Gujarat Assembly Election 2022 : અમદાવાદ શહેરની કઈ વિધાનસભા બેઠક પર કોનો દબદબો ?

author img

By

Published : Jul 16, 2022, 8:27 PM IST

Gujarat Assembly Election 2022 : અમદાવાદ શહેરની કઈ વિધાનસભા બેઠક પર કોનો દબદબો ?

રાજ્યની સત્તાનું સૂકાન સોંપતી પ્રક્રિયા તરીકે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) નજીકના ભવિષ્યમાં આવી રહી છે. ત્યારે રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદ જેવા મહાનગરમાં જ્યાં વિધાનસભાની 16 બેઠકો પડે (Total assembly seats of Ahmedabad ) છે તેને જીતી લેવાનું લક્ષ્ય દરેક પક્ષ ધરાવે છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં આ 16 બેઠક (16 assembly seat of Ahmedabad ) પર કેવી પકડ છે તે જોઇએ.

અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) ડિસેમ્બર મહિનામાં યોજાવા જઈ રહી છે. 2017 વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જીતમાં ગુજરાતના મહાનગરોની બેઠકો નિર્ણાયક સાબિત થઈ હતી. અમદાવાદ મહાનગરમાં ગુજરાત વિધાનસભાની 16 બેઠકો (Total assembly seats of Ahmedabad ) આવેલી છે. તે પૈકી 12 બેઠકો ગુજરાત ભાજપે (Gujarat BJP) કબ્જે કરી હતી. જ્યારે ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) ફાળે 04 બેઠકો આવી હતી.

કઈ બેઠકો કોના ફાળે ? શા માટે ?

1. ઘાટલોડિયા : ઘાટલોડિયા વિધાનસભા બેઠક છેલ્લી બે વિધાનસભા ચૂંટણીઓથી (Gujarat Assembly Election 2022) ભાજપના કબજામાં છે. આ બેઠક પરથી 2012માં આનંદીબેન પટેલ અને 2017 માં ભૂપેન્દ્ર પટેલ ચૂંટાયા હતા. આ પાટીદારોનો ગઢ ગણાતી બેઠક ( Stronghold Seat of Patidars) છે. અહીંથી બે પાટીદાર મુખ્યપ્રધાન ગુજરાતને મળ્યા. જેમાં વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના પહેલા મહિલા મુખ્ય પ્રધાન આંનદીબેન પટેલનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અને ભાજપે ચૂંટણીમાં અહીં પાટીદાર ઉમેદવાર ઊતાર્યા હતા. પાટીદારો ભાજપની સાથે છે.

અમદાવાદની દરેક બેઠક જીતી લેવાનું લક્ષ્યાંક
અમદાવાદની દરેક બેઠક જીતી લેવાનું લક્ષ્યાંક

2. વેજલપુર : વેજલપુર વિધાનસભા બેઠક ભાજપના કબજામાં છે. 2012 અને 2017 એમ બંને વખત કિશોર ચૌહાણ આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. એટલે આ બેઠક ભાજપ તરફી છે. મુસ્લિમ બહુલ વિસ્તાર સરખેજનો સમાવેશ આ બેઠકમાં થતો હોવાથી કોંગ્રેસે 2012માં મુસ્લિમ ઉમેદવારને ટીકીટ આપી હતી. પરંતુ તેની હાર થઈ હતી.

3. વટવા : વટવા વિધાનસભા બેઠકમાં 2012 અને 2017 બંનેમાં ભાજપનો વિજય થયો છે. જેનું મુખ્ય કારણ સક્ષમ ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજા છે. તેઓ ગુજરાતના ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે. તેમના મિજાજ અને પ્રભાવ અનુસાર તેમને પદ મળ્યું હતું. જેઓ ભાજપમાં ખૂબ જ સક્રિય છે. 2002 અને 2007 માં તેઓ અસરવાથી ચૂંટાયા હતા.

4. એલિસ બ્રિજ : એલિસ બ્રિજ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે. અહીં વર્તમાન ધારાસભ્ય રાકેશ શાહ છે. 2007, 2012 અને 2017 એમ સતત ત્રણ ટર્મથી તેઓ અહીંથી ચૂંટાતું આવે છે. 1995 અને 98 માં સ્વ.ગૃહપ્રધાન હરેન પંડ્યા અહીંથી ચૂંટાઈને આવ્યા હતા. વર્તમાન ધારાસભ્યની ત્રણ ટર્મ પુરી થતા હવે ભાજપ ઉમેદવાર બદલી શકે છે. આ બેઠકમાં પાલડી જેવા મોટા જૈન વિસ્તારનો સમાવેશ થવાથી આ બેઠક પર જૈન કોમ્યુનિટીનો દબદબો છે.

5. નારણપુરા : નારણપુરા વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય ભાજપના કૌશિક પટેલ છે. તેઓ વિજય રૂપાણી સરકારમાં ગુજરાતના મહેસુલ પ્રધાન રહી ચૂક્યા છે. તે પહેલા વર્તમાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અહીંથી વિધાનસભાની ચૂંટણી લડતા હતા. આ બેઠક ભાજપનો ગઢ છે. અહીં પાટીદાર, જૈન કોમ્યુનિટીનીનો દબદબો છે. કૌશિક પટેલની તબિયત નાદુરસ્ત રહેતા અહીં અન્યને ટીકીટ મળી શકે છે.

6. નિકોલ : નિકોલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા 2012 અને 2017 ચૂંટાઈ આવ્યા છે. તે વર્તમાન ગુજરાત સરકારમાં કુટીર અને પ્રોટોકોલ પ્રધાન છે. અહીં પાટીદાર કોમ્યુનિટી વધુ છે. અહીં ફરી જગદીશ વિશ્વકર્મા રિપીટ થઈ શકે છે.

7. નરોડા : નરોડા વિધાનસભા ઐતિહાસિક બેઠક છે. અહીંથી વર્તમાન ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી છે. આ બેઠક પર સિંધી કોમનો દબદબો જોવા મળે છે. અહીં કુબેરનગર જેવા મોટા સિંધી ડોમીનન્ટ વિસ્તાર છે. કોંગ્રેસે પણ સિંધી કોમના ઉમેદવારને ટીકીટ આપી હતી. પરંતુ ભાજપનો વિજય થયો હતો. 1998, 2002 અને 2007 એમ ત્રણ ટર્મ સુધી અહીં માયા કોડનાની ચૂંટાઈને આવ્યા હતા. 2002 ગોધરા રમખાણોમાં તેમની પર કેસ થયો હતો. 1990થી આ બેઠક ભાજપના કબ્જામાં છે. બલરામ થાવાણી વિવાદોમાં સંપડાયા હોવાથી નવા ઉમેદવારને ટીકીટ મળી શકે છે.

8. ઠક્કરબાપાનગર : આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર વલ્લભ કાકડીયા 2012 અને 2017 એમ બે વખત વિજેતા રહ્યા છે. તેમને ત્રીજી વખત ટીકીટ મળી શકે છે.

આ પણ વાંચોઃ ટિકિટ કોને મળશે : ચૂંટણી માટે કોંગ્રેસનો માસ્ટર પ્લાન પણ હાઈકમાન્ડ ચિંતામાં

9. બાપુનગર : બાપુનગર વિધાનસભા બેઠકમાં 2017 ની ચૂંટણીમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઓછા માર્જિનથી ભાજપના ઉમેદવાર જગરૂપસિંહ રાજપુતને પરાજય આપ્યો હતો. જેઓ 2012માં અહીંથી ભાજપની ટિકિટ ઉપર વિજેતા રહ્યા હતા. જો કે આ બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે.

10. અમરાઈવાડી : અમરાઈવાડી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય જગદીશ પટેલ છે. 2012 અને 2017 માં અહીંથી હસમુખ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 2019ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વના સાંસદ બનતા અહીં પેટા ચૂંટણીમાં જગદીશ પટેલની ટિકિટ મળી હતી. તેઓ ભાજપના એક્ટિવ ધારાસભ્યોમાંના એક છે. તેમની ટીકીટ આ બેઠક પરથી લગભગ નક્કી છે.

11. દરિયાપુર : અમદાવાદના દરિયાપુર વિસ્તાર મુસ્લિમ બહુમતી વિસ્તાર છે. અહીંથી કોંગ્રેસના ધારાસભ્ય ગાયસુદ્દીન શેખ છે. 2012 અને 2017 એમ બે ટર્મથી તેઓ અહીંના ધારાસભ્ય છે. મુસ્લિમોના મત બે ટર્મથી કોંગ્રેસ તરફથી રહ્યા છે. 1990થી 2007 સુધી આ બેઠક ભાજપના કબજામાં હતી અને ભરત બારોટ અહીંથી ચૂંટાયેઇને આવતા હતા. ગ્યાસુદ્દીન શેખ વિધાનસભામાં એક્ટિવ રહે છે. કોંગ્રેસ તરફથી તેમની ટીકીટ નક્કી છે.

12. જમાલપુર - ખાડિયા : જમાલપુર ખાડિયા બેઠક પરથી ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય છે. 2017માં તેમણે ભાજપના દિગ્ગજ નેતા ભૂષણભટ્ટને પરાજય આપ્યો હતો. 2012 માં ભૂષણ ભટ્ટે કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારને પરાજય આપ્યો હતો. ભૂષણ ભટ્ટ એક સમયે ગુજરાતના સ્પીકર રહેલા અશોક ભટ્ટના પુત્ર છે. જો કે છતાંય ખાડિયામાં ભૂષણ ભટ્ટનો દબદબો છે. રથયાત્રામાં તેઓ આગળ પડતા રહે છે. મુસ્લિમ બહુમત વિસ્તાર હોવાથી વોટ કોંગ્રેસ તરફ રહે છે. પરંતુ આ વખતે AIMIM ની એન્ટ્રી કોંગ્રેસને નુકશાન કરાવી શકે છે. ઇમરાન ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખની વિધાનસભામાં જુગલબંધી છે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદથી ઇમરાન ખેડાવાળાનો વિરોધ પણ થઈ ચૂક્યો છે.

કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં પડકાર વધુ ઘેરો બન્યો છે
કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં પડકાર વધુ ઘેરો બન્યો છે

13. મણિનગર : આ બેઠક ભાજપનો ગઢ છે. વર્તમાનમાં સુરેશ પટેલ અહીંથી ભાજપના ધારાસભ્ય રહ્યા છે. દેશના વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતમાં મુખ્યપ્રધાન રહી ચૂકેલા નરેન્દ્ર મોદી અહીંથી 2002, 2007 અને 2012 એમ સળંગ ત્રણ ટર્મથી અહીંથી ચૂંટણી જીતી ચૂક્યા છે. 1990 અને 95 માં આ બેઠક પરથી ભાજપના કમલેશ પટેલ ચૂંટણી જીત્યા છે. અહીંથી ભાજપ નો કોઈ પણ ઉમેદવાર જીતી શકે છે. પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટ વડાપ્રધાનની મુલાકાત લઈને ભાજપમાં જોડાયા છે. ત્યારે આ બેઠક પરથી તેઓ દાવેદારી નોંધાવી શકે છે.

આ પણ વાંચોઃ Survey of ADR : ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના વિધાનસભામાં કામકાજના હિસાબકિતાબ આ રહ્યાં

14. દાણીલીમડા : આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. અહીંથી કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણી જીત્યા છે. તેઓ કોંગ્રેસના સક્રિય ધારાસભ્ય છે. તેમના નામે વોટ પડે છે.

15. સાબરમતી : સાબરમતી વિધાનસભા બેઠક પણ ભાજપને વફાદાર રહી છે. અહીંથી 2012 અને 2017 માં અરવિંદ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. 1995 અને 1998માં યતીન ઓઝા અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા. જનતા દળમાંથી વર્તમાન સાંસદ નરહરિ અમીન અહીંથી ચૂંટાયા હતા. અને 2001ના પેટા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પર અહીંથી ચૂંટાયા હતા. જો કે હાલમાં તેઓ ભાજપ તરફથી રાજ્યસભાના સાંસદ છે.

16. અસારવા : અસારવા વિધાનસભા બેઠક પણ ભાજપનો ગઢ છે. અહીં મિડલ ક્લાસ તેમજ દેવીપૂજક વસ્તી વધુ છે. જેમનો ભાજપ પર વિશ્વાસ છે. 2002 અને 2007માં અહીંથી પ્રદિપસિંહ જાડેજા ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા. 2012માં અહીંથી રજનીકાંત પટેલ ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા. 2017માં ભાજપના જુના અને સક્રિય કાર્યકર અને અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના સાક્ષી પ્રદીપ પરમાર ચૂંટાઈ આવ્યા છે. વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન છે. ફરીથી તેમને આ બેઠક પર મજબૂત દાવેદારી નોંધાવી શકે છે.

ભાજપનું 04 બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી લેવાનું લક્ષ્ય - આગામી ચૂંટણીમાં મુસ્લિમ બહુલ વિસ્તારની બે બેઠકો દરિયાપુર અને જમાલપુર-ખાડિયામાં AIMIM, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત વહેંચાઈ જવાથી જમાલપુર-ખાડિયા ભાજપમાં જઈ શકે છે. ભાજપ સરકારે કુનેહથી કોરોના અને દેશમાં કોમી તંગદિલી વચ્ચે રથયાત્રા સફળતાપૂર્વક કાઢી છે. જેનો લાભ જમાલપુર-ખાડીયામાં ભાજપને (Gujarat Assembly Election 2022) મળી શકે છે. ભાજપે કોંગ્રેસની ચારેય બેઠકો કબ્જે કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ આ ચારેય બેઠકો પર ગરીબ અને મધ્યમવર્ગ પ્રજા છે. જે મોંઘવારીનો મુદ્દો સહન કરી શકે તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.