મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ થયા કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેશનમાં સારવાર શરૂ

author img

By

Published : Jun 29, 2022, 5:26 PM IST

Updated : Jun 29, 2022, 5:59 PM IST

Etv BharatBig Breaking:મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોરોના પોઝિટિવ,હોમ આઈસોલેશનમાં સારવાર શરૂ

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોનાની (CM Bhupendra Patel Covid Positive) ઝપેટમાં આવ્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને કોરોનાના હળવા (Covid Signs) લક્ષણો સામે આવ્યા છે. આ બાદ, હળવા લક્ષણો જણાતા કોવિડ ટેસ્ટ (Coronavirus Test Gujarat) કરાતા ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ, તેમના નિવાસસ્થાને એસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે જ, તેમની તબિયત હાલ સ્થિર છે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોના (CM Bhupendra Patel Covid Positive) પોઝિટિવ થયા છે.કોવિડના લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલ ભૂપેન્દ્ર પટેલને આઈસોલેશનમાં (Home Isolation treatment) સારવાર હેતું રાખવામાં આવ્યા છે. તાજેતરમાં રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોવિડગ્રસ્ત (Coronavirus Test Gujarat) થયા હતા. કોવિડનો રીપોર્ટ કરાવ્યા બાદ મુખ્યપ્રધાન પટેલે પોતાના સંપર્કમાં આવેલા દરેકને ટેસ્ટ કરાવી લેવા માટે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારે થઈ રહ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાયદા અને વ્યવસ્થા મુદ્દે ચર્ચા થવાની હતી.

આ પણ વાંચોઃ રાજ્યમાં 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

બેઠક રદ્દ કરીઃ જોકે, કોરોના સંક્રમિત થતા આ બેઠકને યુદ્ધના ધોરણે રદ્દ કરી દેવામાં આવી હતી. મંગળવારે રાજ્યમાંથી કોરોના વાયરસના 450થી વધારે કેસ સામે આવ્યા છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાંથી રાજકોટ અને જામનગર હોટસ્પોટ બનવા બાજુ હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવાની છે. આ અવસર માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.રથયાત્રા શરૂ થાય ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન પહિન્દ વિધિ કરે છે. આ માહોલ વચ્ચે ભૂપેન્દ્ર પટેલ કોવિડગ્રસ્ત થયા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ટ્રાન્સપોર્ટેશન થશે વધુ સરળ, કેન્દ્ર સરકારે આપી મહત્વની મંજૂરી

પહિન્દવિધિ કોણ કરશેઃ બુધવારે ભૂપેન્દ્ર પટેલ કોવિડગ્રસ્ત થયાનો પહેલો દિવસ રહ્યો છે.જ્યારે તારીખ 1 જુલાઈના રોજ અષાઢી બીજની રથયાત્રા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના બદલે પહિન્દ વિધિ કોણ કરશે એ જોવાનું છે. આજ સુધીનો અમદાવાદમાંથી નીકળતી રથયાત્રાનો ઈતિહાસ છે કે રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે જ પહીન્દ વીધી થાય છે. રાજ્યના મુખ્યપ્રધાન હાલ ભુપેન્દ્ર પટેલ જ કોરોના સંક્રમિત થયા છે. આ પહિન્દ વિધિ હર્ષ સંઘવી અથવા તો રાજેન્દ્ર ત્રિવેદી કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

Last Updated :Jun 29, 2022, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.