કોરોનાના કારણે રાજ્યના થિયેટર્સને 3,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું, હજી પણ ઘણાં થિયેટર્સ બંધ હાલતમાં

author img

By

Published : Nov 23, 2021, 12:36 PM IST

કોરોનાના કારણે રાજ્યના થિયેટર્સને 3,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું, હજી પણ ઘણાં થિયેટર્સ બંધ હાલતમાં

કોરોનાના કારણે અનેક ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. તો આમાં થિયેટરના માલિકો પણ બાકાત નથી. કોરોનાના કારણે 2 વર્ષ જેટલા સમયગાળા દરમિયાન થિયેટર બંધ રહેતા 2,500થી 3,000 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે કોરોના ગાઈડલાઈન સાથે ફરી એક વાર થિયેટર્સ ધમધમતા થતા પ્રેક્ષકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા આવી રહ્યા છે, પરંતુ હજી પણ રાજ્યના કેટલાક થિયેટર બંધ હાલતમાં જ છે. દિવાળી પછી નવી નવી ફિલ્મ રિલીઝ થઈ હોવાથી થિયેટરની ગાડી હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે.

  • રાજ્યના 250 થિયેટરોને (Theatres) મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો
  • કેટલાક બહારથી ઉછીના પૈસા લાવી થિએટર (Theatres) શરૂ કરી રહ્યા છે
  • સારી ફિલ્મો આવશે તો થિયેટરો (Theatres) ફરી બેઠા થશે

ગાંધીનગરઃ સિનેમાઘરોમાં (Theatres) દિવાળી પછી નવી ફિલ્મો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે કેટલાક સિનેમાઘરોને માર્ચ 2020 બાદ આ સમયે રાહતનો શ્વાસ લેવાની તક મળી છે. એટલે કે સિનેમાઘરો તરફ લોકો ધીમે ધીમે વળી રહ્યા છે, પરંતુ સિનેમાઘરોનું ભવિષ્ય નવી અને સારી આવનારી ફિલ્મો પર છે. કારણ કે, OTT પ્લેટફોર્મ પણ આવી થઈ રહ્યા છે ત્યારે હજી ઘણા એવા થિયેટરો છે કે, જે દિવાળી પછી પણ નવી ફિલ્મો આવ્યા છતાં પણ શરૂ નથી થયા. આર્થિક તંગીના કારણે અનેક થિયેટર માલિકો (Theatre Owners) પણ પાયમાલ થઈ ગયા છે. કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે. તો કેટલાક થિયેટર દિવાળી બાદ હવે શરૂ થઇ રહ્યા છે.

કેટલાક બહારથી ઉછીના પૈસા લાવી થિએટર શરૂ કરી રહ્યા છે

આ પણ વાંચો- AMCના નિર્ણયને જોતા હવે સુરત મહાનગરપાલિકા પણ હોટેલ, જિમ, થિએટરમાં 'રસી નહીં તો પ્રવેશ નહીં' અંગે કરી રહી છે વિચારણા

અમદાવાદમાં 50 જેટલા થિયેટરો, સારી ફિલ્મો આવશે તો થિયેટરો ચાલશે

આ અંગે મલ્ટિપ્લેક્સ થિયેટર એસોસિએશનના મેમ્બર અને ખાનગી થિયેટરના માલિક રાકેશ પટેલે (Rakesh Patel, a member of the Multiplex Theater Association and owner of a private theater) જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર (Corona Second Wave) પહેલા થિયેટરો 50 ટકા દર્શકોની હાજરીમાં શરૂ કરવાની મંજૂરી મળી હતી, પરંતુ તે સમયે સારી ફિલ્મો નહતી. તેવામાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) આવતા 4 મહિના પછી ફરીથી થિયેટર્સ શરૂ થયા હતા. તેમ છતાં અમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં 48થી 50 થિયેટર છે. જ્યારે 250 થિયેટર ગુજરાતમાં છે. ગુજરાતમાં થિયેટરોને (Gujarat Theatres) 2,500થી 3,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવાળી પછી સારી ફિલ્મો આવશે તો જ થિયેટરને જરૂરથી મદદ મળી રહેશે, પરંતુ થિયેટર સાથે જોડાયેલા લોકોની ખૂબ જ ખરાબ સ્થિતિ છે. અમે 60 ટકાની જગ્યાએ 100 ટકા દર્શકો સાથે થિયેટર શરૂ કરવાની મંજૂરી માગી હતી, જે અમને મળી હતી.

કેટલાક થિયેટરમાલિકો ઉછીના પૈસા લાવીને થિયેટર શરૂ કરી રહ્યા છે

અમદાવાદની વાત કરીએ તો, કેટલાક થિયેટરો છે. એ સરકારની ગાઈડલાઈન (Government Guidelines) પ્રમાણે, સરકારની મંજૂરી પછી તરત જ શરૂ કરી દીધા છે, પરંતુ ઘણા એવા થિયેટર માલિકો (Theatre Owners) છે, જે બહારથી પૈસા લાવીને અત્યારે થિયેટરો શરૂ કરાવી રહ્યા છે. એક થિયેટર માલિકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તેઓ થિયેટર શરૂ કરવા 50 લાખ રૂપિયાથી વધુની રકમ લાવ્યા હતા. જો અત્યારે થિએટર શરૂ નહીં કરીએ તો બીજું મોટું નુકસાન વેઠવાનો વારો આવશે, જે રોકાણ ક્રયું છે. તેમાં પણ નુકસાન થશે. આથી અત્યારની પરિસ્થિતિમાં આ રીતે થિયેટર શરૂ કરવા પડી રહ્યા છે. અમને આશા છે કે, આગામી સમયમાં થિયેટર નવી ફિલ્મ હોવાથી ચાલશે.

આ પણ વાંચો- નવસારીમાં કિશોરીઓ માટે શરૂ કરાયો 'પ્રોજેક્ટ સ્નેહા', 50 શાળામાં યોગ, કરાટે, આત્મરક્ષણની અપાશે તાલીમ

કેટલાક થિએટર્સ દિવાળીએ સ્ટાફ ન હોવાથી અત્યારે શરૂ થયા

એસ. જી. હાઈવે (SG Highway) પર આવેલા એક ખાનગી થિયેટરના મેનેજર અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, અમે 12 દિવસ થયા થિએટર શરૂ કર્યું છે. દિવાળીમાં સ્ટાફ નહતો અને એ પહેલા થિયેટરો બંધ હતા. આથી ત્રણ દિવસથી થિયેટર શરૂ કર્યું છે. લાખો કરોડો રૂપિયાના નુકસાન વેઠવાનો વારો થિયેટર બંધ હોવાથી આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.