Gujarat Assembly Election 2022 : દસક્રોઈ બેઠક પર આ પક્ષનું પ્રભુત્વ રહ્યું છે, નો રીપિટ થાય તો તકલીફ પડે?

author img

By

Published : Jun 21, 2022, 6:01 AM IST

Gujarat Assembly Election 2022 : દસક્રોઈ બેઠક પર આ પક્ષનું પ્રભુત્વ રહ્યું છે, નો રીપિટ થાય તો તકલીફ પડે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો અમદાવાદ જિલ્લાની દસક્રોઇ વિધાનસભા બેઠક (Daskroi Assembly Seat) વિશે જેમાં ભાજપનું પલડું ભારે રહેતું આવ્યું છે.

અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું (Gujarat Assembly Election 2022)આ વર્ષ છે અને કહી શકાય કે ટૂંકા સમયમાં ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રક્રિયાઓ શરુ થતી જોઇ શકાશે. અમે આપને ગુજરાતની 182 વિધાનસભા બેઠકોની વિગતવાર માહિતી આપી રહ્યાં છીએ તેમાં આ કડીમાં જાણો અમદાવાદની દસક્રોઇ વિધાનસભા બેઠક (Daskroi Assembly Seat)વિશે. આ બેઠક જનરલ કેટેગરીની બેઠકમાં સમાવિષ્ટ છે.

મતદાતાઓની સંખ્યામાં વધારો નવું ગણિત બનાવી શકે
મતદાતાઓની સંખ્યામાં વધારો નવું ગણિત બનાવી શકે

દસ્ક્રોઈ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી- ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકીની એક દસ્ક્રોઈ વિધાનસભા બેઠક છે. આ બેઠક (Daskroi Assembly Seat)જનરલ છે અને અમદાવાદ જિલ્લામાં આવે છે. જેનો સમાવેશ ખેડા લોકસભા મત વિસ્તારમાં થાય છે. આ બેઠકના 3,11,615 વોટર્સ છે. આ બેઠક 1990 થી ભાજપના કબજામાં છે. છેલ્લી સાત ચૂંટણીઓથી ભાજપનો ઉમેદવાર અહીંથી જીતતો આવ્યો છે. આ વિધાનસભા બેઠકમાં ( Assembly seat of Daskroi )સમાવિષ્ટ થતા વિસ્તારોની વાત કરીએ તો આ વિધાનસભા મતવિસ્તારમાં અમદાવાદ શહેરી તાલુકાનું કેટલોક ભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-45 નરોડા અને વોર્ડ નંબર-46 નિકોલના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. ઉપરાંત અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના નવરંગપુરા, પીરાણા, દેવડી, બારેજડી, જેતલપુર, ભાટ, નવાપુરા, બારેજા, કઠવાડા, ફતેવાડી, લાંભા, નાંદેજ વગેરે થઈને કુલ 60 જેટલા ગામોનો સમાવેશ થાય છે.

ભાજપનું પલડું આ બેઠક ભારે રહ્યું છે
ભાજપનું પલડું આ બેઠક ભારે રહ્યું છે

આ પણ વાંચો - Gujarat Assembly Election 2022 : અસારવાના એ ઇજાગ્રસ્ત કાર્યકર હવે ભાજપ સરકારમાં પ્રધાન છે, પક્ષની સ્થિતિ જાણો

અગાઉની ચૂંટણીઓના પરિણામ - 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Daskroi Assembly Seat)ભાજપના ઉમેદવાર બાબુભાઈ પટેલ -બાબુ જમના પટેલ (Babu Jamna Patel Seat )સામે કોંગ્રેસના ઉમેદવાર પંકજ પટેલને (Pankaj Patel Seat) ઉતારવામાં આવ્યાં હતાં. બાબુભાઈને 2,23,822 મતોમાંથી 1,27,432 વોટ મળ્યા હતા. પંકજ પટેલને 82,367 વોટ મળ્યા હતા. બાબુભાઈનો 45,065 મતોથી વિજય થયો હતો. મતોની ટકાવારી અનુક્રમે 56.93 ટકા અને 36.80 ટકા છે. ભાજપનો જનાધાર આ બેઠક પર વધતો જોવા મળે છે. બાબુભાઈ આ બેઠક પર ભાજપની ટીકીટ પરથી ચાર વાર ચૂંટાઈ (Gujarat Assembly Election 2017) આવ્યા છે.

દસક્રોઇ જેવા સમૃદ્ધ વિસ્તારમાં આ છે ખાસિયત
દસક્રોઇ જેવા સમૃદ્ધ વિસ્તારમાં આ છે ખાસિયત

દસ્ક્રોઈ વિધાનસભા બેઠક વિસ્તારની ખાસિયતો - આ વિસ્તાર અમદાવાદ જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર છે. અહીં (Daskroi Assembly Seat)મુખ્યત્વે ખેતી પશુપાલન અને નાના ઉદ્યોગો આવેલાં છે. ખેતીને લગતા એપીએમસી માર્કેટ છે. ખેતીની દવાઓની ફેક્ટરીઓ છે. અમદાવાદ શહેર સાથે જોડાયેલા હોવાથી પાકા રસ્તા પણ આ વિસ્તારમાં જોવા મળે છે. અહીંની કંપનીઓમાં સ્થાનિક યુવકોને રોજગારીની તકો છે. અહીંની વસ્તીમાં રબારી, ભરવાડ, પટેલ, વગેરે જોવા મળે છે.

આ પણ વાંચો-Gujarat Election 2022 : ઘાટલોડિયા વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાતને આપ્યા બે મુખ્યપ્રધાન, જાણો તેમની વિશેષતા

પટેલ સમાજના અગ્રણી બાબુભાઇ પટેલનું વર્ચસ્વ -બાબુભાઈ પટેલ જેઓ બાબુ જમના પટેલ તરીકે ખૂબ જાણીતા શ્રીમંત વ્યક્તિ છે. તેઓ પાટીદાર સમાજના અગ્રણી છે. ઉમિયા ધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. પાટીદારોના સામાજિક કાર્યમાં તેઓ હંમેશા અગ્રેસર હોય છે. તેઓ બાબુકાકાના નામથી પ્રખ્યાત છે. જો કે ભાજપ નો રીપીટ થિયરી (Gujarat Assembly Election 2022) અપનાવે તો આ વર્ષે બાબુભાઈને ટીકીટ (Daskroi Assembly Seat) મળવી અઘરી છે.

દસક્રોઇની જનતાની આ છે માગણીઓ
દસક્રોઇની જનતાની આ છે માગણીઓ

દસ્ક્રોઈ વિધાનસભા બેઠક વિસ્તારની માંગ -અમદાવાદ (Gujarat Assembly Election 2022) શહેરની બહારનો વિસ્તાર હોવાથી પાણીની એક મોટી સમસ્યા છે. ઉપરાંત ખેડૂતોને ખાતરની સમસ્યા પણ રહે છે. પાકના સારા ભાવ મળે તે જરૂરી છે. શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ અને વધુ આવક આપતા રોજગાર નિર્માણની (Daskroi Assembly Seat) જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.