શું ક્રિપ્ટો કરન્સી બની શકે ડોલરનો વિકલ્પ ?

author img

By

Published : Nov 1, 2021, 11:02 PM IST

શું ક્રિપ્ટો કરન્સી બની શકે ડોલરનો વિકલ્પ ?

આજકાલ માર્કેટમાં ડોલરનું નહીં, પરંતુ ક્રિપ્ટો કરન્સીનું નામ ચલણમાં છે. તેનું કારણ ક્રિપ્ટો કરન્સીમાં જોવા મળી રહેલ આગ ઝરતી તેજી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ હજારો ગણું વળતર આપે છે.

  • ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ તેજીમાં
  • ભવિષ્યનું ચલણ ક્રિપ્ટો કરન્સી
  • ભારતમનાં લોકો તેમાં કરી રહ્યા છે રોકાણ

અમદાવાદ : આઈ.ટી.એક્સપર્ટ્સનું કહેવું છે કે, વૈશ્વિક બજારમાં લોકો ડોલર ઉપર નિર્ભર રહે છે. જેમાં અમુક દેશોનો દબદબો રહે છે. પરંતુ જૂની બાર્ટર સિસ્ટમમાં વિનિમય દર વિનિમય કરતા બે લોકોની અપેક્ષા પ્રમાણે નક્કી થતો. ક્રિપ્ટકરન્સી પણ આવી જ એક સ્વતંત્ર ફિલોસોફી ઉપર ટેકનિકલ નિષ્ણાતો દ્વારા બનાવાઈ છે. જે માટે ઈન્ટરનેટ પર માઇનિંગ પ્રોસેસ દ્વારા કરન્સી મેળવાય છે. અત્યારે બજારમાં બીટકોઈન, ઇથર, ડોજ જેવી કરન્સી ચલણમાં છે.

ચીનની મનાઈ

અમેરિકા અને યુરોપ જેવા વિકસિત દેશોમાં ક્રિપ્ટો કરન્સી તરફ લોકો વળી રહ્યા છે. પરંતુ વિશ્વના મોટા અર્થતંત્ર એવા ચીન દ્વારા તેને માન્યતા આપવાનો ઇન્કાર કરાયો છે. ભારતમાં પણ તે અંગે વિચાર ચાલી રહ્યો છે. જો કે ક્રિપ્ટો કરન્સી રાખવા માટે ઓનલાઇન પોકેટ ઉપલબ્ધ કરાવતી કંપનીઓ પણ જૂજ માત્રામાં છે.

શું ક્રિપ્ટો કરન્સી બની શકે ડોલરનો વિકલ્પ ?

ક્રિપ્ટોનું ભવિષ્ય

ક્રિપ્ટો કરન્સીના ભવિષ્યને લઈને IT એક્સપર્ટ સકારાત્મક દેખાઈ રહ્યા છે. તેમનુ કહેવું છે કે, વર્તમાન કરન્સીની મુશ્કેલીઓ ક્રિપ્ટો કારન્સીથી દૂર થઇ શકશે.ઓનલાઈન ટ્રાન્ઝેકશન થતું હોવાથી ટેક્સ ચોરી પણ રોકી શકાશે. ફોરેન કરન્સીની જગ્યાએ ટ્રેડિંગ થવાથી ફોરેન કરન્સી ખરીદવી પડશે નહીં. તે કરન્સી સિસ્ટમને સ્વતંત્રતા આપશે.

ક્રિપ્ટોની સેફટી

ઓનલાઈન ટ્રાન્ઝેકશન થતું હોવાથી ક્રિપ્ટોની સેફટીને લઈને પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. કરણ કે, હેકર્સ દ્વારા દરેક વસ્તુ હવે શક્ય છે. જ્યારે એક્સપર્ટ તેને સલામત માની રહ્યા છે. ક્રિપ્ટો કરન્સી માટે પોકેટની વ્યવસ્થા પૂરી પાડતી કંપનીઓ તેની સલામતીની ખાતરી આપી રહી છે. પરંતુ અત્યારે ક્રિપ્ટની અછત છે એટલે તેનું માર્કેટ તેજીમાં છે. પરંતુ જ્યારે તેનો સપ્લાય વધશે થશે ત્યારે શું થશે ? તેનો જવાબ કોઈની પાસે નથી.

ભારતમાં ક્રિપ્ટોની સ્થિતિ

અત્યારે તો ભારતમાં મોટા રોકાણકારો તેમજ IT એકસપર્ટ જ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી રહ્યા છે. પરંતુ ભવિષ્યમાં તેને લઈને આશા ઉજળી છે તેમ છતાં ક્રિપ્ટો કરન્સી IT એક્સપર્ટ અને પૈસાદારો સુધી જ સીમિત રહેવાની સંભાવના વધુ છે. કારણ કે, હજુ ભારતમાં બેન્કિંગ સિસ્ટમ પણ બરોબર નથી. ત્યારે ગામડાઓમાં ક્રિપ્ટો કરન્સીની વાત તે કલ્પના માત્ર જ છે.

આ પણ વાંચો : ઉછાળા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 831 પોઈન્ટના વધારા સાથે 60,000ને પાર અને નિફ્ટી 258 પોઈન્ટ ઉછળ્યો

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લાસગોમાં COP26ના વિશ્વ નેતા સમિટમાં પહોંચ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.