી. જેમાં એક જૂથને તંત્ર દ્વારા પરમિશન અપાઇ હતી. જેને લઈને સાવલી નગરની શાંતિ ન ડહોળાય તે માટે એસઆરપી, હૉમગાર્ડ્ઝ સહિત 700 પોલીસ જવાનો બંદોબસ્તમાં મૂકાયા છે.

08:33 October 05

છાણીના ત્રણ ખેડૂતોએ કૉંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ વિરુદ્ધ પોલીસમાં કરી અરજી

છાણીમાં ખેતરમાંથી રસ્તો બનાવવા મુદ્દે ધમકી આપ્યાના આક્ષેપ સાથે ત્રણ ખેડૂતોએ કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટલે વિરૂદ્ધ પોલીસમાં અરજી આપી છે. શહેરના છાણીમાં રહેતા મહેશ હરમાનભાઇ પટેલ, ડાહયા પુજાભાઇ પટેલ અને કાંતિ પંજાભાઇ પટેલે ગઈકાલે કોંગ્રેસના કોર્પોરેટર હરીશ રતીલાલ પટેલ વિરૂદ્ધ પોલીસમાં અરજી કરી છે.

07:03 October 05

રૂપાલ ગામમાં આસો સુદ 9ના દિવસે વરદાયની માતાજીની પલ્લી નીકળે છે

ગાંધીનગર : છેલ્લા અનેક દશકો અને સતકોથી ગાંધીનગર શહેર પાસે આવેલા રૂપાલ ગામમાં આસો સુદ 9ના દિવસે વરદાયની માતાજીની પલ્લી નીકળે છે. ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે. ત્યારે આજે રૂપાલ ગામ પલ્લી શરૂ થાય તે પહેલા જ ગ્રામજનોએ 27 ચોકમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી અને પલ્લી નીકળે તે દરમિયાન તાત્કાલિક ધોરણે પોતાની શ્રદ્ધા પૂર્ણ કરી શકે તેને ધ્યાનમાં લઈને તમામ ગલીઓમાં ઘીના મોટા કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા.

06:29 October 05

સુરતઃ ડ્રગ્સનો વેપલો કરનારના ઘરનું ડિમોલિશન કરાયું

વડોદરા : શહેરના ગોરવા વિસ્તારમાં પથ્થર મારાની ઘટના સામે આવી રહી છે. બે અલગ અલગ કોમ વચ્ચે પથ્થર મારો થયો હોવાની વિગતો સામે આવી રહી છે. જંડી લગાવવા બાબતે પથ્થર મારો થયો હોવાની માહિતી મળી રહી છે. ઘટના સ્થળે ગોરવા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. હાલમાં સ્થિતિ સંપૂર્ણ પણે કાબુમાં આવી ગઇ છે.

Last Updated :Oct 5, 2022, 9:15 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.