મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનો CMના હસ્તે પ્રારંભ

author img

By

Published : Sep 19, 2022, 8:42 PM IST

મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનો CMના હસ્તે પ્રારંભ

અમદાવાદના મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન (Swaminarayan Gadi Sansthan Maninagar Ahmedabad) સુવર્ણ મહોત્સવનો (Swaminarayan Gadi Sansthan Maninagar ) આજે સોમવારે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો છે. આ સુવર્ણ મહોત્સવમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાવન અવસરે સહભાગી થવાનો મને અવસર મળતા હું સદભાગી થયો છું. આ સાથે નરેન્દ્ર મોદીએ આપણી સંસ્કૃતિ વિરાસતને જાળવી રાખીને દેશ અને રાજ્યનો વિકાસ કર્યો છે મુખ્યપ્રધાન ઉમેર્યું હતું.

અમદાવાદ શહેરના મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં સુવર્ણ મહોત્સવનો (Golden Festival of Swaminarayan Gadi Sansthan) આજે સોમવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો છે. આ મહોત્સવ 25 સપ્ટેમ્બર, 2022 સુધી ચાલશે. અમદાવાદ મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનો (Swaminarayan Gadi Sansthan Maninagar Ahmedabad) પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનો પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતુ કે, આ પાવન અવસરે સહભાગી થવાનો મને અવસર મળતા હું સદભાગી થયો છું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનો પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતુ કે, આ પાવન અવસરે સહભાગી થવાનો મને અવસર મળતા હું સદભાગી થયો છું.

ધર્મ સંતોનું માર્ગદર્શન આ અવસરે સ્વામિનારાયણ સંપ્રદાયની (Contribution of Swaminarayan denomination) વાત કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વ્યસન મુક્તિ, સદાચારી અને પ્રમાણિકતાનું નિર્માણ કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું યોગદાન રહ્યું છે. એટલું જ નહીં સંતોની વાણીથી સમાજને એક નવી દિશા મળતી થઈ છે અને કલા અને સંસ્કૃતિનો પોષક સંત સમાજ હર હંમેશથી (Saint is nurturing society of culture) રહ્યો છે. રાજ્યની વિકાસયાત્રાને આગળ વધારવા માટે ધર્મ સંતોનું હરહંમેશ માર્ગદર્શન મળતું રહ્યું છે.

આ પાવન અવસરે સહભાગી થવાનો મને અવસર મળતા હું સદભાગી થયો છું,  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
આ પાવન અવસરે સહભાગી થવાનો મને અવસર મળતા હું સદભાગી થયો છું, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

દરેક ધર્મોને સાથે લઈને ચાલી રહી છે સરકાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વ સંસ્કૃતિ અને સંભાવનાને સૌથી વધુ મહત્વ આપ્યું છે. નરેન્દ્ર મોદીએ આપણી સંસ્કૃતિ વિરાસતને જાળવી રાખીને દેશ અને રાજ્યનો વિકાસ કર્યો છે. એ જ પરંપરા જાળવી રાખીને હું અને મારી ટીમ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી રહ્યા છીએ. દરેક ધર્મોને સાથે લઈને ગુજરાતની આ ડબલ એન્જિન સરકાર (Double engine Government) સૌ કાર્યોને ઝડપથી પૂર્ણ કરી રહી છે.

રાજ્યના વિકાસમાં યોગદાન આ અવસરે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીએ કહ્યું કે, વર્તમાન સમયમાં ધર્મ અને સત્તાએ સાથે મળીને કામ કરતું રહેવાનું છે. અમે ધર્મક્ષેત્રથી અને રાજ્ય સરકાર રાજ્ય ક્ષેત્રથી સાથે કામ કરીને દેશ અને રાજ્યના વિકાસને યોગદાન આપતા રહે.

ગુજરાત વિકસતુ રહેશેઃ આચાર્ય સ્વામી તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને આગેવાનીમાં ગુજરાત સતત આગળ વધતું રહ્યું છે. ગુજરાત શાંતિ પ્રિય છે. આપણું ગુજરાત દિન પ્રતિદિન વિકસતું રહે એમ સ્વામીજીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું.

કાર્યક્રમોની માહિતી ઉલ્લેખનીય છે કે, મણિનગર ગાદી સંસ્થાનના 19થી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ (Swaminarayan Gadi Golden Festival) યોજાશે. આ મહોત્સવમાં સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદથી વિશ્વ પ્રસિદ્ધ મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઇપ બેન્ડ લંડન, બોલ્ટન, કેન્યા, અમેરિકા તથા ભારતની ઉપસ્થિતિ નગરયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ મહોત્સવમાં વ્યસનમુક્તિ શિબિર, પર્યાવરણ રક્ષણ શિબિર (Environmental protection camp), સંત - વિદ્વત્સંમેલન, સંસ્કાર શિક્ષણ શિબિર (Sanskar Education Camp) વગેરે જેવા કાર્યક્રમો પણ યોજાશે.

કાર્યક્રમોની યાદી

  • 19 સપ્ટેમ્બર 2022ના રોજ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં વિવિધ સદ્ગ્રંથોની પારાયણોથી મહોત્સવનો પ્રારંભ થયો, તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પોથી યાત્રા યોજાશે. આ ઉપરાંત મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે સંતો ભક્તોના ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ યોજાશે.
  • 20 સપ્ટેમ્બર 2022ના રોજ સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજી બાપાની વાતોની સમૂહ પારાયણનું વાંચન થશે અને સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર તથા રાત્રે સંતો અને ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ભક્તિ રાસ જેવા કાર્યક્રમો યોજાશે.
  • 21 સપ્ટેમ્બર 2022ના રોજ સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજી બાપાની વાતોની સમૂહ પારાયણનું વાંચન તેમજ સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે ભક્તિ નૃત્યનાં કાર્યક્રમો યોજાશે.
  • 22 સપ્ટેમ્બર 2022ના રોજ સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજી બાપાની વાતોની સમૂહ પારાયણનું વાંચન, સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ એપિસોડ નાટક યોજાશે.
  • 23 સપ્ટેમ્બર 2022ના રોજ સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજી બાપાની વાતોનું સમૂહ પારાયણનું વાંચન થશે. આ દિવસે સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે ભક્તિ સંગીત કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગાદી મહિમાનાં કીર્તનોનું ગાન સંતો અને નામાંકિત કલાકારો કરશે.
  • 24 સપ્ટેમ્બર 2022ના રોજ સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર પાટોત્સવ, સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજીબાપાની વાતોની સમૂહ પારાયણનું વાંચન થશે. સાંજે કાંકરિયાથી ભવ્યાતિ ભવ્ય નગરયાત્રાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના વિવિધ ભાગોમાંથી હરિભક્તોનો વિશાળ સમૂહ પણ ઉપસ્થિત રહેશે.
  • 25 સપ્ટેમ્બરના રોજ સદગુરુ દિન, પૂજન, અર્ચન, ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાની તુલા વિધિ, આરતી, જીવનપ્રાણ સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ અને શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદના કાર્યક્રમો યોજાશે.

મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય સુરેશપટેલ અને જગદીશભાઈ પટેલ તેમજ આચાર્ય જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.