લેકાવાડામાં 450 કરોડ રૂપિયાના ખર્ચે બનશે GTUનું નવું ગ્રીન કેમ્પસ, કેમ્પસનો 3D વ્યૂ જોઈ લો માત્ર ETV Bharat પર

author img

By

Published : Nov 1, 2021, 3:37 PM IST

લેકાવાડામાં 450 કરોડ રૂપિયાના ખર્ચે બનશે GTUનું નવું ગ્રીન કેમ્પસ, કેમ્પસનો 3D વ્યૂ જોઈ લો માત્ર ETV Bharat પર

GTU રાજ્યની સૌથી મોટી ટેકનોલોજિકલ યુનિવર્સિટી છે. ત્યારે હવે આ યુનિવર્સિટીનું નવું કેમ્પસ લેકાવાડા ખાતે બની રહ્યું છે. આ કેમ્પસ માટે 450 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. તેવામાં ETV Bharat પહેલી વખત આ અદ્યતન કેમ્પસનો 3D એરિયલ વ્યૂ દર્શકો સમક્ષ મૂકી રહ્યું છે. આ કેમ્પસની સૌથી મોટી વિશેષતા એ છે કે, રાજ્યમાં આ પ્રકારનું પહેલું ગ્રીન કેમ્પસ બનવા જઈ રહ્યું છે. તો વર્ષ 2023-24 સુધીમાં તેનો એકેડેમિક પાર્ટ સૌથી પહેલા તૈયાર કરવામાં આવશે.

  • લેકાવાડામાં બનશે GTUનું નવું કેમ્પસ
  • કેમ્પસ માટે 450 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો મંજૂર
  • રાજ્યમાં GTUના 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)નું જૂનું કેમ્પસ અત્યારે ચાંદખેડા વિસ્તારમાં છે. ત્યારે લેકાવાડા ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓ માટે GTUનું નવું કેમ્પસ બનવા જઈ રહ્યું છે. આ કેમ્પસની અનેક પ્રકારની વિશેષતા છે. આ કેમ્પસમા 70થી 80 ટકા જેટલો ભાગ ખૂલ્લો રહેશે. નવેમ્બર-ડિસેમ્બર મહિના સુધીમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે. અહીં 35 કરોડ રૂપિયા ઈન્ટિરિયર અને ફર્નિચર એકેડમિક ભાગ માટે ખર્ચ કરવામાં આવશે. 450 કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહેલા આ કેમ્પસની 3D એરિયલ તસવીરો અને વીડિયો જોતા કોઈ વિદેશની અત્યાધુનિક યુનિવર્સિટી જોતા હોય તેવા લાગી રહ્યા છે. રાજ્યના બેસૂમાર કેમ્પસમાંનું એક કેમ્પસ આગામી સમયમાં ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની મળશે.

આ પણ વાંચો- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડેલી ખાતે 120 કરોડના ખર્ચે બનેલ બરોડા ડેરીના 'મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ'નું ઉદ્દઘાટન કરાયું

ગ્રીન કેમ્પસમાં આ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે

GTUના રજિસ્ટ્રાર કે. એન. ખેરે આ અંગે જણાવ્યું હતું કે, આ કેમ્પસમાં વોટર હાર્વેસ્ટિંગ રિસાઈકલ જોવા મળશે, જ્યાં 100 ટકા પાણીનો ઉપયોગ થશે. રિસાઈકલ થયેલું પાણી ગાર્ડન, વૃક્ષો વગેરે જગ્યાએ ઉપયોગ થશે. આ ઉપરાંત ટોઈલેટમાં પણ હાર્વેસ્ટિંગ થયેલા પાણીનો પણ ઉપયોગ કરવામાં આવશે. ખાસ કરીને આ કેમ્પસની વિશેષતા એ છે કે, 70થી 80 ટકા ભાગ કેમ્પસનો ખૂલ્લો રહેશે. આયુર્વેદિક પ્લાન્ટ ઉગાડવામાં આવશે. તેના નેચરલ પ્લાન્ટ જે જગ્યાએ અત્યારે છે. તે એમને એમ રાખવામાં આવશે. તો ગ્રેહા દ્વારા ગ્રીન બિલ્ડિંગ માટે સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ કેમ્પસમાં ગ્રીન બિલ્ડીંગનો જે પ્રોજેક્ટ નાખવામાં આવ્યો છે, જેથી બીજા માટે પ્રેરણા બની રહીએ. તે માટે અમારો હેતુ પણ આગામી સમયમાં પ્લેટિનમ કે ગોલ્ડન સર્ટી આ ગ્રીન કેમ્પસ થકી મેળવવાનો છે.

તમામ બિલ્ડીંગો પર સોલર પ્લાન્ટ લગાવવામાં આવશે

આ પણ વાંચો- માંડવી બંદરે કરોડોના ખર્ચે દીવાદાંડીનું નિર્માણ કરવામાં આવ્યું

50 ટકા બિલ્ડીંગ સોલાર પ્લાન્ટથી ચાલશે

આખા કેમ્પસની અંદાજિત 15થી 20 જેટલી નાની મોટી બિલ્ડીંગો તૈયાર થશે. જ્યાં તમામ બિલ્ડીંગ પર સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે. રજિસ્ટ્રારે વધુમાં કહ્યું હતું કે, શરૂઆતના બીજા ફેઝમાં સોલાર પ્લાન્ટ લગાવી 50 ટકા વીજળી સોલારથી ઉત્પાદિત કરવામાં આવશે. આગામી સમયમાં વધુમાં વધુ કેમ્પસમાં સોલારનો ઉપયોગ કરવામાં આવશે. જે આ કેમ્પસની બીજી વિશેષતા છે.

કેમ્પસમાં આ બિલ્ડિંગોની વ્યવસ્થાઃ

  • એન્જિનિયરિંગ, ફાર્મસી, MBA આ ત્રણ કોલેજ રહેશે
  • 4 ઓડિટોરિયમ બનાવાશે
  • અદ્યતન લાયબ્રેરી
  • સ્ટાફ ક્વાર્ટર
  • રજિસ્ટ્રાર, કુલપતિ આવાસ
  • ગર્લ્સ અને બોય્ઝ હોસ્ટેલ
  • સ્પોર્ટ્સ કોમ્પલેક્સ
  • ગેસ્ટ હાઉસ
  • કેન્ટિન
    GTUમાં હશે રાજ્યનું પહેલું ગ્રીન કેમ્પસ
    GTUમાં હશે રાજ્યનું પહેલું ગ્રીન કેમ્પસ

શિવ નદાર યુનિવર્સિટીની ડિઝાઈન પ્રમાણેની લાઈબ્રેરી બનાવાશે

નોયડામાં આવેલી શિવ નદાર યુનિવર્સિટીની (Shiv Nadar University) ડિઝાઈન સૌથી વધુ પ્રખ્યાત છે ત્યારે તેની લાઈબ્રેરી પણ અલગ રીતે બનાવવામાં આવી છે. આથી GTUમાં પણ તેના પ્રમાણેની ડિઝાઈનની લાઇબ્રેરી બનશે. જ્યાં હાઈ.ટી. કોર્નર, રીડિંગ રૂમ, ઈ-કોર્નર, સબસ્ક્રિશ રૂમ વગેરે પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ અને હજારો પુસ્તકો લાઈબ્રેરીમાં હાજર હશે.

100 એકરમાં કેમ્પસ પથરાયેલું હશે, સૌપ્રથમ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ તૈયાર થશે

GTUના કુલપતિ નવીન શેઠે (GTU Chancellor Naveen Seth) કહ્યું હતું કે, લેકાવડામાં GTUને 100 એકર જમીન ફાળવવામાં આવી છે. તેનો માસ્ટર પ્લાન પાસ થઈ ગયો છે. તેની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે. ટેન્ડરનું ટેક્નિકલ ફીડ ઓપન થઈ ગયું છે. ટૂંક સમયમાં તેનું ફાઈનાન્શિયલ ફીડ ઓપન થશે અને વર્ક ઓર્ડર આપવામાં આવશે. નવેમ્બર, ડિસેમ્બર મહિના સુધી આપણને વર્ક ઓર્ડર મળી જશે. સૌપ્રથમ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ તૈયાર થશે. આ બિલ્ડીંગને તૈયાર થતાં 15 મહિનાનો સમયગાળો થશે. સેલ્ફસસ્ટેન્ડ ગ્રીન બિલ્ડિંગ ડેવલપ થશે. ગુજરાતમાં આ પ્રકારનું ગ્રીન બિલ્ડીંગ સાથેનું પહેલું યુનિવર્સિટીનું બિલ્ડીંગ હશે.

GTUના નવા કેમ્પસનો એરિયલ વ્યૂ
GTUના નવા કેમ્પસનો એરિયલ વ્યૂ

ગુજરાત સરકાર તરફથી 225 કરોડ રૂપિયા પહેલા તબક્કામાં ફાળવાશે

GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી 225 કરોડ રૂપિયા પહેલાં તબક્કામાં ફાળવવામાં આવશે. આ યુનિવર્સિટીના આ બિલ્ડિંગમાં 35 કરોડ રૂપિયાના ખર્ચે ફર્નિચર ઈન્ટિરિયર એમ કુલ અત્યાર પૂરતા કુલ 260 કરોડ મંજૂર કર્યા છે. તો યુનિવર્સિટીના આ નવા કેમ્પસમાં 450 કરોડ રૂપિયા લાગશે, જેમાં પહેલા તબક્કાની રકમ ફાળવી દેવામાં આવી છે. તો દોઢ વર્ષની અંદર નવા કેમ્પસનું એકેડમિક કામ તૈયાર થશે, જેમાં જિટીયુ વર્ષ 2023-24ના નવા વર્ષમાં ત્યાં શિફ્ટ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.