Firing in Ahmedabad SBI : ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો, ફાયરિંગ કરવાનું કારણ જાણી ચોંકી જશો

author img

By

Published : Jun 21, 2022, 5:03 PM IST

Firing in Ahmedabad SBI : ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો, ફાયરિંગ કરવાનું કારણ જાણી ચોંકી જશો

અમદાવાદમાં SBIની બ્રાન્ચમાં ફાયરિંગ કરનાર ગાર્ડની ધરપકડ (Guard arrested for firing at SBI branch in Ahmedabad ) કરાઈ. ગઇકાલે સરદારનગરની એસબીઆઈ (Firing in Ahmedabad SBI) બેંકમાં એક કોન્સ્ટેબલની 8 વર્ષની પુત્રી ખુરશી પર ચડી જતાં ગાર્ડે છોડેલી ગોળી મહિલા કર્મચારીને માથામાં વાગી હતી. ગાર્ડ અને એક્સ આર્મીમેન એવા ફાયરિંગ આરોપી કદમસિંગને (Firing accused Kadamsingh) પોલીસે ઝડપી લીધો છે.

અમદાવાદ -સરદારનગરમાં sbi બેંકના સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નિવૃત્ત આર્મીમેને કરેલા ફાયરિંગમાં એક મહિલા કર્મચારીને માથામાં ગોળી વાગી હતી.આ મામલે બહાર આવ્યું છે કે આ મામલો કેવી રીતે બન્યો. ભદ્રેશ્વર અક્ષરધામ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર પ્રજાપતિ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ છે. તેમને બેંકની પાસબુક ભરાવવાની હોવાથી પત્ની અને આઠ વર્ષની દીકરીને લઈને એસબીઆઈમાં ગયા હતા. તેઓ લાઇનમાં ઊભા હતા ત્યારે પુત્રીને ગાર્ડની ખુરશીમાં બેસાડી હતી. પરંતુ શૂઝ પહેરીને બાળકી ખુરશી પર ઊભા રહી કૂદવા લાગી હતી. ત્યાં જ આરોપી કદમસિંગ (Firing accused Kadamsingh) ભૂલથી અથવા જાણી જોઈ આ બાળકી પર બેસી ગયા. જેથી આરોપી અને બાળકીના પિતા વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન ફાયરિંગ આરોપી કદમસિંગે પોતાની ગનથી રાજેન્દ્રકુમાર પર ફાયરિંગ (Firing in Ahmedabad SBI) કર્યું હતું.

પ્રત્યક્ષદર્શીએ ઘટના વર્ણવી

આ પણ વાંચોઃ firing in Ahmedabad: ખુરશીમાં બેસવા બાબતે સિક્યુરીટી ગાર્ડે કર્યું ફાયરિંગ

પોલીસ ફરિયાદ નોંધાવાઇ - ફાયરિંગ થતા જ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાં કામ કરતા સુમનબહેનને માથામાં ગોળી વાગતાં તેમને હોસ્પિટલ લઈ જવાયાં હતાં. રાજેન્દ્રકુમારની ફરિયાદના આધારે પોલીસે કદમસિંગની ધરપકડ કરી છે. જોકે મહિલા કર્મચારીની હાલત સુધારા પર છે પણ આરોપીએ સામાન્ય બાબતમાં ફાયરિંગ કર્યું. કદમસિંગ મૂળ મધ્યપ્રદેશના છે અને તેમની પાસેની ગન લાઇસન્સવાળી છે. કદમસિંગ એક રાઉન્ડ ગોળીબાર (Firing in Ahmedabad SBI) કર્યો, પરંતુ તે ગોળી રાજેન્દ્રકુમારને વાગી ન હતી. ફાયરિંગ આરોપી કદમસિંગ (Firing accused Kadamsingh) બીજો રાઉન્ડ ફાયર કરવા રાજેન્દ્રકુમાર તરફ ગન તાકી દીધી હતી. જોકે રાજેન્દ્રકુમાર પણ પોલીસ કર્મચારી હોવાથી પરિસ્થિતિનો તાગ આવી જતાં તેમણે ગન પકડી લઈને બેરલ જમીન તરફ કરી દીધું હતું.

આ પણ વાંચોઃ દૂધસાગર ડેરીની મિટિંગ પહેલા પૂર્વ વાઈસ ચેરમેનના પુત્રએ શા માટે કર્યું ફાયરિંગ?

હથિયારનું લાયસન્સ કેન્સલ કરાશે - આરોપી ગાર્ડ ગુસ્સાવાળા સ્વભાવનો છે. સામાન્ય વાતમાં તે અવારનવાર આવેશમાં આવી જતો હતો. આ વખતે પણ સામાન્ય બાબતમાં જ પોતાની રાયફલથી ફાયરિંગ કર્યું. આ ઘટનાથી કદમસિંગએ (Firing accused Kadamsingh) એટલી હદે મિજાજ ગુમાવ્યો હતો કે, તેમણે એક રાઉન્ડ ગોળીબાર (Firing in Ahmedabad SBI) કર્યો તે ગોળી સુમનબહેનને માથાના ભાગે વાગી હતી. તેમ છતાં તે રોકાયા ન હતાં અને બીજો રાઉન્ડ ફોડવા ગન રાજેન્દ્રકુમાર તરફ તાકી દીધી હતી. જોકે બેંકના કર્મચારીઓ અને ગ્રાહકો દોડી આવ્યા હતાં અને કદમસિંગને ઝડપી (Guard arrested for firing at SBI branch in Ahmedabad ) લીધાં હતાં. ત્યારે હવે આરોપીનું હથિયારનું લાયસન્સ કેન્સલ (Weapon license canceled) કરવા પોલીસ આગામી સમયમાં રિપોર્ટ પણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.