Chandrakant Murder Case: 6 વર્ષ બાદ કોર્ટે આરોપીને આજીવન કેદ અને 25 હજારના દંડની સજા કરી

author img

By

Published : Jul 22, 2021, 5:41 PM IST

Chandrakant Murder Case

22 જુલાઈએ ક્રાઈમ બ્રાન્ચ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા મામલે સેશન્સ કોર્ટે આરોપી મનીષભાઈને આજીવન કેદ અને 25 હજારના દંડની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, કોર્ટે આજીવન કેદની સજા સાથે ઇન્ડિયન પીનલ કોડની કલમ 404 મુજબ ત્રણ મહિનાની સજા અને રૂપિયા બે હજારનો દંડ આરોપીને કર્યો હતો. વળતર માટે કોર્ટે લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા નક્કી કરાશે. છ વર્ષ બાદ નામદાર સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈને દોષી જાહેર કર્યો છે.

  • 6 વર્ષ બાદ કોન્સ્ટેબલ ચંદ્રકાંતને મળ્યો ન્યાય
  • આરોપી મનીશ બલાઈને કરાઈ આજીવન કેદની સજા
  • ઓફિસમાં જ પાઈપનો ટૂકડો માથામાં ફટકારી કરી હતી હત્યા

અમદાવાદ: 20 એપ્રિલ 2016ના રોજ મનીષ બલાઈ નામનો વ્યક્તિ ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જેમાં 6 વર્ષ બાદ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચો: BREAKING NEWS: કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણા મર્ડર કેસને લઈ કોર્ટમાં તમામ સુનાવણી પૂર્ણ ચુકાદો અનામત

આજીવન સજા સહિત અન્ય સજાઓ ફટકારાઈ

ઉપરાંત, 25 હજારનો દંડ અને IPC કલમ 404 અનુસાર 3 મહિનાની સજા અને 2 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપી મનીશ બલાઈને કરવામાં આવેલી દરેક સજા તેણે એકસાથે ભોગવવી પડશે. વધુમાં, લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા તેની સજાનું વળતર નક્કિ કરવામાં આવશે.

આ પણ વાંચો: ચંદ્રકાન્ત મકવાણા મર્ડર કેસમાં કોર્ટે ચુકાદો રાખ્યો અનામત, આરોપીને કોર્ટ પરિસર બહાર લોકોએ માર માર્યો

ઓફિસમાં જ કરાઈ હતી હત્યા

PSI કે. જી. ચૌધરીની ઓફિસમાં મનીષ શ્રવણકુમાર બલાઈએ એકાંતનો લાભ લઈ કોન્સ્ટેબલ ચંદ્રકાંતની ઓફિસમાં જ પડેલી પાઈપ વડે હત્યા કરી હતી. પાઈપ માથામાં ફટકારી આરોપી ફરાર થઈ ગયો હતો. આ ધટનાને આજે 22 જુલાઈના રોજ નામદાર કોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.