ગુજરાતમાં આસ્થા સાથે ઉજવાયા દશેરા, શસ્ત્રપૂજન-શોભાયાત્રા તો ક્યાંય વાહનોની ખરીદી

author img

By

Published : Oct 5, 2022, 9:19 PM IST

Updated : Oct 5, 2022, 10:27 PM IST

ગુજરાતમાં આસ્થા સાથે ઉજવાયા દશેરા, શસ્ત્રપૂજન-શોભાયાત્રા તો ક્યાંય વાહનોની ખરીદી

કોરોના વાયરસના કપરા બે વર્ષના બ્રેક બાદ સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી દશેરાપર્વની (Dussehra Gujarat Celebration) ઉજવણી કરવામાં આવી છે. દશેરાના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં ફાફડા અને જલેબી ખાઈને લોકોએ મોજ માણી હતી. તો એક દિવસીય રજાનો આનંદ લઈ પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. તો સાંજના સમયે રાવણદહન-શોભાયાત્રા જેવા કાર્યક્રમો યોજાયા હતા. તો માર્કેટમાં વાહનોની ધૂમ ખરીદી જોવા મળી હતી. જુદા જુદા જિલ્લાઓના અહેવાલ પર એક નજર....

જૂનાગઢ: સત્ય નો અસત્ય પર વિજયના ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં (Junagadh Dussehra Celebration) વિજયા દશમીનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. જુનાગઢ શહેરના ગીરનાર દરવાજા સ્થિત મયારામ દાસ બાપુના આશ્રમના પટાંગણમાં 36 ફૂટ ઊંચા રાવણના પૂતળાને દહન કરીને વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. રાવણ દહનના કાર્યક્રમને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં જુનાગઢ વાસીઓએ હાજરી આપી હતી. 36 વર્ષ બાદ ફરી એકવખત અસત્ય પર સત્યના વિજય સમાન રાવણ દહનનો કાર્યક્રમ નિહાળ્યો હતો.

ગુજરાતમાં આસ્થા સાથે ઉજવાયા દશેરા, શસ્ત્રપૂજન-શોભાયાત્રા તો ક્યાંય વાહનોની ખરીદી

હિંમતનગરમાં શોભાયાત્રાઃ સાબરકાંઠાના હિંમતનગર ખાતે ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ભાગીદાર બન્યા હતા. જોકે શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન રામની શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. સાબરકાંઠાના હિંમતનગરના છાપડીયા વિસ્તારમાંથી ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જેમાં હિંમતનગરના ધારાસભ્ય સહિત નગરપાલિકા પ્રમુખ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો ભાગીદાર બન્યા હતા.

ગુજરાતમાં આસ્થા સાથે ઉજવાયા દશેરા, શસ્ત્રપૂજન-શોભાયાત્રા તો ક્યાંય વાહનોની ખરીદી

અગાઉ પથ્થરમારોઃ જોકે અગાઉ રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન પથરાવનો બનાવ બન્યો હતો. જેના પગલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. એ જ મંદિર તેમજ એ જ રૂટ ઉપર ભગવાન રામની શોભાયાત્રા નીકળતા તેને લઈ મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે વર્ષોથી યોજાતી પરંપરા અનુસાર એક જ રૂટ ઉપરથી યોજાયેલી શોભાયાત્રા માં મુસ્લિમ બિરાદરો પણ ભાગીદાર બની શોભાયાત્રાને વધાવી હતી.

સુરતમાં સંઘવી બોલ્યાઃ :શ્રી રામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપવા બાદ જણાવ્યું હતું કે, દુનિયાભરમાં ડ્રગ્સનું દુષણ ફેશન સ્ટેટમેન્ટ બન્યું છે. ડ્રગ્સના દુષણ સામે ગુજરાત પોલીસે લડાઈ છેડી છે. ગુજરાત સરકારે રાજ્યના યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા પ્રયત્નો કર્યા છે. અન્ય દેશોની સરખામણીએ ભારત અને ખાસ ગુજરાતના યુવાઓ આ નશાથી દૂર છે. ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીશ કે ગુજરાત પોલીસને હજુ હિંમત અને શક્તિ મળે.

ગુજરાતમાં આસ્થા સાથે ઉજવાયા દશેરા, શસ્ત્રપૂજન-શોભાયાત્રા તો ક્યાંય વાહનોની ખરીદી

વડોદરામાં વાહન ખરીદીઃ વડોદરા (Dussehra Gujarat Vadodara) શહેરમાં વિવિધ શો રૂમ પર ટુ-વ્હીલર - ફોરવીલર વાહનોનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું હતું. ખાસ કરીને ફોરવીલર વાહનોમાં ભાવમાં વધારો છતાં પણ આ વર્ષે મંદીનો માહોલ જોવા નથી મળી રહ્યો. શહેરના તમામ ટુ-વ્હીલર ફોરવીલર શોરૂમ પર ગ્રાહકોની ભારે માંગ જોવા મળી હતી. શહેરના માણેજા વિસ્તારમાં આવેલા ગણેશ હુંડાઈ શોરૂમના જનરલ મેનેજર વિપુલ શાહે જણાવ્યું હતું કે જાન્યુઆરી થી ડિસેમ્બર 2021 સુધી 1800 કારનું વેચાણ થયું છે.

વેચાણનો આંકડોઃ તો જાન્યુઆરી થી સપ્ટેમ્બર 2022 સુધીમાં 1500 થી વધુ કારનું વેચાણ થયું છે. જ્યારે નવરાત્રીના દસ દિવસમાં 150 થી વધુ કારનું વેચાણ થયું છે. વિજયાદશમીના પર્વે પણ ગ્રાહકોનો ખૂબ ધસારો જોવા મળી રહ્યો છે. 50 કાર બુકીંગ કરવામાં આવી છે તે તમામની આજે ડીલેવરી કરવામાં આવી છે. 400 થી વધુ બુકીંગ પેન્ડિંગમાં છે જેથી કહી શકાય કે કોરોનાની મહામારી બાદ કારમાં ભાવ વધારો ચોક્કસ થયો છે. પણ લોકોના બજેટમાં કોઈ પણ પ્રકારની મોંઘવારી જોવા મળતી નથી.

Last Updated :Oct 5, 2022, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.