સુરતઃ ઉધના વિસ્તારમાં કોર્પોરેશનના કર્મચારીની મારામારી

author img

By

Published : Oct 3, 2022, 6:47 AM IST

Updated : Oct 3, 2022, 5:36 PM IST

GUJARAT BREAKING NEWS 03 SEP 2022

17:33 October 03

યુક્રેનથી ઓપરેટ થતુ ઓનલાઇન સટ્ટાનું બેટિંગ સુરતથી ઝડપાયું

યુક્રેનથી ઓપરેટ થતુ ઓનલાઇન સટ્ટાનું બેટિંગ સુરતથી ઝડપાયું

યુક્રેનથી ઓપરેટ થતુ ઓનલાઇન સટ્ટાનું બેટિંગ સુરતથી ઝડપાયું છે. સુરતમાં આર્થિક ટ્રાન્જેક્શનનું કૌભાંડ થતું હતું. બોગસ દસ્તાવેજો પર સટ્ટો રમાઈ રહ્યો હતો. 47 પાસબુક 74 સીમકાર્ડ 53 ડેબિટ કાર્ડ અને 38 આધારકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. સુરત પોલીસે સંયુક્ત કામગીરીમાં મોટી રેડ કરી છે. ઇકો સેલ અને એસઓજીની સંયુક્ત બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. માસ્ટર માઈન્ડ ને શોધવા પોલીસે તેમની ટીમ લગાડી દીધી છે. હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા, સુનિલ ચૌધરી અને ઋષિકેશ શિંદે ની ધરપકડ કરી છે. હાર્દિક અને ઋષિકેશની પૂછપરછમાં હુફેઝા મકાસરવાળાની પણ ધરપકડ કરાઈ છે. પોલીસ હૂફેઝા ને લઈ ઘરે પહોંચે તે પહેલાં હુસેને મોબાઇલ અને લેપટોપ ફોર્મેટ કરી દીધા

16:54 October 03

સુરતઃ ઉધના વિસ્તારમાં કોર્પોરેશનના કર્મચારીની મારામારી

સુરતઃ ઉધના વિસ્તારમાં કોર્પોરેશનના કર્મચારીની મારામારી.

સુરતઃ ઉધના વિસ્તારમાં કોર્પોરેશનના કર્મચારીની મારામારી સામે આવી છે. ઉધના રોકડીયા હનુમાન મંદિર પાસે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. નજીવી બાબતે જાહેર રોડ પર કરી છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. કોર્પોરેશનના કર્મચારી જાહેરમાં ઝઘડતા હતા. મનપાના બીજા કર્મચારીઓ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો છે. આ સમગ્ર ઘટના અંગેનો વીડિયો વાયરલ થયો છે.

15:43 October 03

વલસાડ:કેન્દ્રીય પ્રધાન ભારતી પવાર વલસાડ ખાતે નવરાત્રીમાં ગરબે ઝૂમયા

વલસાડ:કેન્દ્રીય પ્રધાન ભારતી પવાર વલસાડ ખાતે નવરાત્રીમાં ગરબે ઝૂમયા

કેન્દ્રીય પ્રધાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારતી પ્રવીણ પવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વલસાડ જિલ્લાની મુલાકાતે છે. ભારતી પવાર વલસાડ ખાતે નવરાત્રીમાં ગરબે ઝૂમયા હતા. આ સાથે ગુજરાત ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી વિશે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું અમે દિલ્લીને અમે જોઈ રહ્યા છીએ, દિલ્હીની હાલત કેવી છે. આમ આદમી પાર્ટી માત્ર જાહેરાત કરે છે અને જાહેરાત કરવાથી ચાલતું નથી. ગ્રાઉન્ડ પર આવવું પડે છે. આવ્યા પછી લોકોને શું આપવું જોઈએ, તે યોજના પણ જોવી જોઈએ. જે આજે દિલ્હીના લોકોને નથી મળી રહી. દિલ્હી અને પંજાબમાં પણ માત્ર એડવોટાઈઝ જ દેખાય છે, તેઓ પંજાબમાં આપેલા મોટા વચનો પુરા નથી કરી શકતા. ઇમ્પ્લીમેન્ટ કરવા માટે કેન્દ્ર સરકારને મદદની વિનંતી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પર ગુજરાતની જનતાનો ભરોસો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો ગુજરાતની જનતાએ જોયા છે, તેથી જ ગુજરાતની જનતા બધું જાણે છે. ગુજરાતમાં કોઈ પણ પાર્ટી ન જીતી શકે ગુજરાતમાં માત્ર કમળ જ ખીલશે.

13:46 October 03

ટ્રક ચાલકે એક્ટિવાને ઓવર ટેક કરવા જતા અકસ્માત સર્જાયો

સાબરકાંઠા : વડાલી શહેરના ધરોઈ ત્રણ રસ્તા પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એક મહિલાનું મોત થયું. વડાલી શહેરના ધરોઈ ત્રણ રસ્તા પાસે ટ્રક ચાલકે એક્ટિવાને ઓવર ટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા પાછળ બેઠેલ મહીલા પર ટ્રકનું ટાયર ચડી જતા ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. એક્ટિવા પર સવાર બે મહિલા માંથી એક મહિલાનું ધટના સ્થળે મોત ત્યારે અન્ય મહિલાને ઇર્જાઓ પહોચતા સારવાર માટે મોકલવા આવી છે.

12:52 October 03

પૂર્વ શહેર પ્રમુખ ચેતન રાવલે રાજીનામું આપ્યું

ગાંધીનગર : કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત કફોડી બની છે. થોડા દિવસ પહેલા જ પૂર્વ શહેર પ્રમુખ ચેતન રાવલે રાજીનામું આપ્યું હતું. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજ્યગુરુની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીમાં જોડાશે.

12:10 October 03

હત્યા કે આત્મહત્યા તેના પર તપાસ હાથ ધરવામાં આવી

જામનગર : જી.જી. હોસ્પિટલમાં ASI તરીકે ફરજ બજાવતા ફારૂકભાઈ શાહમદારના પુત્રનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. રાત્રે 1.30 કલાકે ઘટના બની હતી. હત્યા કે આત્મહત્યા તેના પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાત્રે પતિ પત્ની રૂમમાં સુતા હતા ત્યારે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

09:47 October 03

સરકારે વિવિધ માગણીઓને પુરી કરવાની સંમતિ દર્શાવતા અંતે આરોગ્યકર્મીઓની હડતાળ સમેટાઇ

ગાંધીનગર : પોતાની વિવિધ પડતર માગને લઇ આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી હડતાળ પર હતા. ગ્રેડ પે સહિતની પડતર માગણીઓને લઇને આરોગ્યકર્મીઓ લડત ચલાવી રહ્યા હતા. જો કે સરકારે તેમની માગણીઓ હવે સ્વીકારી લીધી છે.

09:15 October 03

ઈતિહાસમાં પ્રથમ વખત બે વાર પતરી જીલાશે

કચ્છ : કચ્છ માટે ઐતિહાસિક ક્ષણ માતાનામઢમાં બીજી વાર પત્રી વિધિ માટે પહોંચ્યો રાજ પરિવાર. સ્વર્ગસ્થ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રતિદેવી મંદિરે પહોંચ્યા. રાજ પરિવારના તમામ સભ્યો માતાના મઢ પહોંચ્યા છે.

વહેલી સવારે રાજપરિવારના હનુમંત સિંહજી જાડેજાએ કરી હતી પતરી વિધિ. ઈતિહાસમાં પ્રથમ વખત બે વાર પતરી જીલાશે.

08:27 October 03

ગરબા રમતાં રમતાં મળ્યું મોત, આણંદનો યુવક અચાનક ઢળી પડ્યો

આણંદ : નવરાત્રીમાં ગરબા ગાતા ગાતા બે દિવસમાં બે યુવાનોના મોત નીપજ્યા છે. રાજકોટના વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા 52 વર્ષના પ્રવીણભાઇ દેથરિયા ગરબા રમી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક ઢળી પડતા બાદ તેમનું મોત થયું હતુ. આણંદના તારાપુરની શિવશક્તિ સોસાયટીમાં ગરબા ચાલી રહ્યા હતા, તે દરમિયાન વિરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવક પણ ગરબા રમતા રમતા ઢળી પડ્યો હતો.

07:26 October 03

અઢી વર્ષથી લઈને 14 વર્ષ સુધીની આયુ ધરાવતા ખેલૈયાઓએ પગમાં સ્કેટિંગ વ્હીલ પહેરી

જૂનાગઢ : ઇતિહાસમાં પ્રથમ વખત સ્કેટીંગ વ્હીલ પર માં જગદંબાના ગરબાનું આયોજન થયું હતું. અઢી વર્ષથી લઈને 14 વર્ષ સુધીની આયુ ધરાવતા ખેલૈયાઓએ પગમાં સ્કેટિંગ વ્હીલ પહેરીને માં જગદંબાના ગરબા કરીને ઉપસ્થિત સૌ માઈ ભક્તોને અચંભીત કરી દીધા હતા. આ પ્રકારની સ્કેટિંગ વ્હીલ પર ગરબા કરવાનો જૂનાગઢનો પહેલો અને ઐતિહાસિક બનાવ હતો જેને જુનાગઢ વાસીઓએ નજર સમક્ષ નિહાળી હતી.

06:39 October 03

સુરતઃ ઉધના વિસ્તારમાં કોર્પોરેશનના કર્મચારીની મારામારી

પાટણ : શહેરમાં નોરતાની રંગત બરાબર જામી છે. નવરાત્રી હવે અંતિમ ચરણમાં છે ત્યારે ખાનગી પાર્ટી પ્લોટો ઉપરાંત મહોલ્લા પોળો અને સોસાયટીઓમાં પણ ગરબાની રમઝટ જામી છે. દરેક સોસાયટીઓમાં અલગ અલગ થીમ ઉપર ગરબાનું અનોખું આયોજન થઈ રહ્યું છે. શહેરની મલ્હાર સોસાયટીના રહીશોએ લગ્નની થીમ ઉપર ગરબે ઘૂમી માં આદ્યશક્તિની આરાધના કરી હતી.

Last Updated :Oct 3, 2022, 5:36 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.